Pakistan Bomb Blast: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. રાજધાનીની પોલીસ પ્રમાણે ઇસ્લામાબાદના આઈ 10-4 સેક્ટરમાં શુક્રવારે વાહનમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં એક પોલીસ કર્મચારી અદીલ હુસેનનું મોત થયું હતું. અને બે નાગરિકો સહિત અન્ય પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
ઇસ્લામાબાદ પોલીસે શું કહ્યું?
ઇસ્લામાબાદ પોલીસ ડેપ્યુટી કમિશ્નર સોહેલ ઝફર ચઢ્ઢાના જણાવ્યા અનુસાર પોલીસે આ વિસ્તારમાં સવારેના સમયે એક શંકાસ્પદ વાહન જોયું હતું. જ્યારે કાર અધિકારીઓ પાસે ઊભી રહી ત્યારે કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. પોલીસ પ્રમાણે આ એક આત્મઘાતી હુમલો છે. જોકે, પોલીસના એક નિવેદનમાં વાહનમાં સવાર લોકોની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોલીસે આ વિસ્તારમાં વાહનોની અવર જવર ઉપર રોક લગાવી દીધી છે અને તપાસ ચાલું છે.
રાજકિય દળોની પ્રતિક્રિયા આવી સામે
ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ તરત બાદ એક નિવેદમાં વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો જરદારી નિંદા કરતા એક પોલીસ કર્મચારીના મોત અંગ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇસ્લામાબાદ પોલીસના જવાનોને અમે સલામ કરીએ છીએ. પાકિસ્તાની તહરીક-એ-ઇન્સાવના નેતા અસદ ઉમરે કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી હુમલામાં સંકેત આપ્યો હતો કે દેશ ઝડપથી વિનાશ તરફ આગળ વધી રહ્યો છે.