American Airlines Fire At Denver Airport In US : અમેરિકામાં ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટી વિમાન દૂર્ઘટના ટળી છે. અમેરિકન એરલાઇન્સના એક પ્લેન બોઇંગ 737 મેક્સ 8 વિમાનમાં ટેકઓફ થવાની પહેલા લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં આગ લાગ્યા બાદ વિમાનમાંથી તમામ 173 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
અમેરિકાના ડેનવર ફાયર વિભાગે જણાવ્યું છે, અમેરિકન એરલાઇન્સના બોઇંગ 737 વિમાન ડેનવર એરપોર્ટ થી મિયામી માટે ઉડાન ભરવા જઇ રહ્યું હતું ત્યારે વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. વિમાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગ લાગતા વિમાનના એક્ઝિટ ડોરથી 173 મુસાફરો સહિત 179 લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે, વિમાનમાં આગ લાગ્યા બાદ ધુમાડા નીકળી રહ્યા છે અને પેસેન્જરો પ્લેનના એક્ઝિટ ડોર માંથી બહાર આવી રહ્યા છે. તમા
મિયામી જઇ રહેલી અમેરિકાની એરલાઇન્સ ફ્લાઇટ AA3023 રનવે પર જ હતી, ત્યારે વિમાનના ટાયરમાં આગ લાગેલી દેખાઇ હતી. વિમાનની નીચે ધુમાડો જોઇ તમામ લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. જો કે સમયસૂચકત વાપરી વિમાનમાં બેઠેલા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઇમરજન્સી સ્લાઇડના રસ્તે સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા હતા.
FAA દ્વારા ઘટનાની તપાસ શરૂ
ફ્લાઇટઅવેયર મુજબ, અમેરિકાના સમય મુજબ ફ્લાઇટ બપોરે 1:12 વાગે ગેટ C34થી ટેકઓફ થવાની હતી, પરંતુ બપોરે 2.34 વાગે ટેકઓફ દરમિયાન સંભવિત લેન્ડિંગ ગિયર ઘટનાની જાણકારી મળી છે. અસરગ્રસ્ત વિમાનના મુસાફરોને બસ દ્વારા ટર્મિનલ સુધી લઇ જવાયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
અમેરિકાની એરલાઇન્સે પાછળથી પૃષ્ટિ કરી છે કે, વિમાનના ટાયરમાં મેઇન્ટેનન્સ સંબંધિત સમસ્યા હતી, જેના કારણે પ્લેનને ઉડાન કાફલા માંથી હટાવી દેવામાં આવ્યો છે અને મેઇન્ટેનન્સ ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.





