Pakistan inflation : પાકિસ્તાન સતત મોંઘવારીના બોજ હેઠળ દબાયેલું જોવા મળી રહ્યું છે. જ્યાં પાકિસ્તાન સરકાર (Pakistan goverment) દેશની સ્થિતિ જાળવી રાખવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી મદદની અપેક્ષા રાખી રહી છે. સાથે જ સરકારે મોંઘવારી વધારવાની ગતિ તેજ કરી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, મિની-બજેટને બહાર પાડ્યાના કલાકો બાદ, પાકિસ્તાન સરકારે બુધવારે રાત્રે પેટ્રોલ અને ગેસના ભાવમાં ઐતિહાસિક વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 22.20 રૂપિયાના વધારા બાદ પેટ્રોલની કિંમત 272 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
ગેસ અને ડીઝલના ભાવમાં પણ વધારો
હાઈ-સ્પીડ ડીઝલની કિંમતમાં 17.20 રૂપિયાના વધારા બાદ હાઈ-સ્પીડ ડીઝલની કિંમત 280 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 12.90 રૂપિયાના વધારા બાદ હવે કેરોસીન તેલ 202.73 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. આ દરમિયાન, લાઇટ ડીઝલ તેલ 9.68 રૂપિયાના વધારા બાદ 196.68 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. પાકિસ્તાની મીડિયા અનુસાર, નવી કિંમતો ગુરુવારે સવારે 12 વાગ્યાથી લાગુ થશે.
મિની-બજેટ દ્વારા, પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની આગેવાની હેઠળની સંઘીય સરકારનો ઉદ્દેશ્ય બજેટ ખાધ ઘટાડવા અને તેના કર સંગ્રહને વિસ્તૃત કરવાનો છે. ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) એ એક SRO જાહેર કર્યો છે.
જેમાં સ્ટાન્ડર્ડ 17 ટકા જનરલ સેલ્સ ટેક્સ (જીએસટી) વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે, જે 115 અબજ રૂપિયાના ટેક્સ વસૂલાત માટે છે, જ્યારે બાકીના 55 અબજ રૂપિયા અન્ય પગલાં દ્વારા જનરેટ કરવામાં આવશે.
આ પણ વાંચો – મુંબઈ, ઢાકા, લંડન, ન્યૂયોર્ક સમુદ્રના સ્તરમાં વૃદ્ધિથી મહાનગરો પર મંડરાતો ખતરો: રિપોર્ટ
મિની-બજેટમાં બીજું શું છે?
‘મિની-બજેટ’માં પેટ્રોલના ભાવમાં વધારા બાદ પાકિસ્તાનમાં ફુગાવો ઝડપથી વધવાની ધારણા છે. મૂડીઝ એનાલિટિક્સ વરિષ્ઠ અર્થશાસ્ત્રી કેટરિના એલએ આગાહી કરી છે કે, પાકિસ્તાનમાં ફુગાવો 2023 ના પ્રથમ છ મહિનામાં સરેરાશ 33 ટકા રહી શકે છે અને એકલા IMF તરફથી બેલઆઉટ પેકેજ અર્થતંત્રને પુનર્જીવિત કરે તેવી શક્યતા પણ ઓછી છે.