Scotland : સ્કોટલેન્ડ (Scotland) ની સાંસદમાં થયેલી તકરારો અને દળોની વચ્ચે થયેલા સંઘર્ષો વચ્ચે લિંગ ઓળખ સુધાર વિધેયક પસાર થઇ ગયું હતું. આ વિધેયકને એ લોકોને માન્યતા આપી છે કે જે લોકો લિંગ પરિવર્તન કરાવવા ઈચ્છે છે. આ નવા નિયમો પછી લિંગ ઓળખ પ્રમાણપત્ર માટે આવેદન કરવાની ઉંમર ઘટાડીને 16 વર્ષ થઇ ગઈ છે. પરંતુ વેસ્ટમિન્સ્ટર સરકારનું કહેવું છે કે તેમને કાનૂનને લઈને ચિંતા છે અને તે હજુ પણ આ કાનૂનને લાગુ થતા રોકી શકે છે.
સમર્થન અને વિરોધના નારાની વચ્ચે પસાર થયું વિધેયક:
સ્કોટલેન્ડની સંસદમાં પરિણામ ઘોષિત થતાંજ સાર્વજનિક જગ્યાઓમાં પ્રદર્શકારીઓ દ્વારા “શરમ કરો” ના નારા લાગવા લગાયા હતા. આ દરમિયાન વિધેયકના સમર્થકોની તરફથી સંસદમાં જોર જોરથી સમર્થનના નારા પણ સંભળાયા હતા. યુકે સરકારનું કહેવું છે કે તેમને કાનૂની ચિંતા છે અને તેઓ રોયલ એસેન્ટને રોકીને આ કાનૂન બનાવથી રોકવાના પ્રયાસો કરી શકે છે. સ્કોટલેન્ડની સંસદઆમ જયારે બિલ પાસ થાય છે તો બિલને રાજા દ્વારા ઔપચારિક સહમતી મળી જાય છે અને આ સ્કોટિશ સંસદનો અધિનિયમ બની જાય છે.
આ પણ વાંચો:Taliban Women Education: કાબુલમાં છોકરીઓને યુનવર્સિટીમાં ભણવા પર બેન, તાલિબાનએ આવી આપી દલીલો
લાંબા સંઘર્ષની જીત :
વિધેયકના સમર્થનમાં હાજર લોકોએ કહ્યું કે અમારા જીવનને સરળ બનાવવા માટે આ સ્ટેપનો લાંબા સમયથી અમે રાહ જોઈએ રહ્યા છીએ. આ બિલ અમને ગરિમા અને માન્યતાની સાથે જીવવાની અનુમતિ આપશે, જેના બધાજ હકદાર હોય છે. સ્કોટિશ ટ્રાન્સ મેનેજર વિક વેલેન્ટાઈનએ કહ્યું કે “કાનુનમાં બદલાવનો અર્થ એ થશે કે ટ્રાન્સ પુરુષ અને મહિલાઓ જન્મ પ્રમાણપત્ર દેખાડવા માટે સક્ષમ થશે જે દર્શાવે છે કે તે કોણ છે, તેઓ તેમની ઓળખ સાથે જીવી શકે છે. પરંતુ ઘણા લોકોએ આ વિધેયક પસાર થયા પછી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે અસમાનતાને પ્રોત્સાહન આપતો આ નિર્ણય હશે.