અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સરમુખત્યાર ગણાવ્યા છે. આ સિવા બિડેને કહ્યું કે, જ્યારે તાજેતરમાં એક ચાઈનીઝ બલૂન ઉડાડવામાં આવ્યું, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ ખૂબ જ શરમાઈ ગયા હતા. જો બિડેનનું આ નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રવાસ પર છે અને આ દરમિયાન તેમની ટિપ્પણી સામે આવી છે.
તાનાશાહોએ ઘણી શરમ અનુભવી: જો બિડેન
જો બિડેન કેલિફોર્નિયામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે આ વર્ષની શરૂઆતમાં અમેરિકા દ્વારા ચીનના જાસૂસ બલૂનને તોડી પાડવામાં આવ્યું, ત્યારે સરમુખત્યારોએ તેના પછી ઘણી શરમ અનુભવી હતી.
કેલિફોર્નિયામાં એક કાર્યક્રમને સંબોધતા જો બિડેને કહ્યું, “જ્યારે અમે જાસૂસી સાધનોથી ભરેલા બે બોક્સ કાર સાથે તે બલૂનને નીચે ઉતાર્યા ત્યારે શી જિનપિંગ ખૂબ જ પરેશાન થયા હતા. સરમુખત્યારો માટે આ ખૂબ જ શરમજનક બાબત હતી. શું થયું તેની તેમને ખબર પણ ન પડી. તે જ્યાં હતો ત્યાં ન જવું જોઈએ. તે ચોક્કસપણે ઉડાડી દેવામાં આવ્યો હતો.”
શિ જિનપિંગે-બ્લિન્કેનની થઈ મુલાકાત
શી જિનપિંગે સોમવારે બેઇજિંગમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, શી જિનપિંગે બિડેનની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ દરેક વ્યક્તિ તે જાણે છે બિડેનની આ ટીપ્પણી ચીનને પસંદ નહીં આવે, આનાથી બંને દેશ વચ્ચેના સંબંધો પર અસર પડશે, જે પહેલાથી જ સારા ચાલી રહ્યા નથી.
આ પણ વાંચો – PM Modi US state visit Live: પીએમ નરેન્દ્ર મોદી સ્ટેટ વિઝિટ માટે અમેરિકા પહોંચ્યા, ભવ્ય સ્વાગત
શી જિનપિંગ અને બ્લિંકન આગામી સપ્તાહો અને મહિનામાં યુએસ અધિકારીઓની વધુ મુલાકાતો સાથે રાજદ્વારી જોડાણ ચાલુ રાખવા સંમત થયા હતા. બિડેને મંગળવારે બાદમાં કહ્યું હતું કે, યુએસ ક્લાઈમેટ રાજદૂત જોન કેરી ટૂંક સમયમાં ચીનની મુલાકાત લઈ શકે છે. બિડેને સોમવારે કહ્યું કે, તેમને લાગ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સાચા માર્ગ પર છે અને બ્લિંકનની મુલાકાત દરમિયાન પ્રગતિ થઈ હોવાનો સંકેત આપ્યો હતો.