આજનો ઇતિહાસ 12 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ કેમ ઉજવાય છે, આર્ય સમાજના સ્થાપક કોણ હતા? જાણો ઇતિહાસ

Today History 12 February : આજે 12 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ અને વર્ષ 1928માં આજના દિવસે મહાત્મા ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની ઘોષણા કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : February 12, 2024 08:36 IST
આજનો ઇતિહાસ 12 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ કેમ ઉજવાય છે, આર્ય સમાજના સ્થાપક કોણ હતા? જાણો ઇતિહાસ
Dayanand Saraswati : દયાનંદ સરસ્વતી

Today history 12 February : આજે તારીખ 12 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1928માં આજના દિવસે મહાત્મા ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની ઘોષણા કરી હતી. આજે ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ઉજવાય છે. તો વર્ષ 1502માં વાસ્કો-દ ગામા ભારતનો બીજી વખત પ્રવાસ કરવા માટે પોતાના વહાણમાં લિસ્બનથી રવાના થયા હતો. ઉપરાંત આર્ય સમાજના સ્થાપક અને પ્રખર સુધારવાદી સંન્યાસી દયાનંદ સરસ્વતી, ઉત્ક્રાંતિવાદની થિયરી શોધનાર મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન અને અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

12 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1266 – દિલ્હીના સુલતાન નસીરુદ્દીન શાહનું અવસાન.
  • 1502 – વાસ્કો-દ ગામા ભારતનો બીજી વખત પ્રવાસ કરવા માટે પોતાના વહાણમાં લિસ્બનથી રવાના થયા.
  • 1544 – ઈંગ્લેન્ડમાં રાજદ્રોહના આરોપમાં જેન ગ્રેને ફાંસી આપવામાં આવી.
  • 1577 – નેધરલેન્ડના નવા ગવર્નર ઓસ્ટ્રિયાના ડાન જાને ગૃહ યુદ્ધ સમાપ્ત કરવાનો આદેશ જારી કર્યો.
  • 1610 – ફ્રેન્ચ રાજા હેનરી ચતુર્થે જર્મન પ્રોટેસ્ટન્ટ યુનિયન સાથે કરાર કર્યા.
  • 1689 – વિલિયમ અને મેરીને ઇંગ્લેન્ડના રાજા અને રાણી જાહેર કરવામાં આવ્યા.
  • 1736 – નાદિરશાહ ફ્રાન્સના શાસક બન્યા.
  • 1762 – બ્રિટિશ નૌકાદળે કેરેબિયન ટાપુ માર્ટીનિક પર કબજો કર્યો.
  • 1809 – બ્રિટિશ વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનનો જન્મ.
  • 1818 – દક્ષિણ અમેરિકન દેશ ચિલીને સ્પેનથી આઝાદી મળી.
  • 1882 – નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં સોશિયલ ડેમોક્રેટિક યુનિયનની સ્થાપના.
  • 1885 – જર્મન ઈસ્ટ આફ્રિકા કંપનીની રચના થઈ.
  • 1899 – જર્મનીએ સ્પેન પાસેથી મેરિનાસ કેરોલિન અને પિલ્યૂ ટાપુઓ ખરીદ્યા.
  • 1912 – ચીનમાં મંચુ રાજવંશે રાજગાદી છોડી.
  • 1922 – મહાત્મા ગાંધીએ કોંગ્રેસ કાર્યકારિણી સમિતિને અસહકાર ચળવળને સમાપ્ત કરવા માટે સમજાવ્યા.
  • 1925 – ઉત્તર યુરોપના બાલ્ટિક દેશ એસ્ટોનિયાએ સામ્યવાદી પક્ષ પર પ્રતિબંધ મૂક્યો.
  • 1928 – ગાંધીજીએ બારડોલીમાં સત્યાગ્રહની જાહેરાત કરી.
  • 1953- સુદાનને લઈને બ્રિટન અને ઈજિપ્ત વચ્ચે સમજૂતી થઈ. સોવિયેત સંઘે ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા.
  • 1974 – સોવિયેત યુનિયનના નોબેલ પુરસ્કાર વિજેતા એલેક્ઝાંડર સોલ્ઝેનિત્સિનની મોસ્કોમાં ધરપકડ કરવામાં આવી હતી.
  • 1975 – ભારતે પોતાને શીતળા મુક્ત જાહેર કર્યા.
  • 1979 – ઈરાનના વડા પ્રધાન બખ્તિયારે સૈન્યનું સમર્થન ગુમાવ્યા પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
  • 1988 – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સાત લાખ લોકોની હત્યાની ઘટનામાં 86 વર્ષીય એડ્રિયા આર્ટુકોવિકને કેસ ચલાવવા માટે અમેરિકાથી યુગોસ્લાવિયામાં મોકલવામાં આવ્યા.
  • 1996 – પેલેસ્ટિનિયન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના નેતા યાસર અરાફાતે ગાઝામાં પેલેસ્ટાઈનના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
  • 1999 – બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ.
  • 2000 – પંડિત રવિશંકર ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘કમાન્ડિયર ડેલ લેજેન્ડે ડી ઓનર’થી સન્માનિત, પાકિસ્તાનને કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું.
  • 2002 – ખુર્રમબાદ એરપોર્ટ પર ઉતરતી વખતે ઈરાનનું પ્લેન ક્રેશ થતાં 119 લોકોનાં મોત થયાં.
  • 2006 – એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ નેપાળમાં છે.
  • 2007 – વિશ્વ બેંકે બગલિહાર પર અંતિમ અહેવાલ સોંપ્યો.
  • 2008 – ઉત્તર પ્રદેશ સરકારે બહુચર્ચિત ઉત્તર પ્રદેશ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ બિલ (UPCOCA) ફરીથી ધ્વનિમતથી પસાર કર્યું. સ્પેસ સ્ટેશન પર પ્રથમ યુરોપિયન લેબની સ્થાપના કરવામાં આવી હતી. પૂર્વ તિમોરમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન પર થયેલા હુમલાને પગલે વડાપ્રધાન જના જુસ્માઓએ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
  • 2009 – ભારતીય વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી પહેલો ભેંસનો ક્લોન વિકસાવ્યો. જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા ડીલિટની ઉપાધિથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  • 2010 – હરિદ્વાર મહાકુંભમાં સાત અખાડાઓના લગભગ પચાસ હજાર સન્યાસીઓ અને વિવિધ અખાડાઓના લગભગ ચાર હજાર નાગા અવધૂતો સહિત લગભગ 55 લાખ શ્રદ્ધાળુઓએ પ્રથમ શાહી સ્નાનમાં ગંગામાં ડૂબકી લગાવી હતી.
  • 2013 – ઉત્તર કોરિયાએ તેનું ત્રીજું ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.

આ પણ વાંચો | 11 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? દાણચોરી વિરોધી દિવસ કેમ ઉજવાય છે?

12 ફેબ્રુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • નાના ફડણવીસ (1742) – એક મરાઠા રાજનેતા હતા, જેમને પાણીપતના ત્રીજા યુદ્ધ દરમિયાન પેશવાની સેવામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • દયાનંદ સરસ્વતી (1824) – આર્ય સમાજના સ્થાપક અને પ્રખર સુધારાવાદી સંન્યાસી
  • સી.એફ. એન્ડ્રયૂઝ (1871) – એક ખ્રિસ્તી મિશનરી, શિક્ષણશાસ્ત્રી અને ગાંધીજીના સહાયક હતા.
  • સુભાષ મુખોપાધ્યાય (1919) – ભારતના બંગાળી કવિ અને લેખક હતા.
  • પ્રાણ (1920) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત હીરો, વિલન અને ચરિત્ર અભિનેતા.
  • જી. લક્ષ્મણન (1924) – ભારતીય રાજકીય પક્ષ ‘દ્રવિડ મુનેત્ર કઝગમ’ ના રાજકારણી હતા.
  • ધીરેન્દ્ર બ્રહ્મચારી (1924) – ભારતીય યોગાચાર્ય હતા. તેમનું બાળપણનું નામ ‘ધીરચંદ્ર ચૌધરી’ હતું.
  • લલિત મોહન શર્મા (1928) – ભારતના ભૂતપૂર્વ 24મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • અજીત સિંહ (1939) – એક ભારતીય રાજકારણી અને રાજકારણના અગ્રણી રાષ્ટ્રીય નેતા હતા.
  • એમ. બદરુદ્દીન અજમલ (1950) – આસામના ભારતીય રાજકારણી છે.
  • ચિત્રવીણા એન રવિકિરણ (1967) – ભારતીય સંગીતકાર
  • અજય નાયડુ (1972) – ભારતીય-અમેરિકન અભિનેતા.
  • મોહમ્મદ હુસામુદ્દીન (1994) – એક ભારતીય બોક્સર છે.
  • ચાર્લ્સ ડાર્વિન (1809) – એક મહાન વૈજ્ઞાનિક હતા.
  • અબ્રાહમ લિંકન (1809) – અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ

આ પણ વાંચો | 10 ફેબ્રુઆરીનો ઇતિહાસ : કાશી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? પાયલોટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?

12 ફેબ્રુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • રાહુલ બજાજ (2022) – ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ હતા.
  • ગોપી કુમાર પોદિલા (2010) – પ્રખ્યાત વિદ્વાન અને ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક હતા.
  • સુફી અંબા પ્રસાદ (1919) – પ્રખ્યાત રાષ્ટ્રવાદી નેતા.
  • નવાબ સૈયદ મોહમ્મદ બહાદુર (1919) – ભારતીય રાજકારણી, જેમણે 1913માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી સંમેલનની અધ્યક્ષતા કરી હતી.
  • લોર્ડ ડફરીન (1902) – લોર્ડ રિપન પછી ભારતના વાઇસરોય તરીકે આવ્યા.
  • મહાદજી શિંદે (1794) – રાણોજી સિંધિયાના ગેરકાયદેસર પુત્ર અને અનુગામી હતા.
  • જહાંદરશાહ (1713) – બહાદુરશાહ પ્રથમના ચાર પુત્રો પૈકીના એક હતા.

આ પણ વાંચો | 9 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ ક્યારે જારી થઇ હતી? જાણો ઇતિહાસ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ