scorecardresearch

નેપાળમાં જાની દુશ્મન થયા એક : નવી સરકાર માટે ઓલી પ્રચંડ ગઠબંધન, પુષ્પ કમલ પ્રચંડ બન્યા નવા વડાપ્રધાન, ભારતમાં ચિંતા

Nepal PM Pushpa Kamal Dahal Prachanda : ભારત માટે દેઉબા સૌથી સારી સ્થિતિમાં હતા. દિલ્હી ઓલીને ચીનના સમર્થકના રુપમાં જુવે છે

નેપાળમાં જાની દુશ્મન થયા એક : નવી સરકાર માટે ઓલી પ્રચંડ  ગઠબંધન, પુષ્પ કમલ પ્રચંડ બન્યા નવા વડાપ્રધાન, ભારતમાં ચિંતા
પુષ્પ કમલ દહલ "પ્રચંડે" સોમવારે નેપાળના નવા પ્રધાનમંત્રીના રુપમાં શપથ લીધા છે

યુબરાજ ઘીમીરે : પુષ્પ કમલ દહલ “પ્રચંડે” સોમવારે નેપાળના નવા પ્રધાનમંત્રીના રુપમાં શપથ લીધા છે. તેમણે પોતાના દુશ્મન પૂર્વ પ્રધાનમંત્રી ખરગા પ્રસાદ ઓલી સાથે હાથ મિલાવ્યો છે. નેપાળની રાજાશાહી સમાપ્ત થયા પછી 14 વર્ષોમાં પ્રચંડનો પીએમ તરીકે આ ત્રીજો કાર્યકાળ છે. 2006માં મુખ્યધારાની રાજનીતિમાં સામેલ થયા પહેલા તેમણે એક દશક કરતા વધારે સમય સુધી નેપાળમાં માઓવાદી વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું.

રવિવાર સુધી પ્રચંડ પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સાથે ચૂંટણી પહેલા ગઠબંધનમાં હતા. દેઉબાની નેપાળી કોંગ્રેસના નેતૃત્વમાં પાંચ દળોનું ગઠબંધન 20 નવેમ્બર થયેલી ચૂંટણી પછી સૌથી આગળ હતું, જેમણે ત્રિશંકુ વિધાનસભામાં સૌથી વધારે સીટો જીતી હતી. જોકે દેઉબા દ્વારા પ્રચંડને પીએમ બનાવવાની માંગ ફગાવી દેતા પ્રચંડ અંતિમ સમયમાં ગઠબંધનથી બહાર થઇ ગયા હતા.

નવું ગઠબંધન

25 ડિસેમ્બરે કલાકોની અંદર નવો ઘટનાક્રમ થયો હતો. પ્રચંડ અને ઓલી જે એકબીજાના કટ્ટર વિરોધી રહ્યા છે. તેમણે ઓલીના નિવાસસ્થાને ઉત્સાહી સમર્થકોની ભીડના માધ્યમથી સરકાર બનાવવાની દાવેદારી કરી હતી. સંસદના 170 સદસ્યોના સમર્થન પત્ર સાથે રાષ્ટ્રપતિને મળ્યા હતા.

તેમનું ગઠબંધન ફક્ત બે કમ્યુનિસ્ટ પાર્ટીઓનું ગઠબંધન નથી. પ્રચંડની નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી સેન્ટર)અને ઓલીની નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (એકીકૃત માર્ક્સવાદી-લેનિનવાદી). યૂએમએલની 78 સીટો અને માઓવાદી સેન્ટરની 38 સીટો સિવાય અન્ય નાના પક્ષોના સમૂહ પણ છે.

ગઠબંધનમાં એકદમ નવી યુવા કેન્દ્રીત રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી છે, જેની કોઇ સ્પષ્ટ રાજનીતિક વિચારધારા નથી. પણ પ્રભાવશાળી 20 સીટો જીતી છે. નાગરિક ઉન્મુક્તિ પાર્ટી, સીકે રાઉતના નેતૃત્વવાળી જનમત પાર્ટી જેનો આધાર પૂર્વી તરાઇમાં છે અને સમાજવાદી પાર્ટી પણ છે.

સૌથી મોટું આશ્ચર્ય રાજાશાહી સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીનું સમર્થન છે, જેના 14 સભ્યો છે. એકાત્મક હિન્દુ રાજતંત્રથી એક સંઘીય અને ધર્મનિરપેક્ષ ગણરાજ્યમાં નેપાળના પરિવર્તનમાં તેની સક્રિય ભાગીદારી માટે પાર્ટી અમેરિકા, યુરોપિયન યૂનિયન અને ભારતની ટિકા કરતી રહી છે.

આ પણ વાંચો – Nepal PM: 6 પાર્ટીઓનું ગઠબંધન તૈયાર, પુષ્પ કમલ દહલ બનશે નેપાળના આગામી પ્રધાનમંત્રી

અડગ દેઉબા

જો દેઉબા પ્રચંડ સાથે એક સોદાબાજી માટે સહમત થઇ ગયા હોત તો નેપાળ કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન સફળ થઇ શકતું હતું. તેનો મતલબ હતો પ્રધાનમંત્રી પદ ગુમાવવાનો. પર્યવેક્ષકોએ એક સમજુતી વિશે વાત કરી હતી. જેમાં દેઉબાની પત્નીને સરકારમાં એક પદ આપવાની વાત હતી.

જોકે દેઉબાનો પ્રધાનમંત્રી પદ પરનો દાવો હતો. કારણ કે નેપાળી કોંગ્રેસ 89 સીટો સાથે સૌથી મોટી પાર્ટીના રુપમાં ઉભરી હતી. કહેવામાં આવે છે કે પડદા પાછળની વાતચીતમાં તેમણે એ પણ કહ્યું હતું કે તેમને વોશિંગ્ટન અને દિલ્હી બન્નેનું સમર્થન પ્રાપ્ત છે પરિણામ આવ્યા પછી અમેરિકા અને ભારતીય રાજદૂતોએ દેઉબા અને પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. એ આશાથી કે તેમનું ગઠબંધન યથાવત્ રહે.

નેતાઓને મળનાર રાજદૂતોની ટિકા પણ થઇ હતી. હરિફો અને ટિકાકારોએ ચેતવણી આપી કે સરકારના ગઠનને પ્રભાવિત કરવાથી કોઇપણ કાર્યને જનાદેશ વિધ્વંસના રૂપમાં જોવામાં આવી શકે છે. તેમના આ કાર્ય ચીનને પણ આકર્ષિત કરી શકે છે.

ચીન ફેક્ટર

કાઠમાંડુમાં બીજિંગના અત્યાર સુધીના સૌથી હાઇ-પ્રોફાઇલ દૂત હોઉ યાન્કીના આ વર્ષના શરૂઆતમાં ગયા પછી કોઇ ચીની રાજદૂત આવ્યા નથી. હોઉએ ઓલી અને પ્રચંડ વચ્ચે 2018માં કમ્યુનિસ્ટ ગઠબંધન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી, જે 2021માં તૂટી ગયું હતું. નવી સરકાર સ્થાપિત થયા પછી ચીનના નવા રાજદૂત ચેન સોંગ કાઠમાંડુ પહોંચશે.

માઓવાદી સેન્ટરના મહાસચિવ બર્શમન પુન, જેમણે હંમેશા બે કમ્યુનિસ્ટ પાર્ટીઓ વચ્ચે ગઠબંધનનું સમર્થન કર્યું છે. કથિત રીતે ચિકિત્સા સારવાર પછી ચીનમાં બે સપ્તાહ વિતાવ્યા પછી હાલમાં જ પરત ફર્યા છે. ઓલી અને પ્રચંડને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી, જે ઓલીના નજીકના છે. વામપંથી તાકાતને એક સાથે આવવાનું સમર્થન કરે છે અને દેઉબા-પ્રચંડના ગઠબંધનથી સહજ ન હતા. કહેવામાં આવે છે કે બીજિંગમાં ચીન રાજનયિકો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે નિકટના સંપર્કમાં રહ્યા હતા.

ભારતનું હિત

ભારત માટે દેઉબા સૌથી સારી સ્થિતિમાં હતા. દિલ્હી ઓલીને ચીનના સમર્થકના રુપમાં જુવે છે. સરકાર બનાવવા માટે કમ્યુનિસ્ટ તાકાતોનું એકસાથે આવવું સમયને પાછળ લઇ જવા બરાબર છે. 2015-16 અને 2018-2021 સુધી ઓલીના કાર્યકાળ દરમિયાન સંબંધોમાં કડવાહટ પછી 2021માં દેઉબા પીએમ બન્યા પછી ભારત-નેપાળના સંબંધોમાં સુધારો થયો હતો.

ભારત માટે આ સંબંધ કેટલો મહત્વપૂર્ણ છે તેનો સંકેત આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચંડને અભિનંદન આપનાર પ્રથમ વિદેશી નેતા હતા. માઓવાદી નેતા 2005થી ભારતના સમર્થનના લાભાર્થી રહ્યા છે. 2016માં જ્યારે ઓલીને હટાવી દીધા હતાતો દિલ્હીને સ્પષ્ટ રાહત મળી હતી.

પ્રચંડની સરકાર પર ઓલીનો પ્રભાવ દ્વિપક્ષીય સંબંધોમાં એક કારણ બનશે. આ વર્ષે પ્રચંડે દિલ્હીના પ્રવાસ દરમિયાન મોદીને મળવાની વાત કરી હતી પણ મુલાકાત થઇ ન હતી. હાલ બે મહિના પહેલા દેઉબાનું રેડ કાર્પેટ પર સ્વાગત થયું હતું.

દિલ્હી માટે હાલની ચિતા વેસ્ટ સેતી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પરિયોજના છે. જેને દેઉબા સરકારના કાર્યકાળમાં શરુ કર્યો હતો. ઓલીના યૂએમએલએએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. 1990ના દશકમાં સંસદીય લોકતંત્ર અને 2008માં ગણતંત્ર બન્યા પછી નેપાળના 32 વર્ષોનાં 33 સરકાર બની છે.

Web Title: Pushpa kamal dahal prachanda sworn in as pm new tie ups in nepal concern in india

Best of Express