ચીનમાં તાવથી લોકો પીડિત , હોસ્પિટલોમાં કતારો, કોરોના નહીં, તો શું કારણ છે?

Pneumonia in china : ચીનમાં લોકો તાવ (fever) ની બીમારીથી પીડિત, ચીનના ઘણા શહેરોમાં ન્યુમોનિયા ફેલાયો છે. ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા, રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ, રાઈનોવાઈરસ અને અન્ય શ્વસન વાઈરસ ચીનમાં પરિસ્થિતિ બગડી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

Written by Kiran Mehta
Updated : December 25, 2023 18:42 IST
ચીનમાં તાવથી લોકો પીડિત , હોસ્પિટલોમાં કતારો, કોરોના નહીં, તો શું કારણ છે?
ચીનમાં ન્યુમોનિયાથી લોકો ત્રાહિમામ

Pneumonia in china : ચીન ફરી એકવાર ન્યુમોનિયાના પ્રકોપનો શિકાર બન્યું છે. ત્યાંના લોકોના મનમાં કોરોના યુગની સૌથી ખરાબ યાદો ફરી દોડવા લાગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંના સૌથી મોટા પ્રાંતના લોકોએ ખુલાસો કર્યો છે કે, ન્યુમોનિયાના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

એવું માનવામાં આવે છે કે, સપ્ટેમ્બરથી ચીનના ઘણા શહેરોમાં ન્યુમોનિયા ફેલાયો છે. પહેલા બાળકો તેનો શિકાર બન્યા અને હવે મોટી ઉંમરના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે.

શું માહિતી બહાર આવી રહી છે?

ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા, રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ, રાઈનોવાઈરસ અને અન્ય શ્વસન વાઈરસ ચીનમાં પરિસ્થિતિ બગાડી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

આ બાજુ સરકારે કોવિડના કેસોને નકારી કાઢ્યા છે, ત્યારે જનતા પણ કોવિડના અસ્તિત્વ વિશે વાત કરી રહી છે. જોકે બંનેના લક્ષણો લગભગ સરખા છે. લોકોને તાવ આવ્યા બાદ તીવ્ર ઠંડી લાગે છે. આ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. હેનાન પ્રાંતની ઘણી હોસ્પિટલો લગભગ ભરાઈ ગઈ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ