scorecardresearch

લંડનમાં ભારતીય દૂતાવાસે વધારે ઊંચો અને ભવ્ય રૂપથી લહેરાવ્યો તિરંગો

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે લંડન સ્થિત ભારતીય દુતાવાસ પરિસરમાં ઘટના સમયે સુરક્ષાકર્મી જોવા મળ્યા ન હતા. તેના પર બ્રિટીશ હાઇ કમિશનર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવા માટે કહ્યું છે

tricolor
ભારતીય દૂતાવાસે લંડનમાં એક વિશાળ તિરંગો ફરકાવી દીધો (તસવીર – ટ્વિટર)

ભારતીય દૂતાવાસે લંડનમાં એક વિશાળ તિરંગો ફરકાવી દીધો છે. રવિવારે તિરંગાનું અપમાન કરવાના પ્રયત્નના મામલામાં એક ખાલિસ્તાની સમર્થક પ્રદર્શનકારીની ધરપકડ કરી છે. વિદેશ મંત્રાલયે લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાન સમર્થકોના હિંસક પ્રદર્શનને લઇને કાર્યવાહી કરતા નવી દિલ્હી સ્થિત બ્રિટીશ ડિપ્ટી હાઇ કમિશનર ક્રિસ્ટીના સ્કોટને તલબ કર્યા હતા.

આરોપીઓની ઓળખ, ધરપકડ અને કેસ નોંધે યૂકે સરકાર

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે લંડન સ્થિત ભારતીય દૂતાવાસ પરિસરમાં ઘટના સમયે સુરક્ષાકર્મી જોવા મળ્યા ન હતા. તેના પર બ્રિટીશ હાઇ કમિશનર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવા માટે કહ્યું છે. સરકારે આ ઘટનાને વિએના કન્વેંશનનું પણ ઉલ્લંઘન ગણાવ્યું છે. યુકે સરકાર આ ઘટનામાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ, તેમની ધરપકડ અને તેમની સામે કેસ ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. સાથે આવી ઘટના ફરી ના થાય તે માટે સખત પગલા લેવા પણ કહ્યું છે.

બીજી તરફ ખાલિસ્તાની પ્રદર્શનકારીઓના તિરંગાને ઉતારવાના પ્રયત્નને નિષ્ફળ બનાવનાર ભારતીય દુતાવાસના અધિકારીની બધા ઘણી પ્રશંસા કરી રહ્યા છે. દુતાવાસના અધિકારીઓએ લંડનમાં અલગાવવાદીયોના હુમલાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો હતો. હવે ત્યાં તિરંગો વધારે ઊંચો અને ભવ્ય રુપથી લહેરાવી રહ્યો છે.

આ પણ વાંચો – અમૃતપાલના કાકા-ડ્રાઇવરે કર્યું સરેન્ડર, પંજાબમાં હાઇ એલર્ટ, પોલીસની સામે આ છે મોટો પડકાર

ભારતીય દૂતાવાસની સુરક્ષાને પુરી ગંભીરતાથી સુનિશ્ચિત કરાશે – બ્રિટન

ભારતમાં બ્રિટીશ રાજદુત એલેક્સ એલિસે કહ્યું કે બ્રિટીશ સરકાર લંડન સ્થિત ભારતીય દૂતાવાસની સુરક્ષાને પુરી ગંભીરતાથી સુનિશ્ચિત કરાશે. તેમણે ભારતીય દુતાવાસ પર ખાલિસ્તાની ઝંડો લહેરાવવાનો પ્રયત્ન કરનાર અલગાવવાદી પ્રદર્શનકારીઓ તરફથી કરવામાં આવેલી તોડફોડને અપમાનજનક અને પુરી રીતે અસ્વીકાર્ય ગણાવતા મામલામાં તપાસ ઝડપી કરવાનો દાવો કર્યો છે.

લંડનના મેયરે કહ્યું – હિંસક અવ્યવસ્થા અને નિંદનીય કામ

વિમ્બલડનના વિદેશ કાર્યાલય મંત્રી લોર્ડ તારિક અહમદે કહ્યું કે તે ઘટનાથી હેરાન છે. તેમણે ટ્વિટ કર્યું કે આ ભારતીય દુતાવાસ અને તેમના કર્મચારીઓની સંપ્રભુતા સામે પુરી રીતે અસ્વીકાર્ય કાર્યવાહી છે. લંડનના મેયર સાદિક ખાને આ ઘટના વિશે કહ્યું કે આ હિંસક અવ્યવસ્થા અને નિંદનીય કામ છે. આ પ્રકારના વ્યવહાર માટે આપણા શહેરમાં કોઇ સ્થાન નથી.

લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ દુતાવાસ ભવનની બારીઓ તોડી દીધી હતી. ભારતીય દુતાવાસના બે સુરક્ષા કર્મચારીએને મામુલી ઇજા થઇ છે. સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું કે રવિવારે બપોરે અવ્યવસ્થા ફેલાયા પછી તરત પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસને આવ્યા પહેલા પ્રદર્શનકારી ભાગી ગયા હતા. આ કેસમાં એક પ્રદર્શનકારીની ધરપકડ કરાઇ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Web Title: Tricolor hoisted and raised in london british high commissioner summoned

Best of Express