Russia Ukraine War: રશિયા- યુક્રેન વચ્ચે ચાલુ થયેલ યુદ્ધ બંધ થવાનું નામજ નથી લેતું, રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે. એકવાર ફરી રશિયાએ યુક્રેનની રાજધાની કીવને નિશાન બનાવી હતી. રશિયાએ કીવના ઘણા શહેરો પર હુમલા કર્યા હતા.
યુક્રેનની રાજધાની કીવમાં બુધવારે રશિયન મિસાઈલ હુમલા દ્વારા 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા, જયારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. રશિયન હુમલાના પગલે કીવ સહીત આખા યુક્રેનમાં હવાઈ હુમલાની ચેતવણી સાઇરન દ્વારા જાહેર કરી હતી.
સાયરન વાગ્યાના થોડા સમય પછી કીવમાં વિસ્ફોટ થયાનો અવાજ સંભળાયો હતો, જેનાથી લાગ્યું કે શહેરમાં ઘણા બૉમ્બ વિસ્ફોટ થયા છે. ત્યાંના મેયર વીટાલીએ ટેલિગ્રામ પર લખ્યું કે ” રાજધાનીના એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થયો છે. તે લોકોને બંકરોમાં રહેવાની સલાહ અપાઈ છે. હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઇરન અમે સતત શરુ રાખી છે. મેયરે કોઈ વિસ્તૃત માહિતી આપી ન હતી.
આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં ભૂકંપઃ “હે ભગવાન અમારા પર દયા કરો”, ભૂકંપ દરમિયાન હડકંપ, અત્યાર સુધીમાં કુલ 162ના મોત
અધિકારોએ રશિયન હુમલા પછી કીવ અને પાડોસી મોલ્ડોવા સહીત ઘણા યુક્રેની શહેરોમાં પાવર આઉટેજ(વીજળી ગુલ) ની જાણ હતી.
યુક્રેનના વિદેશમંત્રી, દમિત્રો કૂલેબાએ યુક્રેનમાં તાજેતરમાં થયેલ રશિયન હુમલા પછી આપણા દેશને “શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ” પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે. કૂલેબાએ ટ્વીટ્ટ કરીને કહ્યું હતું કે, મોસ્કોએ કીવ અને અન્ય યુક્રેની શહેરોને નિશાન બનાવવા માટે નવી મિસાઇલોનો આતંક શરું કર્યો છે. આ સિવાય રશિયાના ટાર્ગેટ પર યુક્રેનના એટોમિક પાવર સ્ટેશન વાળા શહેરો પણ છે. એના પર પણ રશિયા હુમલાઓ કરવાનું બંધ કરતું નથી.
આ પણ વાંચો: અમેરિકા: નાઇટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત, 18 ઇજાગ્રસ્ત
સંઘર્ષ
યુક્રેનના પૂર્વમાં લડાઈઓ શરૂ થઇ હતી, જ્યાં રશિયાએ દક્ષિણમાં ખેરસન શહેરની આસપાસ કેટલાક દળોને મોકલ્યા હતા. રશિયા 2014 થી તેના પ્રોક્સીઓ દ્વારા રાખવામાં આવેલા ડોનેટ્સક શહેરની પશ્ચિમમાં ફ્રન્ટલાઇનના પટ સાથે તેના પોતાના આક્રમણને દબાવી રહ્યું છે.
યુક્રેનિયન સૈન્યએ કહ્યું કે, “દુશ્મન દેશ અમારા સૈનિકો અને વસાહતોની નજીક સંપર્ક રેખા (ડોનેટ્સક પ્રદેશમાં) પર ગોળીબાર કરવાનું બંધ કરતું નથી.