Earthquake in Solomon Islands: સોલોમન દ્વિપમાં (Solomon Islands) મંગળવારે સવારે 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય તરફથી નિવેદન રજૂ કરીને ઉંચા સ્થાનો ઉપર જવાની સલાહ આપી હતી. પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સ્થિત આ દ્વિપ ઉપર શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
ભૂકંપથી થયેલા નુકસાનની જાણકારી હજી સામે આવી નથી. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપના કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમિટર દૂર દક્ષિણ – પશ્વિમમાં સમુદ્રમાં 13 કિલોમીટર ઉંડાઈ હતી. ભૂકંપ બાદ ચેતવણી આપી હતી કે દ્વિપો ઉપર ખતરનાક લહેરોની સંભાવના છે.
ઇન્ડોનેશિયામાં ભૂંકપે તબાહી મચાવી
આ પહેલા ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. ઇન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં આવેલા ભૂકંપના કારણે અયાર સુધી 162 લોકોના મોત થયા હતા. જ્યારે 700થી વધારે લોકો ઘાયલ થયા હતા. અનેક લોકો લાપતા થયા છે. અહીં લોકોમાં ભયનો માહોલ છે. મૌસમ અને જળવાયુ વિજ્ઞાન અને ભૂભોતિકીય એજન્સી પ્રમાણે ભૂકંપ આવ્યા બાદ 25 ઝટકા નોંધાયા હતા. આ ભૂકંપમાં એક ડઝન કરવા ધારે ઇમારતો ક્ષિગ્રસ્ત થયો હતો.