હરિયાણામાં બનેલી ચાર કફ સીરપને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. દાવો કરવામાં આવે છે કે કફ સીરપના કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત નીપજ્યા છે. સીરપમાં ડાઈથિલીન ગ્લાયકોલ અને ઈથિલીન ગ્લાયકોલની માત્રા જરૂરથી વધારે મળી હતી. બાળકોના મોત બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ભારતમાં બનેલી શરદી-ઉધર લઈને એલર્ટ રજૂ કર્યું છે. આખા વિવાદ પર ભારતે પણ પોતાનું સ્પષ્ટ વલણ બતાવ્યું છે. તો ચાલો સમજીએ પાંચ પોઈન્ટમાં આખો મામલો શું છે.
1- હરિયાણાના સોનીપતમાં મેડેન ફાર્માસ્યૂટિકલે પ્રોમિથૈજીન ઓરલ સોલ્યૂશન (promethazine oral solution), કોફેક્સમેલિન બેબી કફ સીરપ (kofexmalin baby cough syrup), મેકઓફ બેબી કફ સીરપ (makoff baby cough syrup), મેગરિપ એન્ડ કોલ્ડ સીરપ (Margrip N cold syrup)બનાવી છે. આ ચાર સીરપની ગામ્બિયામાં નિકાસ કરવામાં આવી હતી. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશ પ્રમાણે આ સીરપમાં ડાઈથિલીન ગ્લાયકોલ અને ઈથિલીન ગ્લાયકોલની માત્રા વધારે નીકળી છે. બાળકોના મોતનું આ સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.
2- આ વિવાદ બાદ ભારત સરકાર તરફથી આ ચારે સીરપના સેમ્પલને ટેસ્ટિંગ માટે રીઝનલ ડ્રગ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવ્યા છે. કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીમાં પણ સેમ્પલ મોકલાવમાં આવ્યા છે. હજી સુધી રિઝલ્ટ સામે આવ્યા નથી. પરિણામના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
3 – રાહતની વાત એ છે કે જે ચાર કફ સીરપને લઈને ડબલ્યુએચઓએ એલર્ટ રજૂ કર્યું છે એ માત્ર નિકાસ માટે જ રાખવામાં આવી હતી. ભારતમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. હજી સુધી ભારતમાં ક્યાય પણ આ સીરપનું વેચાણ કરવામાં આવ્યું નથી. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે ગામ્બિયામાં એક્સપોર્ટ કરવામાં આવી હતી.
4 – સ્વાસ્થ્ય મંત્રાલયે અત્યારના માટે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઈજેશનના દાવાઓને સંપૂર્ણ પણે સ્વીકાર કર્યા નથી. ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ગ્વામ્બિયામાં થયેલા બાળકોના મોતનું વિસ્તૃત કારણ જણાવવામાં આવ્યું નથી. આ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે WHO એ CDSCOની સાથે એ સીરપની ડિટેલ પણ હજી સુધી રજૂ કરી નથી.
5- મૈડેનમાં કામ કરનારા એક ડાયરેક્ટર નરેશ કુમારે રોયટર્સને જણાવ્યું હતું કે બાળકોના મોત અંગેના સમાચારની જાણ તેમને ગુરુવારે જ થઈ હતી. હજી સુધી મામલાને સમજવાનો પ્રયત્ન કરું છું. અમે લોકો ભારતમાં કંઈ પણ વેચી રહ્યા નથી. જ્યારે ગામ્બિયાની વાત કરીએ તો મેડિકલ અધિકારીઓએ જુલાઈમાં એલર્ટ રજૂ કર્યું હતું. ત્યાં કિડનીની સમસ્યાથી ડઝનો બળકો બીમાર પડ્યા હતા. કેટલાક બાળકોના મોત પણ થયા હતા. હવે ત્યાં 66 બાળકોના મોત થયા છે. આ મોતમાં એક જ પ્રકારની પેટર્ન સામે આવી હતી. આ બધા બાળોકની ઉંમર 5 વર્ષથી ઓછી હતી. કફ સીરપ લીધા બાદ બાળકો 3થી 5 દિવસ બીમાર રહ્યા હતા.





