scorecardresearch

Today history 9 February : આજનો ઇતિહાસ 9 ફેબ્રુઆરી, ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પડાઇ

Today history 9 February : આજે 9 ફેબ્રુઆરી 2023 (9 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1931માં આજના દિવસે ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ (post ticket with photo for honohr) બહાર પાડવામાં આવી હતી. આજે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (eknath shinde) અને ગુજરાતના પૂર્વ સીએમ બાબુભાઇ પટેલનો (Babubhai Patel) જન્મદિવસ છે. તો સ્વતંત્રતા સેનાની બાલકૃષ્ણ ચાપેકર (balkrishna chapekar), સમાજ સેવક બાબ આમટેની (baba amte) પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (9 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 9 February
ભારતની પહેલી ફોટા સાથેની ટિપાલ ટિકિટ (ફોટો – વિકિપિડીયા)

Today history 9 February : આજે તારીખ 9 ફેબ્રુઆરી, 2023 (9 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1931માં ભારતમાં પહેલીવાર કોઈ વ્યક્તિના સન્માનમાં ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વર્ષ 1951માં સ્વતંત્ર ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી માટે યાદી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વ્યક્તિ વિશેષની વાત કરીયે તો આજે ભારતના ગ્રાન્ડ માસ્ટર ખેલાડી પરિમાર્જન નેગી, અભિનેતા રાહુલ રોય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ પટેલનો જન્મદિવસ છે. તો સ્વતંત્રતા સેનાની બાલકૃષ્ણ ચાપેકર, પ્રખ્યાત સમાજ સેવક બાબ આમટે, ફિલ્મ ડિરેક્ટર ઓપી દત્તા અને અભિનેતા રાજીવ કપૂરની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (9 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

9 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1667 – રશિયા અને પોલેન્ડ વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1788 – ઑસ્ટ્રિયાએ રશિયા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી.
  • 1801 – ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાએ લ્યુનેવિલે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1824 – ઓગણીસમી સદીના પ્રખ્યાત બંગાળી કવિ અને નાટ્યકાર માઈકલ મધુસુદન દત્તાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો.
  • 1931 – ભારતમાં પ્રથમ વખત કોઈ વ્યક્તિના સન્માનમાં ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
  • 1941 – બ્રિટિશ સેનાએ લિબિયાના દરિયાકાંઠાના શહેર અલ અખિલા પર કબજો કર્યો.
  • 1951 – સ્વતંત્ર ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી માટે યાદી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
  • 1962 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1973 – બિજુ પટનાયક ઓડિશા રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા.
  • 1979 – આફ્રિકન દેશ નાઈજીરીયામાં બંધારણ બદલવામાં આવ્યું.
  • 1991 – લિથુઆનિયામાં મતદારોએ સ્વતંત્રતા માટે મતદાન કર્યું.

આ પણ વાંચોઃ 8 ફેબ્રુઆરીનો ઇતિહાસ – પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની પુણ્યતિથિ

  • 1999- યુગાન્ડામાં એઇડ્સની રસી ‘અલવાક’નું પરીક્ષણ, ભારતીય નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત.
  • 2001-શિવાનતરા થાઇલેન્ડના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા, ચીન-તિબેટ રેલ્વેની મંજૂરી, તાલિબાન દ્વારા પાકિસ્તાન સાથે પ્રત્યાર્પણ સંધિનો ઇનકાર.
  • 2002 – અફઘાનિસ્તાનની ભૂતપૂર્વ તાલિબાન સરકારના વિદેશ પ્રધાન મુત્તવકીલનું આત્મસમર્પણ.
  • 2007- પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી જમાયતી ઉલેમા ઈસ્લામીએ મહમદ અલી ઝીણાને સ્વતંત્રતા સેનાનીની યાદીમાંથી હટાવ્યા.
  • 2008 – જાણીતા સામાજિક કાર્યકર અને દલિત લોકોના ભગવાન બાબા આમટેનું નિધન.
  • પાકિસ્તાનને અમેરિકન ચીજવસ્તુઓની સમીક્ષા કરવા સેનેટમાં ઠરાવ રજૂ કર્યો.
  • 2009 – સુપ્રીમ કોર્ટે તાજમહલની આસપાસ અને તેની આસપાસના ગેરકાયદે બાંધકામો પર યુપી સરકારને નોટિસ આપી.
  • 2010 – ભારત સરકારે બીટી રીંગણની વ્યાવસાયીક ખેતી પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો.
  • 2016 – જર્મનીના બાવેરિયા પ્રાંતમાં બે ટ્રેનો વચ્ચેની અથડામણમાં 12 લોકોના મોત થયા અને 85 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ 7 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ક્રાંતિકારી શચીન્દ્રનાથ સાન્યાલની પુણ્યતિથિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • પરિમાર્જન નેગી (1993) – ભારતીય ગ્રાન્ડ માસ્ટર ખેલાડી.
  • રાહુલ રોય (1968) – ભારતીય ફિલ્મ અભિનેતા.
  • એકનાથ શિંદે (1964) – ભારતના રાજકારણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી.
  • અબ્દુલ રહેમાન અંતુલે (1929) – ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના 8મા મુખ્યમંત્રી.
  • સી.પી. કૃષ્ણન નાયર (1922) – ભારતના પ્રખ્યાત હોટેલ ઉદ્યોગપતિ અને ‘હોટેલ લીલા ગ્રુપ’ના સ્થાપક.
  • શ્યામ ચરણ ગુપ્તા (1945) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • રાજ કુમાર જયચંદ્ર સિંહ (1942) – મણિપુરના ભૂતપૂર્વ સાતમા મુખ્ય પ્રધાન હતા.
  • બાબુભાઈ પટેલ (1911) – જનતા પાર્ટીના રાજકારણીઓમાંના એક હતા, જેઓ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 6 ફેબ્રુઆરીનો ઇતિહાસ – મોતીલાલ નહેરુ અને લતા મંગેશકરની પુણ્યતિથિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • દત્તાજી શિંદે (1760) – મરાઠા સેનાપતિ હતા.
  • એમ.સી. છાગલા (1981)- પ્રખ્યાત ભારતીય ન્યાયાધીશ, રાજદ્વારી અને કેબિનેટ મંત્રી હતા
  • બાલકૃષ્ણ ચાપેકર (1899) – સ્વતંત્રતા સેનાની હતા.
  • સર અબ્દુલ કાદિર (1950) – ન્યાયશાસ્ત્રી, પત્રકાર અને રાજકારણી હતા.
  • ટી. બાલાસરસ્વતી (1984) – ભારતના શાસ્ત્રીનૃત્યુ’ભરતનાટ્યમ’ની પ્રખ્યાત ડાન્સર હતા.
  • નાદિરા (2006) – ભારતીય હિન્દ ફિલ્મોની અભિનેત્રી.
  • બાબા આમટે (2008) – પ્રખ્યાત સામાજિક કાર્યકર અને રક્તપિત્તના દર્દીઓની સેવા કરનાર સમાજ સેવક.
  • ઓ. પી. દત્તા (2012) – ભારતીય હિન્દો ફિલ્મોના નિર્દેશક, નિર્માતા અને લેખક.
  • સુશીલ કોઈરાલા (2016) – નેપાળના 37મા વડાપ્રધાન.
  • ચંદ્રશેખર રથ (2018) – ઓડિશાના પ્રખ્યાત વાર્તાકાર અને લેખક.
  • ગિરિરાજ કિશોર (2020) – એક પ્રખ્યાત હિન્દી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક હતા.
  • પી. પરમેશ્વરન (2020) – જનસંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ, પીઢ લેખક, કવિ અને પ્રખ્યાત સંઘ વિચારક હતા.
  • રાજીવ કપૂર (2021) – હિન્દી ફિલ્મોના અભિનેતા, જે રાજ કપૂરના પુત્ર હતા.

આ પણ વાંચોઃ 4 ફેબ્રુઆરીનો ઇતિહાસ – આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ અને ફેસબુકનો સ્થાપના દિવસ

Web Title: Today history 9 february india first post ticket with photo for honohr know today important events

Best of Express