PM Narendra Modi state visit America : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની અમેરિકાની સીમાચિહ્નરૂપ ‘સ્ટેટ વિઝિટ’ માટે યુએસમાં પહોંચી ગયા છે. આ વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરમાં હાજરી આપશે, જ્યાં તેઓ યુએસના રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મંત્રણા કરશે. પીએમ મોદી 21થી 23 જૂન – એમ કુલ ત્રણ દિવસના વિદેશ પ્રવાસે અમેરિકા પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ 24 અને 25 જૂને ઇજિપ્તની મુલાકાતે જશે. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ ઘણા બધા દ્રષ્ટિકોણથી બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.