અમેરિકી સેનેટ મંગળવારે સમલેંગિક વિવાહ કાયદાની રક્ષા માટે એક એતિહાસિક કાયદો પસાર કરી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કાયદાના સમર્થનમાં વોટ આપતા કહ્યું હતું કે પ્રેમ પ્રેમ હોય છે. અમેરિકનો એ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ જેને તે પ્રેમ કરે છે. અમેરિકી સેનટ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદો સમાન-સેક્સ વિવાદની સંધીય માન્યતાની રક્ષા કરશે.
2015માં સુપ્રીમ કોર્ટે આને દેશ ભરમાં બેન કરી દીધો હતો. કાયદાના સમર્થનમાં 61 અને વિરોધમાં 36 વોટ નાંખવામાં આવ્યા હતા. આ બિલ સુનિશ્ચિત કરે છે કે સમાન સેક્સ અને અંતરજાતિય વિવાહ અમેરિકી સંધીય કાયદામાં સમાવિષ્ટ છે.
સેનેટમાં બહુમતના નેતા ચક શૂમરે કહ્યું હતું કે આ સમાનતા તરફ આગળ વધતું પગલું છે. તેમણે કહ્યું કે ડેમોક્રેટ ઝડપથી આગળ વધી રહ્યા છે. જ્યારે પાર્ટી હજી પણ કોંગ્રેસના બંને પક્ષોમાં બહુમત રાખે છે. કાયદો હવે અંતિમ વોટ માટે સદનમાં જશે.
જો બાઈડનને કર્યું સ્વાગત
અમેરિકી સેનેટ વોટ બિલને પરત હાઉસ ઓફ રિપ્રેન્ઝેટેટિવ્સને મોકલાશે. હાઉસ આને મંજૂરી આપશે ત્યારબાદ હસ્તાક્ષર માટે બિલને જો બાઈડનને મોકલવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને દ્વિદલીય વોટની પ્રશંસા કરી અને કહ્યું કે જો હાઉસ દ્વારા પસાર કરવામાં આવે તો તે તરત અને ગર્વથી બિલ ઉપર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરશે કે LGBTQ યુવાનો એ જાણીને મોટા થશે કે તેઓ પૂર્ણ અને સુખી જીવન જીવી શકે છે અને પોતે સ્વયં પરિવાર બનાવી શકે છે.