ટિક્ટોક : એમેરિકન સરકારે સોમવારે તમામ ફેડરલ એજન્સીઓને સરકાર દ્વારા જારી કરાયેલા ડિવાઇસમાંથી TikTok અનઇન્સ્ટોલ કરવા માટે 30-દિવસની સમયમર્યાદા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, કેનેડાએ સરકારની તમામ મોબાઇલ ડિવાઇસમાં ટિકટોક પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
વ્હાઇટ હાઉસે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું જેમાં ઓફિસ ઓફ મેનેજમેન્ટ અને બજેટ ડિરેક્ટર શલંદા યંગે ફેડરલ એજન્સીઓને ચીનની માલિકીની સોશિયલ મીડિયા એપ્સને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું હતું. ફેડરલ ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર ક્રિસ ડેરુશાએ કહ્યું કે આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
કેનેડાની સરકારે પણ ટિકટોકને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
સીએનએન અનુસાર આ પ્રતિબંધ મંગળવારથી લાગુ થશે. કેનેડા સચિવાલયના ટ્રેઝરી બોર્ડના નિવેદન અનુસાર, સરકાર દ્વારા જારી કરાયેલા ડિવાઇસને TikTok ડાઉનલોડ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે અને એપ્લિકેશનના હાલના ઇન્સ્ટોલેશનને દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો: બાજરીને પ્રોત્સાહન આપવા માટે ભારતની વૈશ્વિક પહેલ MIIRA શું છે? શું છે તેનો હેતુ? દરેકે જાણવાની જરૂર
કારણ શું છે?
અમેરિકન અને કેનેડાની સરકાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરી રહી છે. કેનેડા સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટિકટોકની સમીક્ષા કર્યા બાદ મુખ્ય માહિતી અધિકારીએ નિર્ણય લીધો કે ટિકટોક પ્રાઇવસી અને સુરક્ષા માટે ખતરો પેદા કરી શકે છે અને અમે સુરક્ષા સાથે કોઈપણ રીતે સમાધાન કરી શકીએ નહીં. જો કે, એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ પગલું Tiktok સાથે ચર્ચા કર્યા વિના લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભૂકંપ: અફઘાનિસ્તાન અને તઝાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી,મણિપુરમાં પણ અનુભવાયા આંચકા
TikTokના અધિકારીઓએ શું કહ્યું?
TikTokના પ્રવક્તાએ કહ્યું કે અમે કેવી રીતે કેનેડિયનોની પ્રાઇવસી અને સુરક્ષાને શ્રેષ્ઠ રીતે સુરક્ષિત કરી શકીએ તે અંગે ચર્ચા કરવા માટે અમે અમારા સરકારી અધિકારીઓ સાથે મળવા માટે હંમેશા ઉપલબ્ધ છીએ, પરંતુ આ રીતે TikTokને અલગ પાડવું સમજની બહાર છે. TikTok એ એક પ્લેટફોર્મ છે જે લાખો કેનેડિયનોને પસંદ છે.
ટિકટોક પ્રતિબંધનો મામલો ચીન સાથે જોડાયેલો છે. આ એક એપ છે જે ચીનથી ઓપરેટ થાય છે. અમેરિકન સરકાર આ અંગે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.