Saudi Arab: ભારત અને સાઉદી અરબ વચ્ચે મજબૂત થતા સંબંધોમાં ગુરુવારે એક નવી કડી જોડાઇ છે. સાઉદી અરબે નિર્ણય લીધો છે કે હવે ભારતીય નાગરિકોને સાઉદી અરબમાં વિઝા મેળવવા માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની આવશ્યકતા પડશે નહીં.
આ જાણકારી દિલ્હીમાં સાઉદી દૂતાવાસે ગુરુવારે ટ્વિટ કરીને આપી હતી. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે સાઉદી અરબ અને ભારત વચ્ચે મજબૂત સંબંધો અને રણનીતિક ભાગીદારીને જોતા કિંગડમે ભારતીય નાગરિકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જમા કરવાથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો – જી-20 સમિટ : ઇન્ડોનેશિયાએ ભારતને સોંપી G-20 સમિટની અધ્યક્ષતા, પીએમ મોદીએ ગણાવી ગર્વની ક્ષણ
સાઉદી અરબ દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોને વિઝા પ્રાપ્ત કરવા હવે પોલીસ ક્લિયરેન્સ સર્ટિફિકેટ જમા કરાવવાની આવશ્યકતા રહેશે નહીં. દૂતાવાસે કહ્યું કે આ નિર્ણય બન્ને દેશોના સંબંધોને વધારે મજબૂત કરવાના પ્રયત્નો અંતર્ગત લેવામાં આવ્યો છે. દૂતાવાસે કહ્યું કે સાઉદી અરબમાં શાંતિપૂર્વક રહી રહેલા 20 લાખથી વધારે ભારતીય નાગરિકોના યોગદાનની પ્રશંસા કરે છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાન આ મહિને પ્રધાનમંત્રી મોદીને મળવા માટે ભારત આવવાના હતા. જોકે શેડ્યુલિંગ મુદ્દાના કારણે યાત્રા રદ કરી દેવામાં આવી હતી. કારણ કે પીએમ મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20 શિખર સંમેલનમાં જઇ રહ્યા હતા.