એસોસિએટેડ પ્રેસે 19 ડિસેમ્બરે રિપોર્ટ આપ્યો હતો કે ઉત્તર અમેરિકાના પાંચ મોટા સરોવરોમાંથી એક લેક હ્યુરોન તળાવના પાણીમાં ગ્રેટ લેક્સના કાર્બન ડાયોક્સાઇડ અને પીએચ સ્તરને માપવા અને કેમિકલના ટ્રેન્ડસ શોધવા માટે વૈજ્ઞાનિકો સેન્સર નેટવર્ક બનાવી રહ્યા છે.
એપી રિપોર્ટમાં જણાવાયું છેકલાઇમેટ ચેન્જના લીધે વાતાવરણમાં પરિવર્તન આવવાથી કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થવાથી વિશ્વના મહાસાગરો વધુ એસિડિક બન્યા છે. તાજેતરમાં, એક રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે 2100 સુધીમાં, મહાન સરોવરો જેવા કે સુપિરિયર, મિશિગન, હ્યુરોન, એરી અને ઑન્ટારિયો પણ મહાસાગરો જેટલા જ દરે એસિડિટી બની શકે છે,સંશોધકોને આશા છે કે લેક હ્યુરોન પ્રોજેક્ટનો ડેટા આ વિષય પરની વૈજ્ઞાનિક માહિતીમાં મદદગાર થઇ શકે છે.
રિસર્ચ કરવા માટે, યુ.એસ.માં મિશિગનના અલ્પેના નજીક થંડર બે નેશનલ મરીન સેન્ચ્યુરી ખાતે ફ્લોટિંગ વેધર બોય સાથે બે સેન્સર જોડવામાં આવ્યા છે. તેમાંથી એક પાણીના સ્તરમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ માપે છે અને બીજું pH માપે છે. અને બીજા વૈજ્ઞાનિકના સાથીઓ રાસાયણિક પૃથ્થકરણ માટે 11,137-ચોરસ કિમી વિસ્તારમાં વિવિધ ઊંડાણો પર પાણીના નમૂનાઓ પણ એકત્રિત કરી રહ્યા છે.
ધ ગ્રેટ લેક્સ, યુ.એસ.-કેનેડાની સરહદે પથરાયેલા પાણીના પાંચ પરસ્પર જોડાણના ભાગ કે જે સેન્ટ લોરેન્સ નદી દ્વારા ઉત્તર એટલાન્ટિકમાં સેન્ટ લોરેન્સના અખાતમાં વહે છે, તે વિશ્વના તાજા પાણીના સરોવરોનું સૌથી મોટું જૂથ છે. યુએસ-કેનેડા સરહદ લેક્સ સુપિરિયર, હ્યુરોન, એરી અને ઑન્ટારિયોમાંથી પસાર થાય છે; મિશિગન તળાવ સંપૂર્ણપણે યુ.એસ.માં આવેલું છે. મિશિગન અને હ્યુરોન સરોવરો ક્યારેક એક જ જળાશય તરીકે પણ ઓખવામાં આવે છે; એકસાથે જોવામાં આવે તો, તે સપાટીના ક્ષેત્રફળ દ્વારા વિશ્વનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે. લેક સુપિરિયર અને લેક વિક્ટોરિયા પછી, લેક હ્યુરોન વિશ્વનું ત્રીજું સૌથી મોટું તાજા પાણીનું સરોવર છે.
આ પણ વાંચો: Covid in China: ચીનમાં બ્લડ અને દવાની અછત, રોજના 5000 મોતનો અંદાજ, 10 પોઈન્ટમાં જાણો ચીનની સ્થિતિ
વોટરબોડીનું એસિડીકરણ
મહાસાગરો અથવા તાજા પાણીની ઝીલ કે તળાવનું એસિડીકરણ ત્યારે થાય છે જ્યારે વાતાવરણમાંનો વધારાનો કાર્બન ડાયોક્સાઇડ તેમાં ઝડપથી શોષાય છે. વિજ્ઞાનીકો શરૂઆતમાં માનતા હતા કે આ સારી બાબત છે, કારણ કે તે વાતાવરણમાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. પરંતુ પાછલા દાયકામાં તે સ્થાપિત થયું છે કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ પીએચમાં ઘટાડો તરફ દોરી જાય છે, જે મહા સાગરો કે તળાવોને વધુ એસિડિક બનાવે છે. યુએસ સરકારના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર, મહાસાગરો 200 વર્ષથી અહીં છે અને સમુદ્રનું પાણી 30 ટકા વધુ એસિડિક બન્યું છે.
વર્ષોથી, ઘણા કમ્પ્યુટર મોડેલિંગ અભ્યાસોએ સૂચવ્યું છે કે વાતાવરણીય કાર્બન ગ્રેટ લેક્સ અને અન્ય તાજા પાણીના તળાવો કે સરોવરોને વધુ એસિડિક બનાવી શકે છે. જો કે, અત્યાર સુધી એવા કોઈ લાંબા ગાળાના મોનિટરિંગ પ્રોગ્રામ્સ નથી કે જે તળાવોના pH સ્તરોમાં વલણો શોધવા માટે સક્ષમ હોય, લેક હ્યુરોન પ્રોજેક્ટ તેને બદલી શકે છે.
આ પણ વાંચો: Taliban Women Education: કાબુલમાં છોકરીઓને યુનવર્સિટીમાં ભણવા પર બેન, તાલિબાનએ આવી આપી દલીલો
એસિડિફિકેશનના પરિણામો
NOAA અનુસાર, ગ્રેટ લેક્સનો લગભગ 20,000 વર્ષ જેટલા જુના માનવામાં આવે છે, જ્યારે પૃથ્વી ગરમ થવા લાગી હતી અને પીગળતા હિમનદીઓમાંથી પાણી તેની સપાટી પરના તટપ્રદેશમાં ભરાઈ ગયું હતું. આજે, સરોવરો વિશ્વના કુલ તાજા પાણીનો પાંચમો ભાગ ધરાવે છે અને તે સિંચાઈ અને પરિવહનનો નિર્ણાયક સ્ત્રોત છે. ગ્રેટ લેક્સ છોડ અને પ્રાણીઓની 3,500 થી વધુ પ્રજાતિઓ માટે રહેઠાણ પણ પૂરું પાડ્યું છે.
NOAA ના મહાસાગર, કોસ્ટલ કહે છે કે, જો કે, આ સમૃદ્ધનું ઇકોસ્ફિયર જોખમમાં છે કારણ કે પાંચ સરોવરો 0.29-0.49 pH એકમોના pH ઘટાડાની શક્યતા છે જેનો અર્થ થાય છે કે તેઓ 2100 સુધીમાં વધુ એસિડિક બનશે.
એપી રિપોર્ટમાં જણાવાયું હતું કે,ડેટાના અભાવને લીધે ગ્રેટ લેક્સની એસિડિકતામાં વધારો થવાના ચોક્કસ પરિણામો નક્કી કરવા મુશ્કેલ છે. વૈજ્ઞાનિકો કહે છે કે એસિડિફિકેશન મૂળ જૈવવિવિધતામાં ઘટાડો તરફ દોરી શકે છે જે પૃથ્વી પર રહેલા સજીવો માટે શારીરિક પડકારો સર્જી શકે છે અને ઇકોસિસ્ટમના બંધારણમાં કાયમી ફેરફાર કરી શકે છે. આ તળાવોના કિનારે રહેલા સેંકડો લાકડાના જહાજોને પણ તે ગંભીર અસર કરશે.
2018ના ચાર જર્મન જળાશયોના અભ્યાસમાં, રુહર યુનિવર્સિટી બોચમના જળચર સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ઔદ્યોગિક ક્રાંતિ પછીના મહાસાગરો કરતાં 35 વર્ષમાં તેમના pH સ્તરમાં ત્રણ ગણો ઝડપી ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Pakistan Bomb Blast : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો, વાહનની તલાશી સમયે થયો વિસ્ફોટ
2021 માં પ્રકાશિત થયેલ અન્ય એક અભ્યાસ, જે તાજા પાણીના તળાવોમાં એસિડિફિકેશનના પરિણામોની તપાસ કરે છે, તે તાઇવાનમાં હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં વૈજ્ઞાનિકોએ ચાઇનીઝ મીટન કરચલાઓ સાથે પ્રયોગ કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે એકવાર પાણીની એસિડિટી અંદાજિત 2100 સ્તરે પહોંચી જાય, તો તે આ કરચલાઓના મૃત્યુદરમાં ત્રણ ગણા વધારો કરી શકે છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાના સામૂહિક વૈશ્વિક પ્રયત્નો વિના, મહાન સરોવરોનું એસિડિફિકેશન રોકવા માટે વધારે કઈ કરી શકાતું નથી. જો તમામ દેશો કાર્બન ઉત્સર્જનમાં વધારાને રોકવા માટે પગલાં લેશે તો પણ, જમીનમાંથી કાર્બનયુક્ત પાણીના વહેણ સાથે, વાતાવરણમાં પહેલેથી જ હાજર કાર્બન ડાયોક્સાઇડને કારણે તળાવો એસિડિફિકેશન ચાલુ રાખશે.