Hamas Israel war : માત્ર હમાસ જ નહીં પરંતુ ઈઝરાયેલના રોકેટ પણ મિસ ફાયરિંગ થઈ રહ્યા છે! ગાઝામાં ઇજિપ્તની પોસ્ટ ઉડાવી

ઇજિપ્તની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે ઇઝરાયેલી ટેન્ક શેલના ટુકડાઓ દ્વારા અકસ્માતે અથડાતાં કેટલાક ઇજિપ્તીયન સરહદ રક્ષકોને નાની ઇજાઓ થઇ હતી.

Written by Ankit Patel
October 23, 2023 08:38 IST
Hamas Israel war : માત્ર હમાસ જ નહીં પરંતુ ઈઝરાયેલના રોકેટ પણ મિસ ફાયરિંગ થઈ રહ્યા છે! ગાઝામાં ઇજિપ્તની પોસ્ટ ઉડાવી
પ્રતીકાત્મક ચિત્ર. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).

Hamas Israel war, Gaza attack : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. જ્યારથી હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે ત્યારથી ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના રોકેટે ઈજિપ્તની એક પોસ્ટને ઉડાવી દીધી હતી. ઇજિપ્તની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે ઇઝરાયેલી ટેન્ક શેલના ટુકડાઓ દ્વારા અકસ્માતે અથડાતાં કેટલાક ઇજિપ્તીયન સરહદ રક્ષકોને નાની ઇજાઓ થઇ હતી.

ઇઝરાયલી સેનાએ માફી માંગી

ઇઝરાયેલની સેનાએ અગાઉ કહ્યું હતું કે તેની એક ટેન્કે ગાઝા પટ્ટીની સરહદ નજીક ઇજિપ્તની પોસ્ટને અકસ્માતે ટક્કર મારી હતી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો. ઈઝરાયેલી સેનાએ પણ કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

હમાસના રોકેટ પણ મિસ ફાયરિંગ કરી રહ્યા હતા

હમાસના રોકેટ પણ મિસ ફાયરિંગ કરી રહ્યા છે. અમેરિકાના મતે હાલમાં ગાઝામાં માત્ર ઈઝરાયેલની મિસાઈલો જ પેલેસ્ટિનિયન લોકોને મારી રહી નથી, પરંતુ આ માટે હમાસના રોકેટ પણ જવાબદાર છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જે દર્શાવે છે કે હમાસના મોટાભાગના રોકેટ બિનઅસરકારક સાબિત થયા છે. આ એટલા માટે છે કારણ કે તે રોકેટ મિસ ફાયર થયા છે.

એક રિપોર્ટ અનુસાર હમાસ દ્વારા છોડવામાં આવેલા 7000 રોકેટમાંથી 400 ગાઝામાં જ પડ્યા હતા. તે મિસ ફાયર કરાયેલા રોકેટના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

થોડા દિવસો પહેલા ગાઝામાં એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી હમાસનો આરોપ છે કે આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઇઝરાયેલે કેટલાક પુરાવા રજૂ કર્યા જે દર્શાવે છે કે હમાસે પોતે જ ગાઝાની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ મામલે ઈઝરાયેલને ક્લીનચીટ આપી દીધી છે. જો બિડેને કહ્યું હતું કે હમાસને સીધું લક્ષ્ય લેવાનું શીખવાની જરૂર છે અને તે પહેલાથી જ ઘણી ભૂલો કરી ચૂકી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ