ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ કેરોલિના રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી, નિક્કી હેલીને તેના ઘરમાં હરાવી

ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કેરોલિના જીતીને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા તરફ આગળ વધી રહ્યા છે. જો તેઓ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે તો તેમનો સામનો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે થશે

Written by Ashish Goyal
February 25, 2024 10:15 IST
ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ કેરોલિના રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી, નિક્કી હેલીને તેના ઘરમાં હરાવી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (તસવીર - ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્સ્ટાગ્રામ)

Donald Trump : અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ પદના દાવેદારોએ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક સારા સમાચાર આવ્યા છે. તેમણે પોતાના હરિફ નિક્કી હેલીને તેના જ ગૃહ રાજ્યમાં હરાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કેરોલિનામાં રિપબ્લિકનની પ્રાથમિક ચૂંટણીમાં નિક્કી હેલીને હરાવ્યા છે.

ટ્રમ્પ દક્ષિણ કેરોલિના જીતીને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા તરફ આગળ વધી રહ્યા છે. જો તેઓ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે તો તેમનો સામનો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે થશે. સાઉથ કેરોલિનામાં જ્યારે ચૂંટણી યોજાઈ, આ પછી તમામ સર્વેમાં તેમની જીત નિશ્ચિત હોવાનું કહેવાતું હતું.

નિક્કી હેલી કેરોલિનાની રહેવાસી છે

નિક્કી હેલી કેરોલિનાની રહેવાસી છે અને ગવર્નરની ચૂંટણી બે વાર જીતી ચૂકી છે. પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણીમાં તે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકી ન હતી. નિક્કી હેલીની હાર તેમના માટે મોટો ફટકો છે કારણ કે તે લગભગ રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો – રશિયન રાષ્ટ્રપતિ : નેવેલની પત્ની યુલિયા કેવી રીતે વધારી શકે છે પુતિનની મુશ્કેલીઓ? વાંચો ઇનસાઇડ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીના પાંચેય મુકાબલા જીતી ચૂક્યા છે

ટ્રમ્પ અત્યાર સુધીના પાંચેય મુકાબલા જીતી ચૂક્યા છે. સાઉથ કેરોલિના પહેલા તે આયોવા, હેમ્પશાયર, નેવાડા અને યુએસ વર્જિન આઈલેન્ડમાં જીતી મેળવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે નિક્કી હેલી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકના રાજદૂત તરીકે કામ કરતા હતા. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ અને હેલી વચ્ચે આકરી નિવેદનબાજી જોવા મળી હતી.

નિક્કી હેલીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ હારી શકે છે, તેથી લોકોએ અન્ય રિપબ્લિકન ઉમેદવાર પર વિશ્વાસ કરવો જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ