Science News એપોલો 11 : ચંદ્ર સપાટી પર નીલ આર્મસ્ટ્રોંગે મુકેલું ‘સાધન’ આજે પણ ‘ધબકી’ રહ્યું છે, જાણો કેમ છે ખાસ

Moon Mission: એપોલો 11 જ્યારે પહેલી વાર ચંદ્ર પર ઉતર્યું, ત્યારે એસ્ટ્રોનોટ્સ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિને ચંદ્ર પર એક સાધન મૂક્યું હતું જે આજે પણ કાર્યરત છે.

Written by Haresh Suthar
Updated : July 20, 2023 19:28 IST
Science News એપોલો 11 : ચંદ્ર સપાટી પર નીલ આર્મસ્ટ્રોંગે મુકેલું ‘સાધન’ આજે પણ ‘ધબકી’ રહ્યું છે, જાણો કેમ છે ખાસ
Moon Mission Apollo 11 News: ચંદ્ર સપાટી નીલ આર્મસ્ટ્રોંગે મુકેલું સાધન આજે પણ કાર્યરત છે. (તસવીર - નાસા)

Moon Mission Apollo 11 updates : આજથી બરાબર 54 વર્ષ પહેલાં, 20 જુલાઈ, 1969ના રોજ, એપોલો 11 અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માનવ બન્યા હતા. થોડા સમય પછી સાથીદાર બઝ એલ્ડ્રિન પણ તેમની સાથે જોડાયા હતા અને એ ક્ષણ ઐતિહાસિક બની હતી. બીજા ગ્રહ પર માનવના આગમનની આ સિધ્ધિ આજે પણ ચંદ્ર પર ધબકી રહી છે. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર ઉતર્યા ત્યારે તેમણે ચંદ્રની સપાટી પર એક સાધન મૂક્યું હતું જે આજે પણ કાર્યરત છે અને કામ કરી રહ્યું છે.

મૂન મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર માનવ દ્વારા મુકાયેલ પ્રથમ સાધન લેસર રેન્જિંગ રેટ્રોરેફ્લેક્ટર (LRRR) છે નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા ચંદ્રની સપાટી પર 54 વર્ષ પહેલા મુકાયું હતું. જે પૃથ્વી તરફ એરેને લક્ષ્ય અને સંરેખિત કરવા માટે ફોલ્ડિંગ સપોર્ટ સ્ટ્રક્ચર પર બનાવાયે “રેટ્રોરેફ્લેક્ટર એરે” છે. જેને ફ્યુઝ્ડ સિલિકાથી બનાવામાં આવ્યું છે. પૃથ્વીથી ચંદ્ર પર મોકલવામાં આવેલા લેસર-રેન્જિંગ બીમ LRR દ્વારા પાછા પ્રતિબિંબિત થાય છે, જે અહીંના વૈજ્ઞાનિકોને બંને વચ્ચેના અંતરના માપની ચોક્કસ ગણતરી કરવામાં મદદરૂપ છે.

લેસર બીમને આપણા ગ્રહ પર પાછા ફરવા માટે જરૂરી સમયને માપીને બે ગ્રહ વચ્ચેના અંતરની ગણતરી કરવામાં આવે છે. આ માપ એટલું સચોટ હોઈ શકે છે કે સાચા આંકડાથી મહત્તમ તફાવત છ ઇંચની આસપાસ જેટલો જ હોઇ શકે છે એવું સાયન્સ જર્નલમાં એક લેખમાં કહેવાયું છે.

પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર દરેક સમયે એક સમાન નથી હોતું. બંને ભ્રમણ કરતા હોવાથી સમય સાથે એ અંતર બદલાતું રહે છે. આ સંજોગોમાં રેટ્રોરેફ્લેક્ટર દ્વારા આ અંતરની સચોટ ગણતરી કરી શકાય છે એવું સાઇન્ટિફિક અમેરિકનના માર્ચ 1970 ના અંકમાં જેમ્સ ફોલર અને જોસેફ વામ્લરે લખ્યું છે. ફોલર એ જ વ્યક્તિ છે કે જેમણે એલઆરઆરનો વિચાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો – ચંદ્ર પર એવું તે શું છે બધાને ત્યાં જવું છે

પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ પર અન્ય રીટ્રોરિફ્લેક્ટર પણ મૂકવામાં આવ્યા હતા. ત્રણ યુનાઇટેડ સ્ટેટ્સના એપોલો મિશન દ્વારા જ્યારે બે સોવિયેત યુનિયનના લુના મિશન દ્વારા મૂકવામાં આવ્યા હતા. જોકે Space.com અનુસાર, 17 નવેમ્બર, 1970ના રોજ સોવિયેત યુનિયન દ્વારા ચંદ્ર પર મૂકાયેલ પહેલું રીટ્રોરિફ્લેક્ટર Lunokhod 1 લગભગ ચાલીસ વર્ષ સુધી “ખોવાયેલું” હતું. તે 14 સપ્ટેમ્બર, 1971 થી સંપર્કમાં ન હતું. પરંતુ 2010 માં એસ્ટ્રોફિઝિસ્ટ્સ દ્વારા તે “ફરીથી શોધાયું” હતું. અન્ય તમામ રીટ્રોરેફ્લેક્ટર હજુ પણ કાર્યરત છે.

આ પણ વાંચો – આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ કેમ મનાવાય છે.

ચંદ્ર પર રેટ્રોરિફ્લેક્ટર મૂકવાનો હેતુ ધરાવતા કેટલાક મિશન ઇઝરાયેલની આગેવાની હેઠળના બેરેશીટ મિશન અને ખાસ કરીને, ભારતના ચંદ્રયાન-2 મિશનની જેમ નિષ્ફળ રહ્યા હતા. બેરેશીટ અને ચંદ્રયાન 2 બંને 2019માં ચંદ્રની સપાટી પર ક્રેશ થયા હતા.

બ્રેકિંગ, લેટેસ્ટ અને માહિતીસભર સમાચાર માત્ર એક ક્લિક પર. અહીં તમે ટોપ સમાચાર | ગુજરાત | ભારત | મનોરંજન | રમત | બિઝનેસ | વેબ સ્ટોરી | ફોટા | લાઇફ સ્ટાઇલ અને હેલ્થ સહિત ગુજરાતી સમાચાર જાણી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ મેળવવા માટે અમને ફેસબુક | ઇન્સ્ટાગ્રામ | ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ