આજનો ઇતિહાસ 10 જાન્યુઆરી: વિશ્વ હિન્દી દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

Today history 10 January: આજે 10 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હિન્દી દિવસ છે. વર્ષ 1839માં આજના દિવસે જ ભારતની ચા ઇંગ્લેન્ડ પહોંચી હતી. બોલીવુડ એક્ટર હૃતિક રોશનનો આજે બર્થ-ડે પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : January 10, 2024 09:04 IST
આજનો ઇતિહાસ 10 જાન્યુઆરી: વિશ્વ હિન્દી દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?
વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ ઉજવાય છે. (Photo - Freepik)

Today history 10 January : આજે તારીખ 10 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હિન્દી દિવસ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. ઉપરાંત આજે એર ડિફેન્સ આર્ટિલરી સ્થાપના દિવસ પણ છે. આજે હિન્દી ફિલ્મોના અભિનેતા હૃતિક રોશનનો જન્મ દિવસ છે. જો ઇતિહાસની ઘટનાઓ પર નજર કરીયે તો વર્ષ 1863માં આજના દિવસ વિશ્વની પ્રથમ ભૂગર્ભ ટ્રેન સેવા લંડનમાં શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત આજની તારીખે જ વર્ષ 1839માં ભારતની ચા ઈંગ્લેન્ડ પહોંચી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

10 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ કાયદા અનુસાર, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા હિંદુ, જૈન, પારસી ધર્મ, શીખ ધર્મ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લઘુમતીઓ ભારતીય નાગરિકતા મેળવી શકશે.ઈરાને જાહેરાત કરી કે તેણે આકસ્મિક રીતે અને અજાણતાંમાં યુક્રેનિયન બોઈંગ 737-800 વિમાનને તોડી પાડ્યું. ઈરાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાને સંવેદનશીલ વિસ્તાર અને સૈન્ય મથક તરફ ઝડપથી વળાંક લીધો હતો, જે માનવીય ભૂલને કારણે દુર્ઘટનામાં પરિણમ્યું હતું.ઓમાનના મહામહિમ સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈદનું અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા.
  • 2013 – પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટોમાં 100 લોકો મૃત્યુ પામ્યા, 270 લોકો ઘાયલ થયા.
  • 2010 – ભારતીય મૂળના અમેરિકન ખાદ્ય સુરક્ષા નિષ્ણાત રાજીવ શાહે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની સંસ્થા ‘યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ’ (યુએસએઆઇડી) ના વડા તરીકેની જવાબદારી સંભાળી છે. આ સાથે તેઓ બરાક ઓબામા વહીવટીતંત્રમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા ભારતીય બન્યા.
  • 2008- કાર ઉત્પાદનમાં અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે 1 લાખ રૂપિયાની કાર ‘નેનો’ રજૂ કરી હતી. વિદેશી રેલ્વે પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનના મામલે રેલવે એક્ટ, 1989માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.એક્વાડોરનો તુગનરાહો જ્વાળામુખી ભયંકર રીતે ફાટવાની આરે પહોંચી ગયો છે.
  • 2006- વડાપ્રધાન મનમોહન સિંહે દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી.
  • 2003 – ઉત્તર કોરિયા પરમાણુ અપ્રસાર સંધિમાંથી ખસી ગયું.
  • 2002 – બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર પાકિસ્તાન પહોંચ્યા, ઇઝરાયલના વિદેશ પ્રધાન શિમોન પેરેઝ ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા, પેરેઝે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને નાટોમાં ભારતના સભ્યપદને ટેકો આપ્યો.
  • 2001 – વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઇન્ડોનેશિયા પહોંચ્યા, મેડકાઉ રોગ પ્રત્યે વહીવટી બેદરકારીને કારણે જર્મનીના બે મંત્રીઓએ રાજીનામું આપ્યું, સોવિયેત વિઘટન પછી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પ્રથમ વખત અઝરબૈજાન પહોંચ્યા.
  • 1991 – સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી- જનરલ જેવિઅર પેરેઝ ડી કુયાર ગલ્ફ વોરથી બચવાના તેમના છેલ્લા પ્રયાસમાં ઈરાકની રાજધાની બગદાદ પહોંચ્યા.
  • 1972 – નવ મહિનાથી વધુ સમય સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશ પહોંચ્યા.
  • 1963 – ભારત સરકારે ગોલ્ડ કંટ્રોલ સ્કીમ શરૂ કરી.
  • 1954 – બ્રિટનનું ધૂમકેતુ જેટ ભૂમધ્ય સમુદ્રમાં ક્રેશ થયું, જેમાં સવાર તમામ 35 લોકો માર્યા ગયા. ધૂમકેતુ બ્રિટનમાં બનેલું વિશ્વનું પ્રથમ જેટ વિમાન હતું.
  • 1946 – લંડનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ બેઠકમાં 51 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો.
  • 1920 – રાષ્ઠ્રસંઘની સ્થાપના થઈ. વર્સેલ્સની સંધિ સત્તાવાર રીતે અમલમાં આવી ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.
  • 1916 – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયાએ ઓટ્ટોમન સામ્રાજ્યને હરાવ્યું.
  • 1912 – બ્રિટિશ કિંગ જ્યોર્જ -5 અને રાણી મેરીએ ભારત છોડ્યું.
  • 1910 – પ્રથમ એર મીટ થઈ.
  • 1863 – વિશ્વની પ્રથમ ભૂગર્ભ ટ્રેન સેવા લંડનમાં શરૂ થઈ.
  • 1839 – ભારતની ચા ઈંગ્લેન્ડ પહોંચી.
  • 1836 – પ્રોફેસર મધુસુદન ગુપ્તાએ તેમના ચાર વિદ્યાર્થીઓ સાથે પ્રથમ વખત માનવ શરીરનું વિચ્છેદન કરીને આંતરિક રચનાનો અભ્યાસ કર્યો.
  • 1616 – બ્રિટિશ રાજદૂત સર થોમસ રોએ અજમેરમાં જહાંગીરની સાથે મુલાકાત કરી.

આ પણ વાંચો | 9 જાન્યુઆરીનો ઇતિહાસ : પ્રવાસી ભારતીય દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ મુસ્લિમ શિક્ષિકાનું નામ શું છે?

વિશ્વ હિન્દી દિવસ (Vishwa Hindi Diwas 2024)

વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ ‘હિન્દી ભાષા’ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ, બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવી, તેથી, 14 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા 18 વર્ષથી એટલે કે 2006 થી 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસ એ દિવસના સંદર્ભમાં ઉજવવામાં આવે છે જ્યારે પ્રથમ વખત વિશ્વ હિન્દી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1975માં 10 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી આ દિવસે વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે.

આ પણ વાંચો | 8 જાન્યુઆરીનો ઇતિહાસ : આજે પૃથ્વી પરિભ્રમણ દિવસ છે, પૃથ્વી કેટલી ઝડપથી ફરે છે?

10 જાન્યુઆરી – મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • જી. લક્ષ્મણન (2001) – ભારતના રાજકીય પક્ષ ‘દ્રવિડ મુનેત્ર કઝગમ’ ના રાજકારણી હતા.
  • હૃતિક રોશન (1974) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
  • સલિમ ગૌસ (1952) – એક ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા હતા, તેમણે બોલિવૂડ, દક્ષિણ ભારતીય અને અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
  • સુચિત્રા ભટ્ટાચાર્ય (1950) – બંગાળી ભાષાની પ્રખ્યાત મહિલા નવલકથાકાર હતી.
  • અલ્લુ અરવિંદ (1949) – ફિલ્મ નિર્માતા.
  • કે.કે. જે. યેસુદાસ (1940) – ભારતીય પ્લેબેક ગાયક અને શાસ્ત્રીય સંગીતકાર.
  • ગુરદયાલ સિંહ (1933) – ‘જ્ઞાનપીઠ એવોર્ડ’થી સન્માનિત પંજાબી લેખક હતા.
  • બાસુ ચેટર્જી (1927) – હિન્દી અને બંગાળી સિનેમાના જાણીતા પટકથા લેખક અને દિગ્દર્શક હતા.
  • પદ્મનારાયણ રાય (1908) – હિન્દી નિબંધકાર અને સાહિત્યકાર.
  • પી. લક્ષ્મીકાંતમ (1894) – કવિ અને લેખક.
  • જોન મથાઈ (1886) – ભારતના શિક્ષણશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી.

આ પણ વાંચો | 7 જાન્યુઆરીનો ઇતિહાસ: મહાયાન નવું વર્ષ ક્યાં ધર્મનો તહેવાર છે, કેમ ઉજવાય છે?

10 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ગિરિજાકુમાર માથુર (1994) – પ્રખ્યાત કવિ અને નાટ્યકાર.
  • સંપૂર્ણાનંદ (1969) – પ્રખ્યાત રાજકારણી અને લેખક.
  • રાધાબિનોદ પાલ (1967) – ટોક્યો, જાપાન યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલમાં ભારતીય ન્યાયાધીશ હતા.
  • જબ ચાર્નોક (1692) – કલકત્તાના સ્થાપક.

આ પણ વાંચો | 6 જાન્યુઆરીનો ઇતિહાસ: વિશ્વ યુદ્ધ અનાથ દિવસ કેમ ઉજવાય છે? દુનિયામાં દરરોજ કેટલા બાળક અનાથ થાય છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ