Dutch Researcher Predicted Turkey-Syria Earthquake: તુર્કીમાં સોમવારે આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. 7.8ની તીવ્રતાના આ ભૂકંપથી દેશમાં ભારે વિનાશ સર્જાયો છે. આ અકસ્માતમાં હજારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વિનાશક ભૂકંપ તુર્કીમાં આવવાનો હતો, તેની ત્રણ દિવસ અગાઉ ચેતવણી આપવામાં આવી હતી. ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સે 3 ફેબ્રુઆરીએ ટ્વિટર પર એક પોસ્ટ કરીને આ વિનાશક ભૂકંપની ચેતવણી આપી હતી. તેમણે એવી પણ આગાહી કરી હતી કે તુર્કી, સીરિયા, લેબનોન અને જોર્ડનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે.
ટ્વીટ કરીને ચેતવણી આપી
ફ્રેન્ક હગરબીટ્સ ટ્વિટર પરના તેમના બાયોમાં જણાવે છે કે તે સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (SSGS)માં કામ કરે છે. તેમણે સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (SSGS) નું ટ્વીટ પણ શેર કર્યું હતું. તેણે ચેતવણી આપી હતી કે 4 થી 6 ફેબ્રુઆરીની વચ્ચે મોટી ધરતીકંપની પ્રવૃત્તિ થઈ શકે છે, જેની તીવ્રતા મધ્યમથી 6 સુધીની હોઈ શકે છે. સોમવારે તુર્કીમાં આ તબાહી બાદ તેમનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ આગાહીથી હેરાન છે.
આ પણ વાંચો: Eearthquake in world : વર્ષ 2000 પછીના શક્તિશાળી ભૂકંપ, હૈતીમાં સૌથી વધારે 3,16,000 લોકો મોતને ભેટ્યા હતા
ભૂકંપનું કારણ જણાવ્યું
ફ્રેન્ક હગરબીટ્સે પાછળથી ટ્વિટ કર્યું હતું કે, “મધ્ય તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. મેં અગાઉ કહ્યું તેમ આ ભૂકંપ હંમેશા પૂર્વમાં આવે છે. આ મહત્વપૂર્ણ ગ્રહોની ભૂમિતિને કારણે થાય છે. સોમવારના ભૂકંપને પગલે હગરબીટ્સે આફ્ટરશોક્સની ચેતવણી પણ આપી હતી. તેમણે મધ્ય તુર્કી અને આસપાસના વિસ્તારોમાં વધારાની મજબૂત ધરતીકંપની ગતિવિધિઓ પર નજર રાખવાનું કહ્યું કારણ કે મોટા ભૂકંપ પછી આફ્ટરશોક્સ સામાન્ય રીતે થોડા સમય માટે ચાલુ રહે છે.
તુર્કીમાં ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા. જ્યારે પ્રથમ ધરતીકંપની પ્રવૃત્તિઓને કારણે જમીનના તાણમાં ફેરફાર થાય છે ત્યારે બીજો ભૂકંપ આવે છે. આ ભૂકંપ પછી કેટલાય આફ્ટરશોક્સ અનુભવાયા હતા, આમાંથી એક આંચકાની તીવ્રતા લગભગ પહેલા ભૂકંપ જેટલી જ હતી. તેની તીવ્રતા 7.5 હતી, જે પ્રથમ ભૂકંપના 9 કલાક પછી આવી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીયોનો દબદબો! યોગી પટેલ સહિતના ભારતીયોને રિપબ્લિકન પક્ષમાં જોડાવવા આમંત્રણ
તુર્કીમાં મંગળવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે તેની તીવ્રતા 5.5 હોવાનું કહેવાય છે. તુર્કીમાં આ વિનાશમાં ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે. આજે સવારે ભારતીય વાયુસેનાના વિમાન સી-17થી ટીમો રવાના કરવામાં આવી છે. આ ટીમમાં સ્નિફર ડોગ્સ પણ સામેલ છે.