Idi Amin Uganda : યુગાન્ડાના પૂર્વ તાનાશાહી ઈદી અમીનને આધુનિક ઈતિહાસમાં સૌથી ક્રૂર સરમુખત્યાર માનવામાં આવે છે. તેણે પોતાના એક નિર્ણયથી એશિયનો પર તબાહી મચાવી દીધી હતી. ઈદી અમીને તેને આવેલા એક સપનાને આધારે યુગાન્ડામાં રહેતા લગભગ 60000 એશિયનોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.
ઈદી અમીન ભારે ભરખમ કાયા ધરાવતો હતો. તેની ઉંચાઈ છ ફૂટ ચાર ઈંચ અને વજન લગભગ 135 કિલોગ્રામ હતું. તેના પર માનવ માંસ ખાવાથી લઈને માણસનું લોહી પીવાનો પણ આરોપ છે. અમીન કાકવા જાતિનો હતો. તેઓ લશ્કરી બળવા દ્વારા યુગાન્ડાના રાષ્ટ્રપતિ બન્યા અને આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા.
માથું ફ્રીજમાં રાખ્યું
જ્યારે ઈદી અમીન યુગાન્ડાના રાષ્ટ્રપતિ હતા ત્યારે મદનજીત સિંહ ભારતના હાઈ કમિશનર હતા. તેમણે તેમના પુસ્તક ‘કલ્ચર ઓફ ધ સેપલ્ચર’માં, અમીનના પૂર્વ નોકર મોઝેસ અલોગાને ટાંકીને ખૂબ જ ડરામણો કિસ્સો લખ્યો છે. બીબીસી સંવાદદાતા રેહાન ફઝલે ઈદી અમીન પર લખેલા વિગતવાર અહેવાલમાં આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.
યુગાન્ડાથી કેન્યા ભાગી ગયા બાદ ઈદી અમીનના નોકરે મદનજીત સિંહને કહ્યું હતું કે, અમીન હંમેશા તેના જૂના ઘરના એક રૂમને તાળું મારીને રાખે છે. અમીન સિવાય એ રૂમમાં માત્ર નોકર અલોગાને જ જવાની મંજૂરી હતી. આલોગા રૂમમાં સફાઈ માટે જ જતો હતો.
આ રૂમ હંમેશા બંધ રહેવાના કારણે અમીનની પાંચમી પત્ની સારાહ ક્યોલ્બાને તે રૂમ જોવામાં ખૂબ જ રસ હતો, તે અંદરથી રૂમ જોવા માંગતી હતી. તેણે અમીનના નોકરને રૂમ ખોલવા કહ્યું, પહેલા નોકરે ના પાડી કારણ કે, અમીને આદેશ આપ્યો હતો કે, રૂમમાં કોઈ પ્રવેશવું જોઈએ નહીં.
જોકે, નોકરની આનાકાની પછી પણ ક્યોલાબા માન્યા નહીં. તેણે નોકર પર દબાણ કર્યું. થોડા પૈસા પણ આપ્યા. આ પછી નોકરે રૂમ ખોલ્યો. રૂમમાં બે ફ્રીજ રાખવામાં આવ્યા હતા. ઈદી અમીનની પત્નીએ રેફ્રિજરેટરનો દરવાજો ખોલતાં જ તે ચીસો પાડતાં બેહોશ થઈ ગઈ. ફ્રિજની અંદર ઈદી અમીનની પાંચમી પત્ની સારાહ ક્યોલ્બાના પૂર્વ પતિનું કપાયેલું માથું જ હતું.
આ પણ વાંચો – ‘બ્રિટનમાંથી તમને કાઢી મૂકવામાં આવશે…’ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર PM ઋષિ સુનકનું કડક વલણ, નવો કાયદો લાવવાની તૈયારી
હરમમાં 30 મહિલાઓ હતી
સારા ક્યોલ્બા એ પહેલી મહિલા ન હતી કે, જેના પ્રેમીનું માથુ ઇદી અમીન કપાવ્યું હોય. ઈદી અમીનના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. ઈદી અમીનનું જે પણ મહિલા પર દિલ આવી જાય, તે તેના પ્રેમીની હત્યા કરાવી દેતો હતો. એક યુનિવર્સિટીના પ્રોફેસરની પત્ની અને એક હોટલ મેનેજરની પત્ની સાથે સંબંધ બનાવવા ઈદી અમીને પ્લાનિંગ કરીને તેમની હત્યા કરાવી દીધી હતી. એવું માનવામાં આવે છે કે, એક સમય હતો જ્યારે ઇદી અમીનના હેરમમાં 30 મહિલાઓ હતી. અમીનનું હેરમ આખા યુગાન્ડામાં ફેલાયેલું હતું.