Osama Bin Laden Son Omar Laden Interview: અલ કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના (Osama Bin Laden)પુત્રોમાંથી એક ઉમર લાદેને દાવો કર્યો છે કે તેના પિતા તેને પોતાના રસ્તે લઇ જવા માંગતા હતા. તેના પિતા બાળપણમાં અફઘાનિસ્તાનમાં બંદૂક ચલાવવા અને પોતાના પાળેલા કૂતરા પર રાસાયણિક હથિયારોનું પરિક્ષણ કરવા માટે ટ્રેનિંગ આપી રહ્યા હતા.
ઓસામા બિન લાદેનના ચોથા પુત્ર ઉમર લાદેને કતારની યાત્રા દરમિયાન ધ સન અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઘણા સનસનીખેજ ખુલાસા કર્યા છે. ઉમરે દાવો કર્યો કે તે પીડિત છે અને પોતાના પિતા સાથે પસાર કરેલા ખરાબ સમયને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
ઉમર લાદેન ફ્રાન્સના નોર્મડીમાં પત્ની જૈના સાથે રહે છે
41 વર્ષીય ઉમર લાદેન હવે ફ્રાન્સના નોર્મડીમાં પત્ની જૈના સાથે રહે છે. પિતા ઓસામા બિન લાદેનને યાદ કરતા કહે છે કે તેના પિતાએ પોતાના કામને આગળ વધારવા માટે તેની પસંદગી કરી હતી. જોકે તેણે ન્યૂયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલાના કેટલાક મહિના પહેલા એપ્રિલ 2001માં અફઘાનિસ્તાન છોડી દીધું હતું. ઉમર લાદેને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મેં તેમને અલવિદા કહ્યું અને તેમણે મને અલવિદા કહ્યું હતું. જોકે મારા પિતા આ વાતથી ખુશ ન હતા કે હું જઈ રહ્યો છું.
આ પણ વાંચો – અમેરિકામાં સમલેંગિક વિવાહ કાયદો પાસ, રાષ્ટ્રપતિ જો બાઈડને સપોર્ટમાં આપ્યો વોટ
પોતાના પિતાના માણસો દ્વારા કરવામાં આવેલા કેમિકલ ટેસ્ટ વિશે વાત કરતા ઉમર લાદેને કહ્યું કે મેં બધું જોયું હતું. તેમણે મારા પાળેલા કૂતરા પર તેનો પ્રયોગ કર્યો હતો. હું ખુશ ન હતો. હું જેટલો બની શકું તે ખરાબ સમયને ભૂલવાનો પ્રયત્ન કરું છું. આ ઘણું મુશ્કેલ છે. તમે દરેક સમયે પીડિત રહો છો.
વ્યવસાયે પેઇન્ટર છે ઉમર લાદેન
ઉમર હવે એક પેઇન્ટર છે. તેનું માનવું છે કે તેની કલા ચિકિત્સાની જેમ છે અને અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષ રહ્યા પછી તેનો મનપસંદ વિષય પહાડ છે. માર્ચ 1981માં બિન લાદેનની પ્રથમ પત્ની નવજાથી જન્મેલા ઉમરે કહ્યું કે માકા પિતાએ ક્યારેય પણ મને અલકાયદામાં સામેલ થવા માટે કહ્યું નથી. જોકે તેમણે મને જણાવ્યું કે હું તેમના કામને આગળ વધારવા માટે પસંદ થયેલો પુત્ર હતો. જ્યારે મેં કહ્યું કે હું તે જીવનના અનુકુળ નથી તો તે નિરાશ થઇ ગયા.
જ્યારે ઉમર લાદેનને પૂછવામાં આવ્યું કે તમને કેમ લાગે છે કે તેના પિતાએ તેને પોતાના ઉત્તરાધિકારી પસંદ કર્યો છે. તો તેણે કહ્યું કે મને ખબર નથી. કદાચ એટલા માટે કે હું વધારે બુદ્ધિશાળી હતો અને આ જ કારણ છે કે હું આજે જીવિત છું.