Nobel Prize in Physics : ફિઝિક્સના નોબલ પુરસ્કાર માટે ત્રણ વૈજ્ઞાનિકોની પસંદગી; જાણો કેટલા નોબલ પ્રાઇસમાં લાખ ડોલરનું ઇનામ મળશે

Physics Nobel Prize 2023: ભૌતિકશાસ્ત્રીનો નોબલ પુરસ્કાર 2023 3 વૈજ્ઞાનિક પિયર એગોસ્ટીની, ફેરેન્ક ક્રુઝ અને એની એલ હુલીયરને આપવાની ઘોષણા કરવામાં આવી છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એવા સાધનો વિકસાવ્યા કે જે એટોસેકન્ડના સમયમાં ઇલેક્ટ્રોનની દુનિયા જોઈ શકે

Written by Ajay Saroya
October 03, 2023 19:21 IST
Nobel Prize in Physics : ફિઝિક્સના નોબલ પુરસ્કાર માટે ત્રણ વૈજ્ઞાનિકોની પસંદગી; જાણો કેટલા નોબલ પ્રાઇસમાં લાખ ડોલરનું ઇનામ  મળશે
પિયર એગોસ્ટીની, ફેરેન્ક ક્રુઝ અને એની એલ. હુલીયરને નોબેલ પુરસ્કાર મળ્યો છે. (X/@નોબેલ પુરસ્કાર)

Noble Prize 2023 For Physics : વર્ષ 2023ના ભૌતિકશાસ્ત્રના નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પિયર એગોસ્ટીની, ફેરેન્ક ક્રુઝ અને એની એલ. હુલીયરને ફિઝિક્સમાં નોબલ પ્રાઇસ આપવામાં આવ્યો છે. આ ત્રણ વૈજ્ઞાનિકોને નોબલ એવોર્ડ એટલા માટે આપવામાં આવી રહ્યો છે કારણ કે તેઓએ એક સેકન્ડના ખૂબ જ નાના અંશ દરમિયાન પરમાણુમાં ઇલેક્ટ્રોનનો અભ્યાસ કર્યો છે.

આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એવા સાધનો વિકસાવ્યા કે જે એટોસેકન્ડના સમયમાં ઇલેક્ટ્રોનની દુનિયા જોઈ શકે. એટોસેકન્ડ એટલે 1/1,000,000,000,000,000,000 ભાગ. આટલી જ સંખ્યામાં એટોસેકન્ડમાં એક સેકન્ડ પૂર્ણ થાય છે અને તે જ સેકન્ડમાં બ્રહ્માંડની ઉંમર પણ જાણી શકાય છે.

રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સના સેક્રેટરી જનરલ હેન્સ એલ્ગ્રેને મંગળવારે સ્ટોકહોમમાં નોબલ પુરસ્કારની ઘોષણા કરી હતી. નોબલ એકેડમી અનુસાર, “તેમના પ્રયોગોએ માનવતાને અણુઓ અને કણોમાં ઇલેક્ટ્રોનની દુનિયાને શોધવા માટે નવા સાધનો પૂરા પાડ્યા છે.” તેઓ કહે છે કે, તેઓએ પ્રકાશના ખૂબ જ નાના તરંગો બનાવવાની રીત દર્શાવી છે જેનો ઉપયોગ ઝડપી પ્રક્રિયાઓને માપવા માટે થઈ શકે છે જેમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથવા ઊર્જા બદલી શકે છે.

નોબલ પુરસ્કારમાં 1.1 કરોડ સ્વીડિશ ક્રોનર (10 લાખ યુએસ ડોલર)નું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ નાણાં પુરસ્કારના સ્થાપક, સ્વીડિશ નાગરિક આલ્ફ્રેડ નોબેલની સંપત્તિમાંથી આપવામાં આવે છે, જેમનું 1896માં અવસાન થયું હતું. પાછલા વર્ષે, ત્રણ વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ પુરસ્કાર એવું સાબિત કરવા માટે જીત્યો હતો કે નેનો પાર્ટિકલ્સ અલગ થયા પછી પણ એકબીજાના સંપર્કમાં રહે છે.

આ પણ વાંચો | કોરોના વેક્સિન શોધનાર વૈજ્ઞાનિકને મળ્યો નોબલ પુરસ્કાર; કેટલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેન કોણ છે? જાણો

આ અગાઉ સોમવારે, કોવિડ -19 વાયરસ સામે લડવા માટે એમઆરએનએ રસી વિકસીત કરનાર બે વૈજ્ઞાનિક કેટલિન કારીકો અને ડ્રૂ વેઇસમેનને મેડિસિનનું નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો કેમિસ્ટ્રીર માટેના નોબલ પુરસ્કારની બુધવારે ઘોષણા કરવામાં આવશે. તેમજ ગુરુવારે સાહિત્ય માટેના નોબલ પુરસ્કાર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે. નોબલ શાંતિ પુરસ્કાર શુક્રવારે અને અર્થશાસ્ત્ર માટેનો નોબલ પુરસ્કાર 9 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ