Twitterના કર્મચારીઓની નોકરી જોખમમાં, એલન મસ્કે છટણીના સંકેત આપ્યા

Elon Musk lay off Twitter Employees : સોશિયલ મીડિયા સાઇટને ટેકઓવર કરતા તરત જ સીઇઓ પરાગ અગ્રવાલને બરતરફ કરનાર ટ્વિટરના નવા માલિક એલન મસ્કે (Elon Musk) કર્મચારીઓની છટણીના (lay off) સંકેત આપ્યા.

Written by Ajay Saroya
October 30, 2022 15:51 IST
Twitterના કર્મચારીઓની નોકરી જોખમમાં, એલન મસ્કે છટણીના સંકેત આપ્યા

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે માઇક્રોબ્લોલિંગ સાઇટ ટ્વિટરને ટેકઓવર કરતા જ કંપનીના કર્મચારીઓની છટણી કરવાના સંકેત આપ્યા છે. ટ્વિટરની સત્તા હાથ લેતા સાથે જ એલન મસ્કે સોશિયલ મીડિયા સાઇટના ભારતીય મૂળના સીઇઓ પગાર અગ્રવાલ સહિત ટોચના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા હતા. હવે ટ્વિટરના અન્ય કર્મચારીઓ પર તવાઇ આવી રહી છે.

એલોન મસ્કે ટ્વિટરના કર્મચારીઓની છટણી કરવાના સંકેત આપ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, મસ્ક ટ્વિટર પર “કામદારોને છટણી કરવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે”. અહેવાલમાં જણાવાયું છે કે કેટલાક મેનેજરોને “કર્મચારીઓની યાદી તૈયાર કરવા” કહેવામાં આવ્યું છે. હાલમાં કંપનીમાં 7500 કર્મચારીઓ છે. મસ્કે રોકાણકારોને કહ્યું કે તે “ટ્વિટરને સંપૂર્ણપણે ખાનગી બનાવશે, તેના કર્મચારીની સંખ્યા ઘટાડાશે, તેના કન્ટેન્ટ મીડિયેટરના નિયમોમાં ફેરફાર કરશે અને નવા નિયમો અમલમાં લાવશે.”

એલન મસ્ક દ્વારા ટ્વિટરને ટેકઓવર કરાયું તેની પહેલાથી જ એવું માનવામાં આવતું હતું કે, તે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર કંપની તેના 75 ટકા જેટલા કર્મચારીઓને છૂટા કરી શકે છે. સોશિયલ મીડિયા કંપનીને 44 અબજ ડોલરમાં ટેકઓવર કર્યાના એક દિવસ બાદ જ એલોન મસ્કે શુક્રવારે ટ્વિટ કર્યું હતુ કે, “ટ્વિટર વ્યાપક રીતે વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્ય સાથે કન્ટેન્ટ મીડિયેટર કાઉન્સિલની સ્થાપના કરશે. કાઉન્સિલની રચના થાય તે પહેલાં કોઈ મોટા વિષયવસ્તુ નિર્ણય અથવા એકાઉન્ટ રિકવર થશે નહીં.

આ પણ વાંચોઃ- twitterના બોસ બનતા જ એલોન મક્સે CEO પરાગ અગ્રવાલને કર્યા ટર્મિનેટ, હેડક્વાર્ટરમાંથી પણ કરાયા બહાર

ઉલ્લેખનિય છે કે, એલન મસ્કે માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને ટેકઓવર કરવાની સાથે તરત જ સીઈઓ પરાગ અગ્રવાલ, લો- ઓફિસર વિજયા ગડ્ડે, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર નેડ સેગલ અને જનરલ કાઉન્સેલ સીન એજેટને બરતરફ કર્યા હતા.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટર પર છટણી “1 નવેમ્બરની તારીખ પહેલા થઈ શકે છે. કારણ કે કર્મચારીઓને 1 નવેમ્બરે સ્ટોક ગ્રાન્ટ આપવામાં આવે છે. જે કર્મચારીઓના પગારના મોટા ભાગની સમકક્ષ છે. જો તેની પહેલાં કર્મચારીઓને બરતરફ કરવામાં આવે તો તેમને ભથ્થાની ચૂકવણી કરવાનું ટાળશે.

આ પણ વાંચોઃ- ડીલ પહેલા સિંક લઈને ટ્વીટર હેડક્વાર્ટર પહોંચ્યા એલન મસ્ક, જુઓ વીડિયો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ