Budget 2023: ‘આત્મનિર્ભર ભારત’ પહેલનું લીડર બની શકે છે ફાર્મા સેક્ટર, બજેટમાં શું આશા-અપેક્ષા છે

Budget 2023 Pharma sector: ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું (pharma industry) કદ હાલ 50 અબજ ડોલર છે જે ઝડપથી વધીને વર્ષ 2047 સુધીમાં 450 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. સરકાર બજેટ 2023માં (Budget 2023) સરળ નિયમો અને ઇનોવેશન - રિસર્ચને પ્રોત્સાહનની જોગવાઇ કરી ફાર્મા ઉદ્યોગને વેગ આપે તેવી અપેક્ષા છે.

Written by Ajay Saroya
January 19, 2023 17:18 IST
Budget 2023: ‘આત્મનિર્ભર ભારત’ પહેલનું લીડર બની શકે છે ફાર્મા સેક્ટર, બજેટમાં શું આશા-અપેક્ષા છે

ભારતનું ફાર્માસ્યુટિકલ સેક્ટર ઝડપી વિકાસ અને વિસ્તરણ પામી રહ્યું છે. સ્થાનિક ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું કદ હાલમાં 50 અબજ ડોલર છે, જે 2047 સુધીમાં 450 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. ફાર્મા સેક્ટર સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે આ સેક્ટર સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામમાં લીડર બની શકે છે. આવી સ્થિતિમાં, સરકારે આગામી બજેટ 2023 મારફતે નિયમનો હળવા કરીને, સંશોધન આધારિત પ્રોત્સાહનો અને તબીબી કર્મચારીઓની અછતને દૂર કરવા માટેના પગલાં લઇને આ ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપવાની જરૂર છે.

ઇનોવેશન, રિસર્ચ અને અને વિકાસ પર ધ્યાન આપો

ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના વિવિધ સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે સામાન્ય બજેટમાં સરકાર રિસર્ચ અને વિકાસની સાથે સાથે ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સેક્ટર માટેના નિયમનોને સરળ બનાવવા પગલાં લેઇ શકે છે. આગામી બજેટમાં ઉદ્યોગની અપેક્ષાઓ અંગે, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) ના જનરલ સેક્રેટરી સુદર્શન જૈને જણાવ્યું હતું કે સ્થાનિક ફાર્મા ઉદ્યોગનું કદ હાલમાં 50 અબજ ડોલર છે. જે વર્ષ 2030 સુધીમાં 130 અબજ ડોલર અને વર્ષ 2047 સુધીમાં 450 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.

તેમણે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યુ કે, આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, સામાન્ય બજેટ 2023-24 ઇનોવેશન અને રિસર્ચ તેમજ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે તેવું હોવું જોઈએ, જેથી ફાર્મા ઉદ્યોગને આગળ વધવાની ગતિ મળી શકે. આ એસોસિએશન એ સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, લ્યુપિન અને ગ્લેનમાર્ક સહિત 24 સ્થાનિક ફાર્મા કંપનીઓનું કન્સોર્ટિયમ છે.

‘આત્મનિર્ભર ભારત’માં મોટું યોગદાન

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ પ્રોડ્યુસર્સ (ઓપીપીઆઈ) ના ડાયરેક્ટર જનરલ વિવેક સેહગલે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ પહેલમાં વાસ્તવિક યોગદાન આપવા માટે લાઇફ સાયન્સ સેક્ટરને સક્ષમ બનાવવા માટે સરકારે વધુ સારી નીતિઓ ઘડવાની અને નાણાકીય પ્રોત્સાહનો આપવાની જરૂર છે. OPPI રિસર્ચ -આધારિત ફાર્મા કંપનીઓ AstraZeneca, Johnson & Johnson અને Merck વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચોઃ Budget 2023 : બજેટ 2023માં ડાયમંડની આયાત જકાત ઘટાડવા હીરા ઉદ્યોગની માંગણી

તબીબી કર્મચારીઓની અછતને દૂર કરો

ભારતમાં નોવાર્ટિસ ઈન્ડિયાના પ્રમુખ અમિતાભ દુબેએ જણાવ્યું હતું કે, સરકારે રિસર્ચ આધારિત પ્રોત્સાહક યોજનાઓ પર ભાર મૂકવાની જરૂર છે. કારણ કે તે જીવનરક્ષક દવાઓની ઉપલબ્ધતામાં સુધારો કરી શકે છે. ફોર્ટિસ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આશુતોષ રઘુવંશીએ જણાવ્યું હતું કે પ્રોફેશનલ મેડિકલ એમ્પ્લોયઝની અછતની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે. આ માટે, ટિયર-ટુ અને ટિયર-થ્રી શહેરોમાં કામ કરવા ઇચ્છુક ડોકટરો, નર્સો અને ટેકનિકલ કર્મચારીઓને ઓળખી કાઢવાની આવશ્યકતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ