RBI UDGAM: દાવા વગરની બેંક થાપણો શોધવા RBIએ ઉદગમ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ, જાણો રજિસ્ટ્રેશન અને દાવો કરવાની રીત

RBI UDGAM for Unclaimed deposits: રિઝર્વ બેંકે લોન્ચ કરેલા ઉદગમ પ્લેટફોર્મની મદદથી બેંકોમાં પડેલી દાવા વગરની થાપણોની માહિતી ઉપલબ્ધ થશે. પ્રાથમિક અંદાજ મુજબ બેંકોમાં લગભગ 35000 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો જમા છે.

Written by Ajay Saroya
August 21, 2023 23:48 IST
RBI UDGAM: દાવા વગરની બેંક થાપણો શોધવા RBIએ ઉદગમ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ, જાણો રજિસ્ટ્રેશન અને દાવો કરવાની રીત
દાવા વગરની બેંક થાપણ શોધવા રિઝર્વ બેંકે ઉદગમ પોર્ટલ લોન્ચ કર્યું છે.

RBI Launch UDGAM for Check Unclaimed deposits In Banks: શું તમે કે તમારા ઘરના વડીલો બેંકમાં થાપણ જમા કરવાની ભૂલી ગયા છે અને તમને તેના વિશો કોઇ જાણકારી નથી. તો બેંકોમાં આવી દાવા વગરની થાપણો શોધવાનું સરળ બની ગયું છે. બેંક ખાતાધારકોને મદદ કરવા માટે રિઝર્વ બેંકે એક સેન્ટ્રલાઇઝ્ડ વેબ પોર્ટલ ઉદગમ (UDGAM – Unclaimed Deposits – Gateway to Access Information)ની શરૂઆત કરી છે. આરબીઆઈના આ પગલાથી દાવા વગરની રકમની તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.

ઉદગમ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય લોકોને એક જગ્યાએથી તેમની કે તેમના વડીલોની દાવા વગરની પડેલી થાપણ શોધી કાઢવા અને યોગ્ય દાવેદારને પરત કરવાનો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે પોર્ટલ ઉદગમ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. ઉદગમ પ્લેટફોર્મનો બેંકોમાં જમા દાવા વગરની થાપણોને તેમના યોગ્ય હકદારોની પહોંચ માટે માર્ગ દેખાડવાનો છે.

ઉદગમ પોર્ટલ પર બેંકોની દાવા વગરની થાપણોની વિગતો (RBI UDGAM Portal for Unclaimed deposits)

UDGAM પ્લેટફોર્મ RBI દ્વારા વિકસાવવામાં આવ્યું છે જેથી લોકો સરળતાથી એક જગ્યાએ એકથી વધુ બેંકોમાં તેમની દાવા વગરની થાપણો શોધી શકે અને તેનો દાવો કરી શકે. હાલમાં પોર્ટલ પર 7 બેંકો – સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ધનલક્ષ્મી બેંક લિમિટેડ, સાઉથ ઈન્ડિયન બેંક, DBS બેંક ઈન્ડિયા લિમિટેડ અને સિટી બેંકની દાવા વગરની થાપણોની વિગતો ઉપલબ્ધ છે.

RBI | reserve bank of india
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

UDGAM પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરવાની રીત (How to registration on RBI UDGAM Portal)

  • સૌ પ્રથમ UDGAMની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • જો તમે પહેલીવાર આ પ્લેટફોર્મની મુલાકાત લઈ રહ્યા છો તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • udgam.rbi.org.in/unclaimed-deposits/#/register લિંક પર ક્લિક કરીને, તમે તમારો મોબાઇલ નંબર, નામ, પાસવર્ડ, કેપ્ચા કોડ અને ઉપરોક્ત શરતો માટે તમારી સંમતિ આપીને નોંધણી કરાવી શકશો.
  • રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થયા પછી, તમામ જરૂરી વિગતોની મદદથી દાવા વગરની ડિપોઝિટની વિગતોની ચકાસણી કરીને ક્લેમ કરી શકશે.

અન્ય બેંકોની દાવા વગરની થાપણોની વિગતો 15 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે (Banks Unclaimed deposits details)

રિઝર્વ બેન્ક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (ReBIT), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી એન્ડ એલાઈડ સર્વિસિસ (IFTAS) અને સહભાગી બેન્કોએ પોર્ટલ વિકસાવવામાં સહયોગ કર્યો છે. નિવેદન અનુસાર, હાલમાં વપરાશકર્તાઓ વેબસાઇટ પર ઉપલબ્ધ 7 બેંકોમાં તેમની દાવા વગરની થાપણોની વિગતો મેળવી શકશે. આવી રકમને ટ્રેસ કરવાની સુવિધા પોર્ટલ પર અન્ય બેંકો માટે 15 ઓક્ટોબર, 2023 સુધીમાં તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

RBIના 3 મહત્વપૂર્ણ સમાચાર

(1) લોન વ્યાજ દર અને EMI મામલે રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, ફિક્સ્ડ રેટ વિકલ્પ આપવા આદેશ, જાણો 10 મુદ્દા

(2) UPI યુઝર્સ માટે ખુશખબર, હવે પીન વગર ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે – RBIનો મહત્વપૂર્ણ નિર્ણય

(3) બેંકોમાં જમા ₹ 35,012 કરોડની થાપણોનો કોઇ દાવેદાર નથી, શું છે RBIનો નિયમ? જાણો

બેંકોમાં 35000 કરોડની થાપણ દાવા વગરની, સૌથી વધુ SBIમાં (Around 35000 crore Unclaimed deposits in Banks)

તમને જણાવી દઈએ કે સરકારી બેંકોએ ફેબ્રુઆરી 2023 સુધીમાં લગભગ 35,000 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો આરબીઆઈને ટ્રાન્સફર કરી હતી. આ એવા જમા ખાતા હતા જે 10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ થયા ન હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 8,086 કરોડ સાથે દાવા વગરની થાપણોના ટોચ પર છે. ત્યારબાદ આ યાદીમાં પંજાબ નેશનલ બેન્કમાં 5,340 કરોડ રૂપિયા, કેનેરા બેન્કમાં 4,558 કરોડ રૂપિયા અને બેન્ક ઓફ બરોડામાં 3,904 કરોડની દાવા વગરની થાપણો જમા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ