Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/attack.jpg)
નાઈજીરિયામાં બે સમુદાયો વચ્ચે મોટો હુમલો થયો છે. (ANI)
નાઈજીરિયામાં બે સમુદાયો વચ્ચે હુમલો થયો છે. જેમાં 16 લોકોના મોત થયા હતા. ઉત્તર-મધ્ય રાજ્યના ઉચ્ચપ્રદેશના વિસ્તારમાં જ્યાં હુમલો થયો છે, ત્યાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ વર્ષે મે મહિનામાં પણ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ઘણા વર્ષોથી તણાવ છે.
Advertisment
આ વિસ્તારમાં અનેક જાતિ અને સમુદાયના લોકો રહે છે. તેમની વચ્ચે કોમી સંઘર્ષના સમાચારો સામે આવતા રહે છે. એએફપી અનુસાર, હુમલાની આ ઘટના મુશુ ગામમાં સામે આવી છે. નાઈજિરિયન આર્મીએ આ ઘટના અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us