વિશ્વની સૌથી જૂની શાકાહારી રેસ્ટોરન્ટ ભારતમાં નહી પરંતુ, આ દેશમાં છે, તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે

આ રેસ્ટોરન્ટ હાસ્યનું પાત્ર બની ગઈ હતી, ગ્રાહકો ન હોવાને કારણે ખોરાક ફેંકી દેવો પડતો હતો. આ પછી રેસ્ટોરન્ટના માલિકો ભારત આવ્યા અને ઘણી વાનગીઓની માહિતી લીધી

Written by Kiran Mehta
Updated : November 16, 2023 11:18 IST
વિશ્વની સૌથી જૂની શાકાહારી રેસ્ટોરન્ટ ભારતમાં નહી પરંતુ, આ દેશમાં છે, તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે
વિશ્વની સૌથી જૂની શાકાહારી રેસ્ટોરન્ટ... ફોટો સ્ત્રોત- વિકિપીડિયા

ભારતમાં શાકાહારી અને માંસાહારી બંને લોકો છે, પરંતુ ભારતમાં શાકાહારી લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. શું તમે જાણો છો કે, વિશ્વની સૌથી જૂની શાકાહારી રેસ્ટોરન્ટ ક્યાં છે? તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાની સૌથી જૂની શાકાહારી રેસ્ટોરન્ટ ભારતમાં નથી. 100 વર્ષથી વધુ સમયની આ રેસ્ટોરન્ટના નિર્માણની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, વિશ્વની સૌથી જૂની શાકાહારી રેસ્ટોરન્ટ સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચમાં છે, જે હૌસ હિલ્ટ ઝુરિચના નામથી પ્રખ્યાત છે. આ રેસ્ટોરન્ટની સ્થાપના ઝુરિચના હિલ્ટ પરિવાર દ્વારા 1890 માં કરવામાં આવી હતી અને તે પેઢીઓથી આ વારસાને આગળ ધપાવે છે. હવે આ હોટેલ ખૂબ પ્રખ્યાત છે.

કહેવાય છે કે, હિલ્ટ પરિવારના વડા એમ્બ્રોસિયસ હિલ્ટ સંધિવાથી પીડિત હતા. ઘણી સારવાર બાદ ડોક્ટરે માંસાહારી ખોરાક છોડીને શાકાહારી આહાર અપનાવવાની સલાહ આપી. એમ્બ્રોસિયસ હિલ્ટે શહેરમાં શાકાહારી રેસ્ટોરન્ટ્સ શોધવાનું શરૂ કર્યું પરંતુ, તેમને કંઈ સારું મળ્યું નહીં. આ પછી તેમણે રેસ્ટોરન્ટ ખોલવાનો પ્લાન બનાવ્યો. કહેવાય છે કે, શરૂઆતમાં અહીં માત્ર કેટલીક વાનગીઓ જ મળતી હતી પરંતુ આજે અહીં ઘણા દેશોની શાકાહારી વાનગીઓ ઉપલબ્ધ છે.

ભારતીય, એશિયન, ભૂમધ્ય અને સ્વિટ્ઝર્લેન્ડની તમામ શાકાહારી વાનગીઓ હવે આ રેસ્ટોરન્ટનો એક ભાગ બની ગઈ છે. ખાવાની સાથે સાથે તમે અહીં રસોઈના પુસ્તકો પણ વાંચી શકો છો. હવે આ રેસ્ટોરન્ટની 8 ફ્રેન્ચાઈઝી પણ ખુલી ગઈ છે. એક સમય હતો, જ્યારે આ રેસ્ટોરન્ટ હાસ્યનું પાત્ર બની ગઈ હતી, ગ્રાહકો ન હોવાને કારણે ખોરાક ફેંકી દેવો પડતો હતો. આ પછી રેસ્ટોરન્ટના માલિકો ભારત આવ્યા અને ઘણી વાનગીઓની માહિતી લીધી.

આ રેસ્ટોરન્ટમાં તમે થાળીમાં ભોજન મેળવી શકો છો, જે ભારતથી પ્રેરિત છે. તેની સંપૂર્ણ શાકાહારી શૈલીને કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ રેસ્ટોરન્ટમાં એક પુસ્તકાલય પણ છે, જ્યાં હજારો પુસ્તકો મળશે, જે શાકાહારી ખોરાકના ફાયદાઓની માહિતી પ્રદાન કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ