PM Narendra Modi Visit Australia: ઓસ્ટ્રેલિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન વ્યાપાર, રક્ષા, ટેક્નોલોજી સહિત અને મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. વાર્તા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થની અલ્બનીઝે જોઈન્ટ સ્ટેટેમન્ટ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલનિયન વડાપ્રધાન સાથે વાર્તા બાદ પીએમ મોદીએ શું કહ્યું ચાલો જાણીએ ભાષણની મુખ્ય વાતો..
1 – પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો ઉપર હુમલો અને અલગાવવાદી તત્વોની ગતિવિધઓ અંગે અમે પહેલા જ વાત કરી હતી અને આજે પણ વાત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના સૌહાર્દપૂર્ણ સંબંધોને કોઈપણ તત્વ પોતાના વિચારો અથવા એક્શનથી આઘાત પહોંચાડે એ અમને સ્વીકાર્ય નથી.
2 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કહ્યું કે ક્રિકેટની ભાષામાં કહું તો અમારા અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ટી-20 મોડમાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે જીવીત પુલ છે. આજે વડાપ્રધાન એંથની અલ્બનીઝ સાથે વાર્તામાં આગામી દશકમાં પોતાની વ્યાપારિક રણનીતિક ભાગીદારીઓને નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાની વાત કરી હતી. નવા ક્ષેત્રોમાં આપસી સહયોગની સંભાવનાઓ પર વિસ્તારથી ચર્ચા કરી છે.
3 – ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ કહ્યું કે ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોનું પરિપેક્ષ્ય માત્ર બંને દેશો સુધી સીમિત નથી. આ ક્ષેત્રીય સ્થિરતા, શાંતિ અને વૈશ્વિક કલ્યાણથી પણ જોડાયેલું છે. ક્વાડ સમિટમાં વડાપ્રધાન એંથોની અલ્બનીઝની સાથે અમે ઇન્ડો પેસિફિક ઉપર પણ ચર્ચા કરી હતી. ભારત ઓસ્ટ્રેલિયા સહયોગ ગ્લોબલ સાઉથની પ્રગતિમાં પણ લાભકારી થઈ શકે છે.
4 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ખનન અને મહત્વપૂર્ણ ખનિજના સંબંધ પોતાના રણનીતિક સહયોગને આગળ વધારવા ઉપર સકારાત્મક ચર્ચા થઇ. નવીકરણીય ઉર્જામાં સહયોગ માટે ઠોસ ક્ષેત્રની ઓળખ કરી. ગ્રીન હાઇડ્રોજન પર એક ટાસ્ક ફોર્સના ગઠનનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાઈ સીઈઓસથી વિભિન્ન ક્ષેત્રોમાં રોકાણને લઇને મારી ઉપયોગી વાત થઇ.
5 – ઓસ્ટ્રેલિયન પીએણ એન્થની અલ્બનીઝની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું આ વર્ષે ક્રિકેટ વિશ્વ કપ માટે પીએમ એંથની અલ્બનીઝ અને દરેક ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્રશંસકોને ભારત આવવા માટે આમંત્રણ આપું છું. એ સમયે તમને ભારતની ભવ્ય દિવાળી પણ જોવા મળશે.