મંગળવારે સતત દસમા દિવસે સુદાનમાં લડાઈ ચાલુ છે. જોકે યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા અને સાઉદી અરેબિયા દ્વારા ત્રણ દિવસીય યુદ્ધવિરામની વાટાઘાટો કરવામાં આવી હતી. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજધાની ખાર્તુમ શહેરમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટના અવાજો સંભળાયા હતા.
આ દરમિયાન ભારત સરકારે સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. સોમવારે પોર્ટ સુદાન પહોંચેલા 500 ભારતીયોમાંથી 278 લોકો INS સુમેધા પર જેદ્દાહ માટે રવાના થયા હતા. એક અંદાજ મુજબ આફ્રિકન રાષ્ટ્રમાં લગભગ 3,000 ભારતીયો છે. ગયા અઠવાડિયે હિંસામાં એક કેરળવાસીનું મોત થયું હતું.
યુએન ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA)ના તાજેતરના અહેવાલ મુજબ સુદાનના સશસ્ત્ર દળો અને રેપિડ સપોર્ટ ફોર્સ તરીકે ઓળખાતા શક્તિશાળી અર્ધલશ્કરી જૂથ વચ્ચેની લડાઈમાં અત્યાર સુધીમાં 420થી વધુ લોકો માર્યા ગયા છે અને 3,700 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.
યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્થોની બ્લિંકને સોમવારે જાહેરાત કરી હતી કે માનવતાવાદી સહાય અને સ્થળાંતરનાં પગલાંને મદદ કરવા માટે 72 કલાકના યુદ્ધવિરામની સફળતાપૂર્વક વાટાઘાટો કરવામાં આવી છે. લડી પહેલા પક્ષો જનરલ અબ્દેલ ફત્તાહ બુરહાન હેઠળ સુદાનની સૈન્ય અને જનરલ મોહમ્મદ હમદાન દગલ હેઠળનું અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસે (RSF) અલગ-અલગ નિવેદનો દ્વારા આની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો – સુદાન સંકટ, ભારતે ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ આરએસએફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યુદ્ધવિરામનો ઉદ્દેશ્ય માનવતાવાદી કોરિડોર સ્થાપિત કરવાનો છે, નાગરિકો અને રહેવાસીઓને આવશ્યક સંસાધનો, આરોગ્ય સંભાળ અને સલામત ઝોનને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. જ્યારે રાજદ્વારી મિશનને પણ ખાલી કરવાનો છે. સૈન્યએ સમાન નિવેદન આપ્યું હતું. પરંતુ ચેતવણી આપી હતી કે યુદ્ધવિરામ શરતી છે . બળવાખોરો તમામ દુશ્મનાવટને રોકવા માટે પ્રતિબદ્ધ છે.
જોકે રહેવાસીઓએ સમાચાર એજન્સીઓને જણાવ્યું કે લડાઈ ચાલુ છે. મોટાભાગના દેશોએ તેમના રાજદ્વારી કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હવે નાગરિકોનો વારો છે. પરંતુ જમીન પરની સ્થિતિ હજુ પણ ખતરનાક માનવામાં આવે છે. યુનાઇટેડ કિંગડમે જણાવ્યું હતું કે તે મંગળવારથી નાગરિકો માટે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે જેઓ સ્થળાંતર કરવા માગે છે તેઓએ ખાર્તુમની બહારના એરફિલ્ડમાં આવવું પડશે. બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સે પરિસ્થિતિને ખતરનાક, અસ્થિર અને અણધારી ગણાવી છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે જમીન પર પરિસ્થિતિ કેવી રીતે વિકસિત થશે તે અમે અનુમાન કરી શકતા નથી.
ભારત સહિત અન્ય સરકારો પણ તેમના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના વિકલ્પો શોધી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે સાંજે કહ્યું કે 500 ભારતીયો દેશના દક્ષિણમાં પોર્ટ સુદાન પહોંચ્યા છે. જેમાંથી 278 લોકો મંગળવારે નૌકાદળના જહાજ INS સુમેધામાં જેદ્દાહ માટે રવાના થયા હતા. સુદાનમાં 3,000 જેટલા ભારતીયો ફસાયેલા હોવાનું મનાય છે. ફ્રેન્ચ અને સાઉદી અરેબિયાના બચાવ મિશન દ્વારા તેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ તેમની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.