Russia – ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે દુનિયાના વિવિધ દેશો પ્રભાવિત થયા છે. યુદ્ધ શરુ થયા બાદ યુક્રેનમાં રહેતા ભારતીયોએ પોતાનું બધું છોડીને ભાગવું પડ્યું હતું. આશા હતી કે યુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ જશે પરંતુ આ યુદ્ધ હજી પણ ચાલું છે. આવી સ્થિતિ વચ્ચે ત્યાંથી પરત આવેલા લોકોને વિવિધ પ્રકારની ચિંતા સતાવવા લાગી છે.
મેલ જેગુઆર 24 મહિનાનો છે અને ફિમેલ બ્લેક પેન્થર 14 મહિનાની છે
મૂળ રૂપથી આંધ્રા પ્રદેશના રહેનારા ડોક્ટર ગિદીકુમાર પાટીલ પણ યુદ્ધ શરૂ થવાની સાથે જ પોલેન્ડ ચાલ્યા ગયા હતા. તેઓ યુક્રેનમાં જે હોસ્પિટલમાં હાડકા સંબંધ રોગોની સારવાર કરતા હતા. તે હોસ્પિટલ યુદ્ધમાં તબાહ થઈ ગઈ હતી. બોમ્બમારા વચ્ચે ઉતાવળમાં પાટીલ ત્યાંથી નીકળી તો ગયા પરંતુ તેમના પાળતું પ્રાણી જેગુઆર અને પેન્થર ત્યાં જ રહી ગયા હતા. મેલ જેગુઆર 24 મહિનાનો છે અને ફિમેલ બ્લેક પેન્થર 14 મહિનાની છે. ગિદીકુમારે બંનેને વર્ષ 2020માં યુક્રેનની રાજધાની કીવમાંથી ખરીદ્યા હતા.
આ પણ વાંચોઃ- આશરે ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયું દુબઈનું હિન્દુ મંદિર, 16 દેવતા અને ગુરુગ્રંથ સાહિબ, QR કોડથી થશે બુકિંગ
ભારત સરકારને અપીલ કરી છે કે તેમના પાળતું પ્રાણીઓને રેસ્ક્યૂ કરવામાં આવે
હવે પાટીલે ભારત સરકારને અપીલ કરી છે કે તેમના પાળતું પ્રાણીઓને રેસ્ક્યૂ કરવામાં આવે. જંગલી પ્રાણીઓ પાળવાના પોતાના શોખના કારણે 42 વર્ષીય ગિદીકુમાર પાટીલને જેગુઆર કુમાર પણ કહેવામાં આવે છે. કીવ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા મદદ કરવામાં અસમર્થતા વ્યક્ત કર્યા બાદ તેમણે સીધી જ ભારત સરકાર પાસે મદદ માંગી હતી.
આ પણ વાંચોઃ- તેહરાનથી ચીન જઈ રહેલા વિમાનમાં બોમ્બના સમાચાર, પાયલોટે દિલ્હી ATCની માંગી હતી મદદ
ભારતીય મૂળના ગિદીકુમાર પાટીલ યૂક્રેનના નાગરિક છે
પોલેન્ડના વારસામાં શરણ લીધેલા પાટીલે પીટીઆઈને જણાવ્યું હતું કે “મારું વિનમ્ર નિવેદન છે કે બિલ્લીઓની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષાની ઝડપથી વ્યવસ્થા કરવામાં આવે.” ભારતીય મૂળના ગિદીકુમાર પાટીલ યૂક્રેનના નાગરિક છે. યુદ્ધ પહેલા તેઓ સેવેરોડોનેત્સ્ક સ્થિત હોસ્પિટલમાં કામ કરતા હતા.