scorecardresearch

સંકટમાં નેપાળના પીએમ પ્રચંડ, ઘણા કેબિનેટ મંત્રીઓએ આપ્યા સામુહિક રાજીનામા, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સમર્થન પાછું ખેચ્યું

Nepal Prachanda Government : પાળની ચોથી સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સરકાર છોડવાનો નિર્ણય કરતા પહેલા રવિવારે એક બેઠક કરી હતી અને ગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો

સંકટમાં નેપાળના પીએમ પ્રચંડ, ઘણા કેબિનેટ મંત્રીઓએ આપ્યા સામુહિક રાજીનામા, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સમર્થન પાછું ખેચ્યું
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ (તસવીર ક્રેડિટ- ઓલી સચિવાલય)

Nepal Prachanda Government : નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વવાળી નવરચિત સરકારમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. મંત્રીઓએ પદ પરથી રાજીનામા આપી દીધા છે કારણ કે સત્તાધારી ગઠબંધનની અંદર મતભેદ વધી ગયા છે. નેપાળની ચોથી સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સરકાર છોડવાનો નિર્ણય કરતા પહેલા રવિવારે એક બેઠક કરી હતી અને ગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. આ જાહેરાત પાર્ટી અધ્યક્ષ રબી લામિછાને કરી હતી.

લામિછાને ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મામલાના મંત્રી હતા

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબી લામિછાને કહ્યું કે મંત્રી પણ આજે જ પ્રધાનમંત્રીને પોતાના રાજીનામા આપશે. સત્તામાં રહેલા ગઠબંધનની અંદર તિરાડ ગત મહિને ત્યારે શરુ થઇ હતી જ્યારે સુપ્રીમ કોર્ટે દ્વારા લામિછાનેના સાંસદ પદ અને તેમની નાગરિકતા અમાન્ય ગણાવી હતી. જે સમયે કોર્ટે નિર્ણય સંભળાવ્યો તે સમયે લામિછાને ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મામલાના મંત્રી હતા.

આ પણ વાંચો – અમેરિકાનું મોટું પગલું, ચીની સ્પાઇ બલૂનને તોડી પાડ્યું, ચીને ઉઠાવ્યો વાંધો

નેપાળની રાજનીતિમાં આ ડ્રામા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે

નેપાળની રાજનીતિમાં આ ડ્રામા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. પદ પરથી હટાવ્યા પછી રબી લામિછાને કેટલીક માંગણી સાથે પીએમ પ્રચંડ સાથે ઘણા રાઉન્ડની બેઠક કરી હતી અને માંગણી પુરી ના થવા પર બહાર નીકળી જવાની ધમકી પણ આપી હતી. રબી લામિછાનેના નેતૃત્વવાળી આરએસપીએ નવેમ્બર 2022ની ચૂંટણીમાં એક વૈકલ્પિક શક્તિ અને લોકોની આશાના રુપમાં ઉભરીને તહેલકો મચાવ્યો હતો. જોકે હવે તે પાસપોર્ટ ધોખાધડીના મામલામાં એક તપાસમાંથી પસાર થઇ રહ્યા છે. રબી લામિછાનેને એક સમયે અમેરિકન અને નેપાળી પાસપોર્ટનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે.

27 જાન્યુઆરીએ નેપાળની સુપ્રીમ કોર્ટે RSPના અધ્યક્ષ રબી લામિછાને અને સાંસદ પદ એ કહેતા છીનવી લીધું હતું કે સંસદીય ચૂંટણી લડવા માટે તેમણે જે નાગરિકતા પ્રમાણપત્ર રજુ કર્યું હતું તે અમાન્ય હતું. કાઠમાંડુ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે તેમનું નાગરિકતા પ્રમાણપત્રને રદ કરવાથી તેમણે ગૃહ મંત્રી અને પાર્ટી અધ્યક્ષનું પદ પણ ગુમાવવું પડ્યું હતું.

આ પણ વાંચો – નેપાળમાં જાની દુશ્મન થયા એક : નવી સરકાર માટે ઓલી પ્રચંડ ગઠબંધન, પુષ્પ કમલ પ્રચંડ બન્યા નવા વડાપ્રધાન, ભારતમાં ચિંતા

અઢી-અઢી વર્ષના રોટેશન પર પ્રચંડ અને ઓલીને પીએમ બનાવવા પર સહમતી બની હતી

નેપાળમાં ડિસેમ્બરમાં રોટેશનના આધારે પ્રચંડ અને ઓલીને પ્રધાનમંત્રી બનાવવા પર સહમતિ બની હતી. અઢી વર્ષ માટે પ્રચંડ પીએમ રહેશે અને તે પછી અઢી વર્ષ માટે ઓલી પીએમ બનશે. ઓલી પોતાની માંગણી પ્રમાણે પ્રચંડને પહેલા પ્રધાનમંત્રી બનાવવા પર સહમત થયા. નવા ગઠબંધનને 275 સદસ્યની પ્રતિનિધિ સભામાં 165 સાંસદોનું સમર્થન મળ્યું હતું.

Web Title: Nepal prachanda government trouble many cabinet ministers resign en masse

Best of Express