શ્વાન જો માણસોને કરડી જાય તો સામાન્ય ઘટના ગણી શકાય છે. પરંતુ માણસ શ્વાનને કરડે તો? આપણે પણ કદાચ આવી ઘટના પહેલીવાર ઘટી હતી. કદાચ મને નવાઈ લાગશે પરંતુ આ સાચી ઘટના છે. નશામાં ધુત એક વ્યક્તિએ શ્વાનને બટકા ભરવાનું શરું કર્યું હતું. આ મામલો અમેરિકાનો છે. આ ઘટના પોલીસ સામે થઈ છે. એક વ્યક્તિ ડોગીને બટકા ભરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. નશામાં ટલ્લી આ વ્યક્તિએ પોલીસની સામે જ શ્વાન પર હુમલો કર્યો હતો.
Nytના રિપોર્ટ અનુસાર આ મામલો અમેરિકાના ડેલાવેયર રાજ્યનો છે. અહીં એક વ્યક્તિ ટ્રાફિકના નિયમો તોડ્યા બાદ ભાગી ગયો હતો. પોલીસ તેનો પીછો કરી રહી હતી. આ વ્યક્તિ નશાની હાલતમાં હતો. તેણે જે કંઈ કર્યું એને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. વ્યક્તિએ સ્નિફર ડોગને દાંતથી બટકા ભરવાનું શરું કર્યું હતું.
પોલીસ એ વ્યક્તિથી શ્વાનને છોડાલે ત્યાં સુધીમાં એ વ્યક્તિએ ડોગીને 12 વધારે વખત બટકાં ભરીને ઘાયલ કરી દીધું હતું. આરોપીની ઓળખ 47 વર્ષી જમાલ વિંગના રૂપમાં થઈ હતી. ઘટના 8 જુલાઈએ ઘટી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રેફિકના નિયમ તોડીને વ્યક્તિ ભાગી રહ્યો હતો. પોલીસે તેને પકડી લીધો હતો અને ગાડીમાં બેસવા માટે કહ્યું હતું. પરંતુ તેણે ના પાડી દીધી હતી. આનાથી પોલીસનો ટ્રેન્ડ શ્વાન (K9)ને આગળ કર્યો જોકે, નશામાં ધુત વ્યક્તિએ શ્વાન ઉપર હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચોઃ- North India Heavy Rain | હિમાચલથી દિલ્હી સુધી મેઘરાજાનું ‘તાંડવ’, ચારે બાજુ આકાશી આફતના દ્રશ્યો
શ્વાનને કરાવ્યું હોસ્પિટલમાં દાખલ
આરોપીએ શ્વાનને 12થી વધારે વખત બટકાં ભર્યા હતા અને બટકા ભરવાનું ચાલું રાખ્યું હતું. જોકે, પોલીસ શ્વાનને આરોપી પાસેથી છોડાવ્યું હતું અને આરોપીને ગાડીમાં બેસાડ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત ડોગી અને આરોપીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ બાદ આરોપીને પણ ઈજાઓ પહોંચી હતી. શ્વાનને સારવાર માટે પ્રાણીઓની હોસ્પિટલ લઇ જવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 11 જુલાઇ: વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી ધરપકડથી બચવા માંગતો હતો અને તે નશાની હાલતમાં હતો. આ દરમિયાન તેણે અનેક વખત શ્વાનને બટકા ભર્યાહતા. આરોપી ઉપર ડ્યૂટી પોલીસ ઓફિસર્સ અને તેમના ડોગ ઉપર હુમલો કરવા, ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા અંતર્ગત મામલો નોંધાવવામાં આવ્યો છે.





