scorecardresearch

આજનો ઇતિહાસ : 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

Today history 4 January : આજે 4 જાન્યુઆરી, 2023 (3 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના એક મહાન સ્વાતંત્ર્ય સેનાની મોહમ્મદ અલી જોહરની પુષ્ણતિથિ છે, તેમનું 4 જાન્યુઆરી 1931માં ઇંગ્લેન્ડમાં અવસાન થયુ હતુ. ઉપરાંત અંધ વ્યક્તિઓ લખતા-વાંચતા શીખી શકે તે માટે ‘બ્રેઇલ લિપિ’ની શોધ કરનાર લુઇ બ્રેઇલની જન્મ જયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ : 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

Today history 4 January : આજે તારીખ 4 જાન્યુઆરી, 2023 (4 January) છે હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજે તિથિ પોષ સુદ બારસ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1831માં આજની તારીખે આજે ભારતના એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને શિક્ષણવિદ મોહમ્મદ અલી જોહરની પુણ્યતિથિ છે, વર્ષ 1931માં 4 જાન્યુઆરીના રોજ તેનું ઇંગ્લેન્ડમાં અવસાન થયુ હતુ. તેઓ હિન્દુ – મુસ્લિમ એકતાના પક્ષકાર હતા. આજે અંધ વ્યક્તિઓ માટે ‘બ્રેઇલ લિપિ’ની શોધ કરનાર લુઇ બ્રેઇલની જન્મ જયંતિ છે. ઉપરાંત આજે હિન્દી ફિલ્મોના કલાકારો નિરૂપા રોય, પ્રદીપ કુમાર, આદિત્ય પંચોલીનો જન્મદિન તેમજ સંગીતકાર આરડી બર્મનની મૃત્યુતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

4 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 2020 – ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી.
 • 2010 – ભારતમાં ‘સ્ટૉક એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા’ના આદેશ પર, શેરબજારો શરૂ થવાનો સમય એક કલાક વહેલો સવારે 9 વાગે કરવામાં આવ્યો.
 • 2009 – પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ UPA સાથેના સંબંધો તોડી નાખ્યા.
 • 2008 – અમેરિકાએ શ્રીલંકાને લશ્કરી સાધનો અને સેવાઓની સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ 3 જાન્યુઆરી ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની જન્મજયંતિ

 • 2006 – દુબઈના શાસક શેખ મકતુમ બિન રશીદ અલ મકતુમનું અવસાન થયું.
 • 2004 – ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના વડાપ્રધાન જમાલી વચ્ચે ઇસ્લામાબાદમાં વાતચીત થઈ.
 • 2002 – બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર ભારત આવ્યા.
 • 1999 – મંગળ પર વરાળનું વિશ્લેષણ કરવા માટે અમેરિકન વાહન ‘માર્સ પૉઝર લેન્ડર પ્રોબ’નું પ્રસ્થાન.
 • 1998 – બાંગ્લાદેશે ULFAના મહાસચિવ અનુપ ચેટિયાને ભારતને સોંપવાનો ઇનકાર કર્યો.
 • 1990 – પાકિસ્તાનમાં બે ટ્રેન વચ્ચેની ટક્કરમાં લગભગ 307 લોકો માર્યા ગયા અને તેથી બમણા લોકો ઘાયલ થયા.
 • 1972 – નવી દિલ્હીમાં ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિમિનોલૉજી એન્ડ ફોરેન્સિક સાયન્સ’નું ઉદ્ઘાટન.
 • 1966 – ભારતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના જનરલ અયુબ ખાન વચ્ચે ભારત-પાકિસ્તાન સમ્મેલની શરૂઆત.

આ પણ વાંચોઃ 2 જાન્યુઆરી ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારનો સ્થાપનાદિન

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

 • અપૂર્વી ચંદેલા (1993) – ભારતીય મહિલા શૂટર.
 • નબીલા જમશેદ (1988) – એક ભારતીય લેખિક હતા
 • આદિત્ય પંચોલી (1965) – હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા છે.
 • પ્રતાપ ચંદ્ર સારંગી (1955) – ભારતના સામાજિક કાર્યકર અને રાજકારણી.
 • ટી.એસ. ઠાકુર (1952) – ભારતના 43માં મુખ્ય ન્યાયાધીશ.
 • નિરુપા રોય (1931) – હિન્દી ફિલ્મોના એક પ્રખ્યાત કલાકાર.
 • રામમૂર્તિ ત્રિપાઠી (1929) – હિન્દી અને સંસ્કૃતના વિદ્વાન અને વિવેચક હતા.
 • પ્રદીપ કુમાર (1925) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા હતા.

1 જાન્યુઆરી ઔરંગઝેબ સામે શરણાગતિ ન સ્વીકારનાર ક્રાતિવીર ગોકુલ સિંહ જાટનો શહીદદિન

 • ગોપાલદાસ નીરજ (1925) – હિન્દી સાહિત્યકાર, શિક્ષક અને કવિ સમ્મેલનના મંચ પર કવિતા વાચક અને ફિલ્મોના ગીતકાર હતા.
 • સેબેસ્ટિયન કેપેન (1924) – ધાર્મિક વિચારક હતા.
 • નીલોફર (રાજકુમારી) (1916) – તુર્કીના ઓટ્ટોમન શાહી વંશની છેલ્લી રાજકુમારી હતી.
 • વિષ્ણુ દામોદર ચિતાલે (1906) – એક પ્રખ્યાત સામ્યવાદી, સ્વાતંત્ર્ય સેનાની, રાષ્ટ્રવાદી અને રાજકારણી હતા.
 • જે.સી. કુમારપ્પા (1892) – ભારતના એક અર્થશાસ્ત્રી હતા.
 • એમ.પી. શાસ્ત્રી (1889) – ભારતના ભૂતપૂર્વ બીજા મુખ્ય ન્યાયાધીશ હતા.
 • લોચન પ્રસાદ પાંડે (1887) – એક પ્રખ્યાત લેખક હતા, જેમણે હિન્દી અને ઓડિયા બંને ભાષાઓમાં કવિતાઓ પણ રચી હતી.
 • લુઇસ બ્રેઇલ (1809) – અંધ લોકો માટે ‘બ્રેઇલ લિપિ’ ની રચના કરનાર પ્રખ્યાત વ્યક્તિ હતા.

31 ડિસેમ્બર ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિન

મહાન અને પ્રખ્યાત લોકોની પૃણ્યતિથિ

સિંધુતાઈ સપકાલ (2022) – એક મરાઠી સામાજિક કાર્યકર હતા જેમણે અનાથ બાળકો માટે કામ કર્યું હતું.
અબ્દુલ હલીમ જાફર ખાન (2017) – સંગીત જગતના પ્રખ્યાત સિતારવાદક હતા.
એસ. એચ. કાપડિયા (2016) – ભારતના 38મા મુખ્ય ન્યાયાધીશ હતા.
સુધીર રંજન મજુમદાર (2009) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
રાહુલ દેવ બર્મન (1994) (આર. ડી. બર્મન) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.
નવલપક્કમ પાર્થસારથી (1993) – ભારતીય આનુવંશિક, આંતરરાષ્ટ્રીય ચોખા પંચના કાર્યકારી સચિવ અને થાઈલેન્ડ સરકારના ચોખા સલાહકાર હતા.
જયંતિલાલ છોટે લાલ શાહ (1991) – ભારતના 12મા મુખ્ય ન્યાયાધીશ હતા.
ઝાબરમલ શર્મા (1983) – રાજસ્થાનના પીઢ લેખક, પત્રકાર અને ઈતિહાસકાર હતા.
રામચંદ્ર કૃષ્ણ પ્રભુ (1967) – ગાંધીજીના અનુયાયી અને પ્રખ્યાત પત્રકાર હતા.
-મોહમ્મદ અલી જોહર (1931) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને શિક્ષણવિદ હતા.
અયોધ્યાપ્રસાદ ખત્રી (1905) – હિન્દી ખડી બોલીના પ્રખ્યાત કવિ હતા.

Web Title: Today history 4 january mohammad ali jauhar death anniversary nirupa roy birthday