Budget 2023: સુરત (Surat) એ દુનિયાનું સૌથી મોટું ડાયમંડ હબ (surat diamond hub) ગણાય છે. સમગ્ર વિશ્વમાં કટ-પોલિશિંગ (cut and polished diamond) થતા પ્રત્યેક 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થાય છે. ગુજરાતમાં ટેક્સટાઇલની જેમ હીરા ઉદ્યોગ (diamond industry) આવક અને રોજગારી સર્જન મામલે એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે. હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક મોરચે અને આંતરિક સ્તરે વિવિધ પડકારોનો સામનો કરી રહી છે. હીરા ઉદ્યોગ અને બુલિયન ઇન્ડસ્ટ્રીઝ આગામી બજેટ 2023માં ઉદ્યોગ માટે રાહતજનક ઘોષણાઓ થાય તેવી અપેક્ષા રાખી રહ્યુ છે. જાણો હીરા ઉદ્યોગ અને બુલિયન ઇન્ડસ્ટ્રીઝની બજેટ અપેક્ષા
ડાયમંડની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા ભલામણ

જેમ – જ્વેલરી એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ગુજરાત રિજનના ચેરમેન વિજય માંગુકિયા જણાવે છે કે, આ વખતના બજેટ 2023માં ડાયમંડ અને બુલિયન ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમે કટ-પોલિશ્ડ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી હાલના 5 ટકાથી ઘટાડીને અઢી ટકા કરવા સરકારને ભલામણ કરી છે. તેવી જ રીતે સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓની આયાત જકાત પણ 12.5 ટકાથી ઘટીને 4 ટકા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
હીરા ઉદ્યોગ :
- કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી પાંચ ટકા થી ઘટાડીને અઢી ટકા કરવી
- સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણની મંજૂરી આપો.
- રફ ડાયમંડના વેચાણ પર 2 ટકા ઇક્વલાઇઝેશન ટેક્સ(લેવી)માંથી મુક્તિ/સ્પષ્ટતા
- ડાયમંડ ઈમ્પ્રેસ્ટ લાઇસન્સ – CPDના નિકાસકારને નિકાસની જવાબદારીઓ સામે ચોક્કસ પ્રમાણમાં CPDની આયાત કરવાની મંજૂરી આપો.
લેબ ગ્રોન ડાયમંડ :
- લેબ ગ્રોન ડાયમંડ બનાવવા માટે વપરાતા સીડ્સ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી નાબૂદ કરવી
- લેબ ગ્રોન ડાયમંડ બનાવવામાં વપરાતી મશીનરીની આયાત પરની જકાત દૂર કરો
કલર ડાયમંડ :
- કટ અને પોલિશ્ડ જેમ્સસ્ટોન (કલર ડાયમંડ) પરની આયાત જકાત પાંચ ટકાથી ઘટાડીને અઢી ટકા કરવી
સોના-ચાંદી/ કિંમતી ધાતુઓ :
- કિંમતી ધાતુઓ જેવી કે સોના/ચાંદી/પ્લેટિનમ પરની આયાત જકાતને હાલના 12.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવી
- GST રિફંડ જેવી જ EDI સિસ્ટમ દ્વારા “રેટ્સ અને ટેક્સ રિફંડ” મિકેનિઝમની શરૂઆત કરવી અને નિકાસના સમયે ડ્યુટી ડ્રો બેકનો રેટ ઇમ્પોર્ટ ડ્યુટીને અનુરૂપ હોવો જોઈએ.
- સોના/ચાંદી/પ્લેટિનમ જ્વેલરી પરની બેઝિક કસ્ટમ ડ્યુટીને હાલના 20 ટકા થી વધારીને 25 ટકા કરવી.
વેપાર/કામકાજ સંબંધિત નિયમો :
- હીરા, કિંમતી અને મૂલ્યવાન સ્ટોન ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક મોડલની રજૂઆત
- જ્વેલરી રિપેરિંગ પોલિસી
- SEZ એકમોમાં મોકલવા માટે બિલની રજૂઆત
- DESH બિલમાં સુધારણા કરવી
- MOOWR યોજનામાં જેમ એન્ડ જ્વેલરીનો સમાવેશ કરવો
આ પણ વાંચોઃ બજેટ 2023માં સોનું સસ્તુ થશે? જ્વેલર્સ આગામી બજેટમાં શું અપેક્ષા રાખી રહ્યા છે
રફ ડાયમંડના ઓક્શન પરનો બે ટકા ટેક્સ નાબૂદ કરો

સુરત ડાયમંડ એસોસિએશન પ્રમુખ નાનુભાઇ વેકરીયાએ જણાવ્યુ કે, આગામી બજેટમાં અમે રફ ડાયમંડના ઓક્શન પર વસૂલવામાં આવતો બે ટકા ટેક્સ નાબૂદ કરવાની માંગણી કરી રહ્યા છે. જો આ ટેક્સ નાબૂદ થાય તો નાના ડાયમંડ યુનિટોને ઘણી રાહત મળશે. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યુ કે, આગામી એપ્રિલ કે મે મહિનામાં સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ થવાની સંભાવના છે. ડાયમંડ બુર્સ ધમધમતા સુરતના હીરા ઉદ્યોગની ચમક અનેક ગણી વધી જવાની