US President Comment on Pakistan : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડ (Joe Biden) ને પાકિસ્તાન (Pakistan) વિશે મોટી વાત કહી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં કહ્યું છે કે, પાકિસ્તાન વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે, જેની પાસે કોઈપણ રાજકીય સ્થિરતા અને વહીવટી સમન્વય વિના પરમાણુ હથિયારો (nuclear weapons) રાખે છે. અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આયોજિત ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટી રિસેપ્શન કાર્યક્રમમાં તેમણે આ વાતો કહી. આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા (Russia) અને ચીન (China) ની પણ આકરી ટીકા કરી હતી. ચીન અને રશિયા સાથે અમેરિકાની વિદેશ નીતિઓનો ઉલ્લેખ કરતા બાઈડને પાકિસ્તાન વિશે આકરી ટિપ્પણી કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિએ ચીન અને રશિયા મુદ્દે પણ વાત કરી
રાષ્ટ્રપતિ જો બાઈડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશે કહ્યું કે, તે એવા વ્યક્તિ છે જે સમજે છે કે તેમણે શું કરવું જોઈએ પરંતુ તેમની પાસે સમસ્યાઓનું લાંબુ લીસ્ટ છે. બાઈડને એમ પણ કહ્યું હતું કે, રશિયામાં અત્યારે જે પરિસ્થિતિ છે તેનો સામનો કેવી રીતે કરવો, તે માટે આપણે વધુ તૈયારી કરવી પડશે. પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવતા બાઈડને પોતાની ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આ દેશ કોઈપણ સંકલન વગર પોતાની પાસે પરમાણુ હથિયાર રાખે છે. અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદનને પાકિસ્તાનનું નેતૃત્વ કરી રહેલા શહેબાઝ શરીફની સરકાર માટે મોટો આંચકો કહેવામાં આવી રહ્યો છે કારણ કે, પાકિસ્તાન સરકાર અમેરિકા સાથે પોતાના સંબંધો સુધારવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો – UNGAમાં ભારતે રશિયાને આપ્યો મોટો ઝટકો, પુતિનના પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું, શું છે મામલો?
સિક્યોરિટી પોલીસી ડોક્યુમેન્ટ જાહેર થયાના 2 દિવસ બાદ બાઈડને આ ટીપ્પણી કરી
આ કાર્યક્રમ દરમિયાન બાઈડને કહ્યું કે, 21મી સદીના બીજા ક્વાર્ટરમાં અમેરિકામાં ગતિશીલ પરિવર્તનની ઘણી તકો હશે. હાલમાં જ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સ્ટ્રેટજી અંગે 48 પાનાનો દસ્તાવેજ પણ બહાર પાડવામાં આવ્યો હતો. જો કે આ દસ્તાવેજમાં પાકિસ્તાન વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ત પણ, બાઈડને બે દિવસ પછી ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેન પ્રોગ્રામમાં આ વાતો કહી છે. બાઈડને વહીવટીતંત્ર દ્વારા બુધવારે જાહેર કરાયેલ નીતિ દસ્તાવેજમાં, ચીન અને રશિયા બંને દ્વારા યુ.એસ.ને જે ખતરો છે તેની રૂપરેખા આપવામાં આવી છે.