ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બનતા જ એક્શનમાં આવી ગયા હતા. રિપોર્ટ પ્રમાણે એલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને ટર્મિનેટ કરી દીધા હતા. એલોન મસ્કે એક દિવસ પહેલા જ કહ્યું હતં કે તેઓ માનવતાની મદદ માટે ટ્વિટર ખરીદી રહ્યા છે. આને બધા માટે મફત બનવા દઈશું. એલોન મસ્કે ટ્વિટર હેડક્વાર્ટરમાં લટાર મારતા એક વીડિયો શેર કર્યો હતો. તેમણે ડીલ પુરી કરવાના છેલ્લા દિવસના બે દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો. એલોન મસ્કે પણ પોતાનું ટ્વિટર પ્રોફાઇલ બદલીને ટ્વીટ ચીફ લખી દીધું છે.
ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા ઇંકના સીઈઓએ કહ્યું કે તેઓ ટ્વિટર પર સ્પેમ બટ્સને પરાજીત કરવા માંગે છે. એલ્ગોરિધનમમ બનાવવા માંગે છે જે નિર્ધારિત કરશે કે ઉપયોગ કર્તાઓ સામગ્રી કેવી રીતે પ્રસ્તુત કરી શકાય. આ પ્લોટફોર્મને નફરત અને વિભાજન જેવા મુદ્દાઓનું પ્લેટફોર્મ બનાવવાથી રોકવાનું છે. પછી ભલે સેંસરશિપને સીમિત કરતું હોય.
જોકે મસ્કે આ અંગે વિસ્તારમાં જણાવ્યું નથી કે આ બધું કેવી રીતે મેળવી શકાશે. કંપની કોણ ચલાવશે. તેમણે કહ્યું કે તેમની યોજના નોકરીઓમાં કાપ મુકવાની છે. જેનાથી ટ્વીટરના લગભગ 7500 કર્મચારીઓ પોતાના ભવિષ્યની ચિંતામાં છે. તેમણે ગુરુવારે અ પણ કહ્યું હતું કે વધારે પૈસા બનાવવા માટે ટ્વિટર ખરીદ્યું નથી. પરંતુ માનવતાની મદદ કરવાની કોશિશ માટે જેને હું પ્રેમ કરું છું.
પરાગ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપર લગાવ્યા આવા આરોપો
આ મુદ્દાથી પરિચિત લોકો અનુસાર મસ્કે ટ્વિટરના મુખ્ય કર્મચારી અધિકારી પરાગ અગ્રવાલ, મુખ્ય નાણા અધિકારી નેડ સહગલ અને કાનૂની મામલા અને નીતિ પ્રમુખ વિજય ગુડ્ડેને ટર્મિનેટ કરી દીધા છે. તેમણે તેમના ઉપર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર નકલી ખાતાઓની સંખ્યાને લઈને અને ટ્વિટરના રોકાણકારોને ભટકાવવાનો આરોલ લગાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્રવાલ અને સહગલ ટ્વિટરના સેન ફ્રાન્સિસ્કો મુખ્યાલયમાં હતા જ્યારે ડીલ પુરી થઈ હતી. ત્યારબાદ તેમને બહાર કાઢી મુક્યા હતા.
જૈક ડોર્સીના રાજીનામા બાદ અગ્રવાલ બન્યા હતા સીઈઓ
અગ્રવાલને ગત વર્ષના નવેમ્બર મહિનમાં કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીના રાજીનામા બાદ ટ્વિટરના નવા સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઈઆઈટી, બોમ્બે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચુકેલા અગ્રવાલે એક દશકથી વધારે સમય પહેલા ટ્વિટરમાં નોકરી શરુ કરી હતી. એ સમયે કંપનીમાં 1000થી પણ ઓછા કર્મચારીઓ કામ કરતા હતા.
કેવી રીતે ડીલ પુરી થઈ?
44 બિલિયન ડોલરના અધિગ્રહણ એક રસપ્રદ ગાથા છે જે ટ્વિસ્ટ અને ટર્નથી ભરેલી છે. જેણે એ વાત ઉપર શંકા ઉભી કરી હતી કે શું મસ્ક ડીલ પુરી કરશે? આ ડીલ ચાર એપ્રિલે શરૂ થઈ હતી જ્યારે મસ્કે સેન ફ્રાન્સિસ્કો કંપનીમાં 9.2 ટકા ભાગીદારીનો ખુલાસો કર્યો હતો. જેનાથી મસ્ક સૌથી મોટા શેરધારક બની ગયા હતા.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જ્યારે ટ્વિટરના બોર્ડમાં સામેલ થવા માટે સહમત થઈ ગયા હતા ત્યારે કંપનીને 54.20 ટકા શેરમાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મસ્કનો પ્રસ્તાવ વાસ્તવિક હતો અને એપ્રિલમાં માત્ર એક સપ્તાહના અંતમાં બંને પક્ષો દ્વારા નક્કી થયેલી એક કિંમત ઉપર ડીલ નક્કી થઈ હતી.