North Korea Spy Satellite: ઉત્તર કોરિયાનું મોટું પરાક્રમ, સ્પાય સેટેલાઇટ લોન્ચ કર્યો, જાણો શું થશે આનાથી? કેમ બધા ચિંતિત

North Korea first Spy Satellite launch : ઉત્તર કોરિયાએ તેનો પ્રથમ જાસુસી ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આનાથી જાપાન (Japan), દક્ષિણ કોરિયા, અમેરિકા સહિતના પશ્ચિમ દેશો નારાજ. તેમણે કહ્યું, આ સુરક્ષા માટે ખતરો, તો ઉત્તર કોરિયાએ કહ્યું, દેશનો જાસૂસી ઉપગ્રહ કાર્યક્રમ 'એક સાર્વભૌમ રાજ્યનો કાયદેસરનો અધિકાર છે.

Written by Kiran Mehta
Updated : November 23, 2023 17:56 IST
North Korea Spy Satellite: ઉત્તર કોરિયાનું મોટું પરાક્રમ, સ્પાય સેટેલાઇટ લોન્ચ કર્યો, જાણો શું થશે આનાથી? કેમ બધા ચિંતિત
ઉત્તર કોરિયાએ જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો

North Korea First Spy Satellite : નોર્થ કોરિયાએ તેનો પહેલો જાસૂસી સેટેલાઇટ લોન્ચ કર્યો છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે, તેણે છેલ્લા છ મહિનામાં તેના ત્રીજા પ્રયાસમાં આખરે તેનો પહેલો જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં છોડ્યો છે. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ આ કૃત્યની સખત નિંદા કરી છે.

અલ જઝીરા અનુસાર, ઉત્તર કોરિયાની સરકારી એજન્સી KCNA એ અહેવાલ આપ્યો, ‘રોકેટને મંગળવારે રાત્રે સ્થાનિક સમય મુજબ 10.42 PM એ સોહે સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું (ભારતીય સમય મુજબ 7.13 PM) અને તેને રિકોનિસન્સ સેટેલાઇટ મલ્લિગ્યોંગ-1 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.’

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ પ્રક્ષેપણની જાહેરાત પછી, દક્ષિણ કોરિયાએ બુધવારે ઉત્તર કોરિયા સાથે 2018 માં થયેલા સૈન્ય કરારના એક ભાગને સ્થગિત કરી દીધો કારણ કે, ઉત્તર કોરિયાએ યુએસ તરફથી મળેલી ચેતવણીને અવગણી હતી. દક્ષિણ કોરિયાનો આરોપ છે કે, પ્યોંગયાંગને આ સેટેલાઇટ બનાવવામાં રશિયાનો સહયોગ હતો.

મંગળવારે, વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું, ‘યુનાઇટેડ સ્ટેટ્સ બેલિસ્ટિક મિસાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્પેસ લૉન્ચ વ્હીકલ (SLV) ના પ્રક્ષેપણની સખત નિંદા કરે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બહુવિધ ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તણાવ અને અસ્થિરતાના જોખમો વધારી રહ્યા છે. પ્રદેશમાં અને તેની બહારની સુરક્ષાની સ્થિતિ. આ અવકાશ પ્રક્ષેપણમાં ઘણી તકનીકો છે જે ડીપીઆરકેના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ સાથે સીધી રીતે સંબંધિત છે.

જાસૂસી ઉપગ્રહનો ઉપયોગ દક્ષિણ કોરિયા અને જાપાનને નિશાન બનાવવા માટે કરવામાં આવશે

સીએનએનના અહેવાલ મુજબ, તમને જણાવી દઈએ કે, મે 2023 માં ઉત્તર કોરિયા ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયું હતું. અને ઓગસ્ટમાં બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. પરંતુ બીજી નિષ્ફળતા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉત્તર કોરિયાના રાજદૂત કિમ સોંગે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, દેશનો જાસૂસી ઉપગ્રહ કાર્યક્રમ ‘એક સાર્વભૌમ રાજ્યનો કાયદેસરનો અધિકાર છે.’

ઉત્તર કોરિયાના સેટેલાઇટની ક્ષમતા પર ઘણા વિશ્લેષકોએ સવાલો ઉઠાવ્યા છે. ધ ગાર્ડિયને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓપરેશન સ્પાય સેટેલાઇટ આ ક્ષેત્રમાં સૈન્ય તણાવ વધારશે. ઉત્તર કોરિયા આ ઉપગ્રહનો ઉપયોગ સાઉથ કોરિયા અને જાપાનને ખાસ નિશાન બનાવવા માટે લશ્કરી કામગીરીમાં કરી શકે છે. આ સેટેલાઇટ અમેરિકા સહિત અન્ય દેશોમાંથી આવતા ખતરા પર પણ નજર રાખી શકે છે.

આ પણ વાંચો – અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું, ભારતને પણ આપી ચેતવણી

જાપાનના વડા પ્રધાને પણ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ઉત્તર કોરિયા દ્વારા આ જાસૂસી ઉપગ્રહ પ્રક્ષેપણ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે અને તે જાપાનના નાગરિકોની સુરક્ષા માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે. જાપાન માટે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. જાપાને તેનો નિષ્ઠાવાન વિરોધ નોંધાવ્યો છે અને તેના લોકો વતી ઊંડો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને ઉત્તર કોરિયાની સખત નિંદા કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ