strong caution case : જો કોઈને કોઈ નુકશાન થાય છે તો તેનું વળતર ચૂકવવાની વાત થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો કોઈના પર કોફી પડી જાય તો તમારે વળતર તરીકે કરોડો રૂપિયા ચૂકવવા પડી શકે છે? પરંતુ આવુ થયું છે. કોફી બ્રાન્ડ ડંકિનના આઉટલેટમાં ડોનટ અને કોફી એક મહિલા પર ઢોળાઈ ગઈ હતી, જેના પછી આ આઉટલેટના માલિકે 24 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા છે.
વાત છે ફેબ્રુઆરી 2021 ની, એક 70 વર્ષની અમેરિકન મહિલા એટલાન્ટા પહોંચી અને તેણે ડંકિનના આઉટલેટમાંથી કોફીનો ઓર્ડર આપ્યો પરંતુ, તેનું ઢાંકણું યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે મહિલા પર કોફી છલકાઈ અને તે દાઝી ગઈ. આ મહિલાને ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું અને સારવારમાં લગભગ 2,00,000 ડોલર ખર્ચવા પડ્યા.
મહિલાએ ડંકિન આઉટલેટ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. મહિલાના વકીલોએ કહ્યું કે, આ ઘટના બાદ મહિલાનું જીવન બદલાઈ ગયું છે. તેને દિવસમાં ઘણી વખત દવા લેવી પડે છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે. રોજબરોજના કાર્યો કરવામાં મુશ્કેલી આવે છે. વકીલોએ કહ્યું કે, જો કોફી પોટનું ઢાંકણું યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યું હોત, તો આ ઘટના ન બની હોત અને આ મહિલાને તેના જીવનમાં આટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત.
કંપનીએ ચાલી રહેલા કોર્ટ કેસને સમાપ્ત કરવા માટે સમાધાન કરવાની ઓફર કરી હતી. કંપનીએ મહિલાને તેણીની ઇજાઓ અને જીવન બદલતા પરિણામો માટે વળતર આપવા માટે $3 મિલિયન (રૂ. 24.95 કરોડ)ના પતાવટ માટે સંમત થયા છે. લોકો કહે છે કે, આ તે આઉટલેટ્સ માટે મજબૂત સંદેશ છે, જે ગ્રાહકોની સુરક્ષા સાથે રમત કરે છે અથવા સુરક્ષા પર ધ્યાન આપતા નથી.
આ પણ વાંચો – war of the stray dog : જ્યારે એક કૂતરાને કારણે બે દેશ વચ્ચે શરૂ થયું યુદ્ધ, જાણો શું હતું ‘વૉર ઑફ ધ સ્ટ્રે ડોગ’
કંપનીએ કેસ ઉકેલ લાવવા માટે મહિલાને રૂ. 24,97,83,900 કરોડ ($3 મિલિયન) ચૂકવવા સંમત થયા હતા. કંપનીના કર્મચારીઓની એક નાની ભૂલને કારણે આઉટલેટ માલિકને કરોડો રૂપિયા ચૂકવવા પડ્યા હતા. નિષ્ણાતો કહે છે કે, આનાથી અન્ય તમામ આઉટલેટ્સને મજબૂત સંદેશ જશે.





