ગો ફર્સ્ટની મુશ્કેલીઓ યથાવત્, હવે 12 મે સુધીની તમામ ફ્લાઇટ રદ

Go First flights cancels : નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ એરલાઇન્સે હવે 12 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ રદ કરી હોવાનું જણાવ્યું છે.

Written by Ajay Saroya
May 05, 2023 22:36 IST
ગો ફર્સ્ટની મુશ્કેલીઓ યથાવત્, હવે 12 મે સુધીની તમામ ફ્લાઇટ રદ
ગો-ફર્સ્ટે 12 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ રદ કરી છે.

Go First flights cancels : ગો ફર્સ્ટ એરલાઇનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગો ફર્સ્ટ તરફથી એક મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. જેમા એરલાઈન્સે જણાવ્યું છે કે, 12 મે સુધી તેમની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. કંપની આની પાછળ ઓપરેશનલ કારણોને જવાબદાર ગણાવી રહી છે. જો કે હકીકત એ છે કે, એરલાઇન્સ કંપનીની નાણાકીય સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી સારી નથી. ફ્લાઈટ્સ સતત કેન્સલ થઈ રહી છે. નોંધનિય છે કે, ગો ફર્સ્ટ એરલાઇન્સે 2 મે, 2023ના રોજ 3 અને 4 મે માટેની તમામ ફ્લાઇટ કેન્સલ કરી હતી ત્યારબાદ 9 મે સુધી અને હવે 12 મે સુધીની તમામ ઉડાન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગો ફર્સ્ટ કેમ મુશ્કેલીમાં મુકાઇ ?

પ્રાપ્ત માહિતી અનુસાર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ એરલાઇન્સે તાજેતરમાં જ નાદારીની કાર્યવાહી માટે એનસીએલટીમાં અરજી કરી છે. સ્થિતિ એવી છે કે ઘણા વિમાનો જમીન પર ઉભી કરી દેવામાં આવ્યા છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે કંપનીના હિતોનું રક્ષણ કરી શકાય છે, તેથી આવા આકરાં નિર્ણયો લેવા પડ્યા છે. અમેરિકાની કંપની પ્રેટ એન્ડ વ્હીટની (P&W) એ ગો ફર્સ્ટને એન્જિનની સપ્લાય કરવાનું બંધ કર્યું ત્યારથી તેની સ્થિતિ સતત નબળી પડી રહી છે.

આમ તો વાડિયા ગ્રુપની આ એરલાઈન્સ કંપની પહેલાથી જ ખોટ કરી રહી છે એવું નથી. તેણે વર્ષ 2005માં માત્ર બે વિમાન ભાડે લઇને એક અદ્ભુત સફરની શરૂઆત કરી હતી. હાલમાં Go First પાસે 61 એરક્રાફ્ટ છે, જેમાં 56 A320 Neo અને 5 A320 CEO એરક્રાફ્ટ છે. અત્યારે તો મુસાફરો માટે રાહતની વાત છે કે એરલાઈને સ્પષ્ટપણે કહ્યું છે કે જેમની ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે તેમને રિફંડ આપવામાં આવશે. કંપનીનું એમ પણ કહેવું છે કે મુસાફરોને સતત શક્ય તેટલી મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો : કિંગફિશર, જેટ એવરેઝ બાદ હવે ગો ફર્સ્ટ… ‘અર્શ થી ફર્શ પર’ પટકાયેલી ભારતીય એરલાઇન્સ કંપનીઓના પતનની કહાણી

ગો ફર્સ્ટના કર્મચારીઓને નોકરી જવાનો ડર

સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ગો ફર્સ્ટની કટોકટીથી તેના કર્મચારીઓને નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે. આથી ગો ફર્સ્ટ કંપનીના કર્મચારીઓએ નવી નોકરી માટે અન્ય એરલાઇન્સમાં ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કરી દીધું છે. ગો ફર્સ્ટની હાલતને જોતા એર ઈન્ડિયાના વોક-ઈન ઈન્ટરવ્યુ માટે ગુરુવારે ડઝનબંધ પાઈલટ દિલ્હીની એક હોટલમાં પહોંચ્યા. એક પાયલોટે પોતે આ વિશે કહ્યું કે આ ખૂબ જ નિરાશ છે, એરલાઈન્સ એવી રીતે કામગીરી કરી રહી હતી જાણે બધું સામાન્ય હોય. અમારું ફ્લાઈંગ લાઇસન્સ ચાલુ રાખવા માટે અમારે નવી નોકરી શોધવાની જરૂર છે. વિસ્તારાએ ગુરુવારે દિલ્હી અને મુંબઈમાં કેબિન ક્રૂ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લીધા હતા અને પાઈલટો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી હતી. GoFirst કેબિન ક્રૂના એક સભ્યએ કહ્યું કે ટાટા સાથે અમારું ભવિષ્ય સુરક્ષિત છે.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ