scorecardresearch

આજનો ઇતિહાસ : 8 જાન્યુઆરી મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરીને લૂંટફાટ મચાવી

Today history 8 January : આજે 8 જાન્યુઆરી, 2023 (8 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે જ વર્ષ 1026માં મહમૂદ ગઝનીએ ( mahmud ghazni) ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર (somnath temple) પર આક્રમણ કરીને લૂંટફાટ મચાવી અને મંદિરને (mahmud ghazni attack somnath temple) નષ્ટ કર્યુ હતુ. આજે હિન્દી ફિલ્મોની અભિનેત્ર નંદા (nanda) અને નાદિયાનો (nadia) જન્મ દિવસ જ્યારે ભારતની પ્રથમ મહિલા પાયલોટની (India first women pilot) સુષ્મા મુખોપાધ્યાયની (sushma mukhopadhyay) પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ : 8 જાન્યુઆરી મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરીને લૂંટફાટ મચાવી

Today history 8 January : આજે તારીખ 8 જાન્યુઆરી, 2023 (8 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસ ભારતના ઇતિહાસ માટે સૌથી ગોઝારો દિવસ છે કારણ કે 8 જાન્યુઆરી, 1026ના રોજ મહમૂદ ગઝનીએ ભગવાની શંકરના પ્રસિદ્ધ 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિંલિંગ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિર પર આક્રમણ કરીને લૂંટફાટ મચાવી અને મંદિરને નષ્ટ કર્યુ હતું. ઉપરાંત આજે ભારતના પ્રથમ મહિલા પાયલોટ સુષ્મા મુખોપાધ્યાયની પુણ્યતિથિ છે. તો ભારતીય હિન્દી ફિલ્મોની અભિનેત્રી નંદા અને નાદિયાનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

8 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 2020 – કેન્દ્રીય કેબિનેટે બાહ્ય અવકાશ સહયોગ માટે ભારત અને મંગોલિયા વચ્ચે થયેલા કરારને મંજૂરી આપી.
 • કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ‘ભારતમાં ઈ-કોમર્સ પર માર્કેટ સ્ટડીઃ કી ફાઈન્ડિંગ્સ એન્ડ ઓબ્ઝર્વેશન્સ’ શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર હતો. ભારતમાં ઈ-કોમર્સ પર બજાર અભ્યાસની એપ્રિલ 2019 માં CCI દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
 • ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ સત્તાવાર રીતે Wi-Fi કોલિંગ લોન્ચ કર્યું છે. આ સેવા કોઈપણ Wi-Fi પર અને ભારતમાં દરેક જગ્યાએ કામ કરશે.
 • 2017 – ઇઝરાયેલના જેરૂસલેમમાં ટ્રક હુમલામાં ઓછામાં ઓછા 4 સૈનિકો માર્યા ગયા, 15 ઘાયલ.
 • 2009 – પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભેરો સિંહ શેખાવતે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી.
 • કોસ્ટા રિકાના ઉત્તરના ક્ષેત્રમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.
 • 2008 – કેન્દ્ર સરકારે અરુણ રામનાથનને નાણાકીય વિભાગના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. વડાપ્રધાન મનમોહન સિંહે છઠ્ઠા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.

આ પણ વાંચો – 7 જાન્યુઆરીનો ઇતિહાસ – ગાધીજીના સમર્થક અને પદ્મ વિભૂષણથી સમ્માનિત જાનકી દેવી બજાજની જન્મજયંતિ

 • 2003 – શ્રીલંકાની સરકાર અને એલટીટીઇ વચ્ચે નાકોર્ન પાથોમ (થાઇલેન્ડ)માં મંત્રણા શરૂ થઈ.
 • 2001 – આઇવરી કોસ્ટમાં બળવો નિષ્ફળ ગયો, ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી વિયેતનામ અને ઇન્ડોનેશિયાની સાત દિવસની મુલાકાતે વિયેતનામ પહોંચ્યા, ભારત-વિયેતનામ વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થયા, ઘાનામાં બે દાયકા જૂના રેલિંગના શાસનનો અંત આવ્યો, જોન કુફેર રાષ્ટ્રપતિ બન્યા.
 • 1996 – ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા મિત્રાનનું 79 વર્ષની વયે પેરિસમાં અવસાન થયું.
 • 1995 – સમાજવાદી વિચારક, સ્વાતંત્ર્ય સેનાની મધુ લિમયેનું અવસાન થયું, જેઓ રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણના નજીકના સહયોગી હતા.
 • 1929 – નેધરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેલિફોન જોડાણ સ્થાપિત કરવામાં આવ્યું.
 • 1952 – જોર્ડને બંધારણ અપનાવ્યું.
 • 1800 – ઑસ્ટ્રિયાએ બીજી વખત ફ્રાંસને હરાવ્યું.
 • 1790 – અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને પ્રથમ વખત દેશને સંબોધન કર્યું.
 • 1026- સુલતાન મહમૂદ ગઝનવીએ ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરને લૂંટ્યું અને નષ્ટ કર્યું.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 6 જાન્યુઆરી PM ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપવામાં આવી

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

 • સાથિયન જ્ઞાનસેકરન (1993) – ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી.
 • કિમ જોંગ ઉન (1984) – ઉત્તર કોરિયાના ત્રીજા સર્વોચ્ચ નેતા.
 • હેરિસ જયરાજ (1975) – ભારતીય સંગીતકાર.
 • માણિક સાહા (1953) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને ઓરિસ્સાના નવા નિયુક્ત મુખ્યમંત્રી.
 • સ્ટીફન હોકિંગ (1942) – પ્રખ્યાત બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી
 • આર. વી. જાનકીરામન (1941) – પુડુચેરીના ભૂતપૂર્વ 7મા મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 5 જાન્યુઆરીનો ઇતિહાસ : પ્રેમનું પ્રતિક ‘તાજમહેલ’ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન

 • નંદા (1938) – ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
 • સઈદ જાફરી (1929) – ભારતીય અભિનેતા
 • કેલુચરણ મહાપાત્રા (1926) – ઓડિસી નૃત્યાંગના અને કલા પ્રેમી હતા.
 • મોહન રાકેશ (1925) – એક જાણીતા સાહિત્યકાર હતા.
 • આશાપૂર્ણા દેવી (1909) – નવલકથાકાર હતા.
 • નાદિયા (1908) – ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી.
 • રામચંદ્ર વર્મા (1890) – હિન્દી સાહિત્યકાર.

આ પણ વાંચોઃ 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

મહાન અને પ્રખ્યાત લોકોની પૃણ્યતિથિ

 • સુષ્મા મુખોપાધ્યાય (1984) – ભારતના પ્રથમ મહિલા પાયલોટ.
 • મધુ લિમયે (1955) – એક ભારતીય રાજકારણી અને સમાજવાદી આંદોલનના નેતાઓ પૈકીના એક હતા.
 • પ્રણવાનંદ મહારાજ (1941) – ભારત સેવાશ્રમ સંઘના સ્વામી.
 • કેશવચંદ્ર સેન (1884) – એક પ્રખ્યાત ધાર્મિક અને સામાજિક સુધારક, જે ‘બ્રહ્મ સમાજ’ના સ્થાપકો પૈકીના એક હતા.

Web Title: Today history 8 january mahmud ghazni attack and plundered somnath temple birthday know important events

Best of Express