સોલોમન ટાપુ (Solomon Islands) પર મંગળવારે સવારે ભારતીય સમય અનુસાર લગભગ 8 વાગે 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નિવેદન જાહેર કરી લોકોને ઊંચી જગ્યા પર સ્થળાંતર કરવાની સલાહ અપાઈ હતી. પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આવેલ આ દ્વીપ પર શક્તિશાળી ભૂકંપ પછી સુનામીની ચેતવણી પણ કરાઈ છે.
ભૂંકપથી થયેલ નુકસાનની જાણકારી હજુ સુધી સમયે આવી નથી. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂંકપનું કેન્દ રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમીટર દુર દક્ષિણ-પશ્ચિમમાં સમુદ્રમાં 13 કિલોમીટર (8 માઈલ) ની ઊંડાઈમાં હતું. ભૂકંપ પછી ચેતવણી આપે છે કે દ્વિપો પર ખતરનાક લહેરોની સંભાવના છે.
ભૂકંપથી રાજધાનીના કેટલાક એરિયામાં વીજળી કપાઈ ગઈ છે અને રેડીયો પ્રસારણ પણ વિક્ષેપ થઇ ગયું છે, પરંતુ સરકારએ કહ્યું કે રાજધાનીમાં ઇમારતોને વધારે નુકસાન થયું નથી. હોનિયારામાં હેરિટીઝ પાર્ક હોટેલન રિસેપશનિષ્ટ જોય નિશાએ એફપી સમાચાર અજેંસીને કહ્યું હતું કે જોરદાર આંચકા હતા. હોટલમાં રાખેલો સમાન પણ પડી હતો, બધા લોકો ગભરાઈ ગયા હતા.
આ પણ વાંચો:
ભારતમાં લદાખમાં ભૂકંપ, પણ નુકસાન નહિ,
ભારતના લડાખમાં પણ ભૂકંપ આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રસાર ભરતી મુજબ, રિક્ટર સ્કેલ પર સવારે 10:05 પર ભૂકંપની તીવ્રતા 4.3 મેગ્નીટ્યૂડ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 191 કિલોમીટર ઉત્તરમાં હતું. હાલ કોઈ પણ પ્રકારનું જાનમાલને નુકસાન થયાની ખબર સામે આવી નથી.
ઇન્ડોનેશિયામાં ભૂકંપથી 162 લોકોના મોત
એક દિવસ પહેલા એટલેકે સોમવારે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપ આયો હતો, જેની તીવ્રતા 5.4 નોંધાઈ હતી. ઇન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં આવેલ ભૂકંપથી લગભગ 162 લોકોના મોત થયા હતા, 700થી વધારે લોકો ઘાયલ થયા હતા. અને મોટા પ્રમાણમાં લોકો ગુમ થયા હતા તેવી ખબર સામે આવી હતી. ઘટના પછી લોકોમાં ગભરાટનો માહોલ છે.
મોસમ અને જળવાયુ વિજ્ઞાન અને ભૂભૌતિકીય એજેન્સીના મત અનુસાર ભૂકંપ આવ્યા પછી 25 ઝટકા બીજા નોંધ્યા હતા, ભૂકંપમાં એક દર્જન ઇમારતો ક્ષતિગ્રસ્ત થઇ છે. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર, ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિયાનજુર ક્ષેત્રમાં કેન્દ્રિત હતો, સિયાનજુર જિલ્લાના સ્થાનીય અધિકારોએ કહ્યું કે આવાસીય મકાન સહીત દર્જન ઇમારતો ક્ષતિગ્રસ્ત થઇ હતી.