Science News: ચંદ્ર પર એવું તે શું છે કે બધાની નજર ‘મૂન મિશન’ પર અટકી છે, જાણો ચંદ્રના રહસ્યો

Moon Missions: ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કરી ભારત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. પરંતું ચંદ્ર પર એવું તે શું છે કે બધા દેશોની નજર અહીં અટકી છે. ચંદ્ર અનેક રહસ્યો અને ખજાનાથી સભર છે. આવો જાણીએ ચંદ્રના રહસ્યો અંગે

Written by Haresh Suthar
Updated : July 26, 2023 13:24 IST
Science News: ચંદ્ર પર એવું તે શું છે કે બધાની નજર ‘મૂન મિશન’ પર અટકી છે, જાણો ચંદ્રના રહસ્યો
ચંદ્રનું મેન્ડેલીવ ક્રેટર (તત્વોના સામયિક કોષ્ટકના શોધક દિમિત્રી મેન્ડેલીવના નામ પરથી નામ આપવામાં આવ્યું છે) તેનો વ્યાસ લગભગ 195 માઇલ (313 કિલોમીટર) છે. તેમાં કેટેના મેન્ડેલીવ નામના ક્રેટર્સની સાંકળ છે. ક્રેડિટ: NASA/GSFC/Arizona State University

Moon Mission updates: બાળકોના મામા એવા ચંદામામા શીતળ અને સૌમ્ય છે પરંતુ ઘણા રહસ્યો સમાવી બેઠા છે. પૃથ્વીથી નજીક હોવાથી ચંદ્રને નરી આંખે પણ સ્પષ્ટ જોઇ શકાય છે. ચંદ્ર ઘણી બધી રીતે બેનમૂન છે. પૃથ્વી અને પૃથ્વીવાસીઓ માટે ચંદ્ર ઘણી બધી રીતે મહત્વ ધરાવે છે. જેને લઇને સૌ કોઇની રૂચી ચંદ્રના રહસ્યો જાણવામાં છે. મોટા દેશો તો ઠીક પણ નાના દેશો પણ ચંદ્ર પર જવા અને ત્યાં બેઝ કેમ્પ બનાવવા ઇચ્છે છે એ હકીકત છે. એ પાછળ પણ ચોંકાવનારા તથ્યો છુપાયેલા છે.

ભારતે ચંદ્રયાન 3 સફળ રીચે લોન્ચ કરી વિશ્વને મેસેજ આપ્યો છે કે, ડિયર મુન, વી આર કમિંગ. આ અગાઉ ભારત સહિત અન્ય દેશોએ પણ મિશન મુન કર્યું છે. પરંતુ કેટલાક સફળ રહ્યા છે તો કેટલાક અસફળ થયા છે. રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર સફળતાપૂર્વક મિશન મોકલવામાં સફળ રહ્યા છે. ભારત ચોથા દેશ તરીકે સિધ્ધિ નોંધાવવા માટે મેદાનમાં ઉતર્યું છે અને ચંદ્રયાન 3 સફળ લોન્ચ કર્યું છે. પરંતુ અહીં સવાલ એ છે કે બધાને ચંદ્ર પર કેમ જવું છે? ચંદ્ર પર એવું તે શું છે કે બધાને એ રહસ્યો પરથી પડદો ઉંચકવો છે. દુનિયાના બધા દેશોની નજર ચંદ્ર પર ટકી છે. ઇસરો પણ મૂન મિશનમાં લાગ્યું છે અને મોટી હરણફાળ ભરી છે.

સૌરમંડળના રહસ્યો જાણી શકાશે

તમે કોઇ રસ્તેથી પસાર થાવ તો અગાઉ તમે અહીંથી પસાર થયા હશો એ નિશાન જોવા નહીં મળે. પરંતુ ચંદ્ર પર આ શક્ય છે. આ કોઇ મજાક નથી પણ હકીકત છે. વર્ષ 1969 માં ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર એસ્ટ્રોનોટ નીલ આમ્સ્ટ્રોન્ગના પગના નિશાન આજે પણ ચંદ્રની સપાટી પર અકબંધ છે. આમ થવાનું કારણ એ છે કે ચંદ્ર પર વાતાવરણ નથી. જેને લીધે અહીં તોફાન કે વાવાઝોડા આવતા નથી અને ઇરોઝનની પ્રક્રિયા થતી નથી.

આ પણ વાંચો: ઈસરોના રોકેટનો ભંગાર મળ્યો બીચ પરથી

અંદાજિત 4 અરબ વર્ષ અગાઉ જ્યારે આપણું સૌરમંડળ રચાયું ત્યારે એસ્ટોરોયડ અને ઉલ્કા પિંડોની તમામ ગ્રહો અને ઉપગ્રહો પર જાણે વરસાદ થઇ રહ્યો હતો. જેને લીધે જ ગ્રહો અને ઉપગ્રહો પર તમામ પ્રકારના ખાડા ટેકરા જેવા આકાર રચાયા.

Moon Mission: મૂન મિશન ચંદ્ર અંગે નાસાએ વિગતે સમજાવ્યું છે આ વીડિયોમાં.

કહેવાય છે કે, આ ઉલ્કા પિંડોના વરસાદને લીધે જ પૃથ્વી પર પાણી અને માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ આવ્યા અને જેનાથી પૃથ્વી પર જીવનનો વિકાસ થયો.

Moon Missions | Moon Mystery | News about Moon | Early Earth
સૌરમંડળના પ્રારંભે પૃથ્વી પર ઉલ્કા અન્ય પદાર્થના તોપમારાનું કાલ્પનિક દ્રશ્ય. ક્રેડિટ: નાસા ઇમેજ લેબ

પરંતુ વાતાવરણના વિકાસના લીધે પૃથ્વી અને અન્ય ગ્રહો પર ધોવાણ થવા લાગ્યું જેને લીધે સમય સાથે પ્રારંભની સ્થિતિ ભૂસાતી ગઇ અને નવી સ્થિતિ આકારનું નિર્માણ થતું ગયું. પરંતુ ચંદ્ર પર વાતાવરણ ન હોવાને લીધે હજુ પણ ત્યાંની સપાટી પર સૌરમંડળના પ્રારંભના તમામ પ્રમાણ હાજર છે કે જેના સંશોધનથી સૌરમંડળ અંગે વધુ જાણકારી મળી શકે એમ છે અને એટલા માટે જ ચંદ્ર પર જવાની સૌ કોઇને ઇચ્છા છે અને બધાની નજર ચંદ્ર પર ટકી છે.

બ્રેકિંગ, લેટેસ્ટ અને માહિતીસભર સમાચાર માત્ર એક ક્લિક પર. અહીં તમે ટોપ સમાચાર | ગુજરાત | ભારત | મનોરંજન | રમત | બિઝનેસ | વેબ સ્ટોરી | ફોટા | લાઇફ સ્ટાઇલ અને હેલ્થ સહિત ગુજરાતી સમાચાર જાણી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ મેળવવા માટે અમને ફેસબુક | ઇન્સ્ટાગ્રામ | ટ્વિટર પર ફોલો કરી શકો છો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ