Amazon થી લઈને Apple સુધીની કંપનીઓ, જેમના લોગોમાં છુપાયેલા છે મોટા ‘રહસ્ય’, જાણો તમામનો અર્થ

Hidden Meanings of Logo: દરેક કંપનીના લોગોમાં કોઈને કોઈ છૂપાયેલા રહસ્ય હોય છે, શું તમે આ જાણીતી અમેઝોન (Amazon), એપ્પલ (Apple), ડોમિનોઝ (dominos), ડેલ (Dell), બાસ્કિન-રોબિન્સ (Baskin Robbins) જેવી કંપનીના લોગોના રહસ્ય જાણો છો? લોગોનું ફૂલ ફોર્મ (logo full form) શું થાય? તો જોઈએ આ તમામ માહિતી.

Written by Kiran Mehta
Updated : May 11, 2023 19:27 IST
Amazon થી લઈને Apple સુધીની કંપનીઓ, જેમના લોગોમાં છુપાયેલા છે મોટા ‘રહસ્ય’, જાણો તમામનો અર્થ
કંપનીઓના લોગોમાં છૂપાયેલા રહસ્યો

Hidden Meanings of Logo : આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે, જે આપણે બાળપણથી જ જોતા આવ્યા છીએ. તેમ છતા, આપણે તે વસ્તુઓ સાથે જોડાયેલી ઘણી નાની પરંતુ મહત્વપૂર્ણ બાબતોથી અજાણ રહીએ છીએ. ઘણી વખત આ બાબતોને લઈને આપણા મનમાં પ્રશ્નો પણ આવે છે, પરંતુ પછી જવાબના અભાવે, આપણે ફરી એક વાર તેને અવગણીએ છીએ અને આગળ વધી જઈએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે કોઈ કંપનીના લોગો વિશે વાત કરીએ. નાનીથી મોટી કંપનીઓ માર્કેટમાં પોતાની ઓળખ બનાવવા માટે એક ખાસ અને અલગ ડિઝાઈન બનાવે છે, જેને સામાન્ય ભાષામાં ‘લોગો’ કહે છે. નાનપણથી લઈને આજ સુધી, તમે નથી જાણતા કે, તમે કેટલી કંપનીઓના લોગો જોયા છે, પરંતુ શું તમે ક્યારેય તેમની પાછળ છુપાયેલ અર્થ જાણવાનો પ્રયાસ કર્યો છે?

હા, અમે તમને જણાવી દઈએ કે, કોઈ પણ લોગો એમ જ બનાવી દેવામાં આવતો નથી, પરંતુ તેના પર બનેલી દરેક નાની વસ્તુઓમાં એક ખાસ અર્થ છુપાયેલો હોય છે. આ અર્થને ધ્યાનમાં રાખીને, એક ડિઝાઇન બનાવવામાં આવે છે અને આ રીતે કંપનીને તેની પોતાની વિશિષ્ટ નિશાની મળે છે. આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે, ચાલો તમને દુનિયાની કેટલીક મોટી કંપનીઓ જેમ કે Amazon, Domino’s, Apple વગેરેના લોગોમાં છુપાયેલા રહસ્યો વિશે જણાવી.

એમેઝોન

ચિત્રમાં જોઈ શકાય છે તેમ, એમેઝોન લોગો પર એક તીર છે. ઘણીવાર લોકો વિચારે છે કે, આ તીર માત્ર એક ડિઝાઇન છે અને લોગોમાં સર્જનાત્મકતા ઉમેરવા માટે આપવામાં આવ્યું છે, પરંતુ એવું બિલકુલ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે, એમેઝોનના લોગોમાં બનેલા આ તીરમાં પોતાનામાં ખાસ અર્થ છુપાયેલો છે.

એમેઝોન

આનો મતલબ શું?

ધ્યાન આપવા પર, તમે જાણશો કે, આ તીર A થી શરૂ થાય છે અને Z પર સમાપ્ત થાય છે. આ રીતે તે દર્શાવે છે કે A ટુ Z સુધીનો દરેક પ્રકારનો સામાન એમેઝોન પર ઉપલબ્ધ છે.

ડોમિનોઝ

ડોમિનોઝ પરથી પિત્જા મંગાવીને તો તમે ઘણી વખત ખાધો હશે, પરંતુ શું તમે ક્યારેય તેના લોગો પર ધ્યાન આપ્યું છે? તસવીરના લોગોને ધ્યાનથી જોશો તો તેમાં ત્રણ ડોટ કરેલા જોવા મળશે. આ પણ ડિઝાઇન માટે જ નથી.

ડોમિનોઝ

આનો મતલબ શું?

વાસ્તવમાં, Domino’sના લોગો પર બનેલા આ ત્રણ ડોટ ડોમિનોઝના સ્ટોર્સના શરૂઆતના ત્રણ લોકેશનને દર્શાવે છે.

એપ્પલ

આજે એપ્પલનો લોગો હાફ કટ એપલ છે, પરંતુ આ લોગોમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, એપલ કંપનીની સ્થાપના વર્ષ 1976માં થઈ હતી. તે સમયે તેના લોગોમાં આઇઝેક ન્યૂટન બનાવવામાં આવ્યું હતું અને ઉપર એક સફરજન લટકતું હતું, પરંતુ વર્ષ 1977માં કંપનીના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સને આ લોગો ખાસ ન લાગ્યો. આ પછી, તેમણે રોબ જાનોફ નામના ગ્રાફિક ડિઝાઇનરને નવો લોગો ડિઝાઇન કરવાની જવાબદારી આપી.

એપ્પલ

આનો મતલબ શું?

રોબે જાનોફે જ એપ્પલને તેનો લોગો આપ્યો છે. પરંતુ અડધુ કપાયેલો જ કેમ? આની જગ્યાએ પુરૂ સફરજન પણ આપી શકાતુ હતુ. રોબ જાનોફે આનો પણ ખુલાસો કર્યો છે, કોડ્સજેસ્ચર નામની વેબસાઈટ અનુસાર, રોબે લોગો માટે એક બાઈટ કરેલુ સફરજન પસંદ કર્યું જેથી લોકો સરળતાથી સમજી શકે કે, તે ચેરી કે ટામેટુ નહીં પણ સફરજન છે.

ડેલ

ડેલનો લોગો એકદમ સરળ છે, પરંતુ એક વસ્તુ જે લોકોનું ધ્યાન ખેંચે છે તે છે ત્રાંસો ‘E’.

ડેલ

આનો મતલબ શું?

મનીકંટ્રોલે અહેવાલના અહેવાલ અનુસાર, કંપનીના વિકાસના શરૂઆતના દિવસો દરમિયાન, ડેલના સ્થાપકે કહ્યું હતું કે, ‘Turn the world on its ear’, એન્ગલ્ડ “e” આ અભિગમને પ્રતિબિંબિત કરે છે.

બાસ્કિન-રોબિન્સ:

બાસ્કિન રોબિન્સ વિશ્વની સૌથી પ્રખ્યાત આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. હવે જો આપણે લોગો જોઈએ તો, બાસ્કીન રોબિન્સના લોગો પર અડધો ‘B’ અને અડધો ‘R’ ગુલાબી રંગમાં લખાયેલો છે, જ્યારે ડાબી બાજુનો દરેક અક્ષર વાદળી છે.

બાસ્કિન રોબિન્સ

આનો મતલબ શું?

જો તમે માત્ર ગુલાબી અક્ષરને ધ્યાનથી જુઓ, આ અડધા ‘B’ અને ‘R’ ગણિતમાં ’31’ નંબર જેવા દેખાય છે. કંપનીના લોગો પરનો નંબર 31 આઈસ્ક્રીમના 31 ફ્લેવર્સનો ઉલ્લેખ કરે છે, જેની સાથે કંપનીએ તેની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોભારતમાં ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધનો અર્થ શું હોઈ શકે? શું છે સમસ્યા? શું આ શક્ય છે?

Logo નું પૂરું નામ શું છે?

લોગોનું પૂર્ણ સ્વરૂપ ‘લેંગ્વેજ ઓફ ગ્રાફિક્સ ઓરિએન્ટેડ’ છે.

શું બે બ્રાન્ડનો સમાન લોગો હોઈ શકે છે?

ના, કોઈ બે કંપનીમાં સમાન લોગો હોઈ શકે નહીં. કોઈપણ કંપનીનો લોગો, તેની એક આગવી ઓળખ હોય છે અને અન્ય કોઈ કંપની તેનો ઉપયોગ કરી શકતી નથી.

ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ