આજનો ઇતિહાસ 14 જાન્યુઆરી: મકરસંક્રાતિ કેમ ઉજવાય છે, માઉન્ટેન મેન કોને કહેવામાં આવે છે?

Today History 14 January: આજે 14 જાન્યુઆરી 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મકરસંક્રાતિ છે, જેને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. આજે સશસ્ત્ર દળો ભૂતપૂર્વ સૈનિક દિવસ અને ધ માઉન્ટેન મેનનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
January 14, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 14 જાન્યુઆરી: મકરસંક્રાતિ કેમ ઉજવાય છે, માઉન્ટેન મેન કોને કહેવામાં આવે છે?
માઉન્ટેન મેન તરીકે પ્રખ્યાત દશરથ માંઝી. મકરસંક્રાતિનો પર્વ (Photo : Social Media / Freepik)

Today History 14 January: આજે 14 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મકરસંક્રતિ છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ જે દિવસ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. મકરસંક્રાતિનો તહેવાર લોહરી, ઉત્તરાયણ અને પોંગલ તરીકે ઉજવાય છે. આજે માઉન્ટેન મેન તરીકે પ્રખ્યાત દશરથ માંઝીનો જન્મદિન છે. આજે સશસ્ત્ર દળો ભૂતપૂર્વ સૈનિક દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

14 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – કેરળ સરકારે નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચનાર કેરળ પ્રથમ રાજ્ય બન્યું છે.
  • 2017- બિહારના પટનામાં ગંગા નદીમાં બોટ ડૂબી જવાથી ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હતા.
  • 2009 – સરકારે વિદેશી અખબારોની પ્રતિકૃતિ (કોપી) આવૃત્તિઓમાં 100 ટકા વિદેશી રોકાણની મંજૂરીની જાહેરાત કરી.
  • 2008 – ફ્રાન્સની મુખ્ય વિપક્ષી પાર્ટીએ યુરોપિયન યુનિયનના પ્રથમ પ્રમુખપદ માટે ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરના નામના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
  • 2007 – નેપાળમાં વચગાળાનું બંધારણ મંજૂર કરવામાં આવ્યું.
  • 2005 – જમ્મુ-કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા.
  • 2002 – ભારતના રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસે કહ્યું કે આતંકવાદનો ખાત્મો થયા બાદ જ સેના સરહદ પરથી હટશે. આતંકવાદ સામેની લડાઈમાં ચીન ભારત સાથે જોડાયું સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસે ન્યૂયોર્કમાં આતંકવાદના અંત પહેલા સરહદ પરથી ભારતીય સૈનિકો હટાવવાની વાતને નકારી કાઢી હતી.
  • 2001 – અલ સાલ્વાડોરમાં ભૂકંપ, 234 લોકોના મોત, ભારતીય બુકી સંજીવ ચાવલાની મેચ ફિક્સિંગ કેસમાં લંડનમાં ધરપકડ કરવામાં આવી.
  • 2000 – કમ્પ્યુટર કિંગ બિલ ગેટ્સે વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સોફ્ટવેર કંપની સ્ટીવ વોલ્મરને સોંપી.
  • 1999 – ભારતનું પ્રથમ અત્યાધુનિક ‘એર ટ્રાન્સપોર્ટ કોમ્પ્લેક્સ’, દિલ્હી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. બુલન્ટ આઈસેવિટને તુર્કીના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 1998 – પાકિસ્તાનમાં અફઘાન માલવાહક જહાજ ક્રેશ થતાં લગભગ 50 લોકોનાં મોત થયાં.
  • 1994 – મોસ્કોમાં યુક્રેન, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પરમાણુ શસ્ત્રો ઘટાડવા અંગેના કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1992 – ઇઝરાયેલે જોર્ડન સાથે શાંતિ વાટાઘાટો શરૂ કરી. બાલ્ટિક સમુદ્રમાં પોલેન્ડનું વિમાન ડૂબી જતાં 54 લોકોનાં મોત થયાં હતાં.
  • 1989 – અલ્હાબાદમાં બાર વર્ષ પછી કુંભ મેળો શરૂ થયો.
  • 1986 – મધ્ય અમેરિકન દેશ ગ્વાટેમાલામાં બંધારણ અમલમાં આવ્યું. ગ્વાટેમાલામાં, વિનિસિયો કેરજો 6 વર્ષમાં પ્રથમ નાગરિક પ્રમુખ બન્યા.
  • 1985 – હુન સેન કંબોડિયાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા.
  • 1982 – શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 20 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો.
  • 1975 – સોવિયેત સંઘે યુએસ સાથેના વેપાર કરારને સમાપ્ત કર્યો.
  • 1974 – વર્લ્ડ ફૂટબોલ લીગની સ્થાપના થઈ.
  • 1966 – ઇન્ડોનેશિયાએ લીગ ઓફ નેશન્સ ખાતે તેનું મિશન બંધ કર્યું. દક્ષિણ ભારતના મદ્રાસ રાજ્યનું નામ બદલીને તમિલનાડુ કરવામાં આવ્યું.
  • 1962 – અલ્જેરિયાના શહેરોમાં આતંકવાદી હુમલામાં 6 લોકો માર્યા ગયા.
  • 1954 – જગદગુરુ કૃપાલુ મહારાજે 500 હિંદુ વિદ્વાનોની સામે 7 દિવસ સુધી ભાષણ આપ્યું. તેઓ પાંચમા જગદગુરુ તરીકે ચૂંટાયા હતા.
  • 1950 – ઈરાનમાં મોહમ્મદ સઈદે સરકાર બનાવી.
  • 1918 – ફ્રાન્સના ભૂતપૂર્વ વડા પ્રધાન જોસેફ કેલૉક્સની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી.
  • 1912 – રેમન્ડ પોઈનકેરે ફ્રાન્સના વડા પ્રધાન બન્યા.
  • 1907 – જમૈકામાં આવેલા ભૂકંપના કારણે કિંગ્સટન શહેર તબાહ થઈ ગયું અને એક હજારથી વધુ લોકો માર્યા ગયા.
  • 1867 – પેરુએ સ્પેન સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1858 – નેપોલિયન તૃત્તિયની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો.
  • 1809 – ઈંગ્લેન્ડ અને સ્પેને ‘નેપોલિયન બોનાપાર્ટ’ વિરુદ્ધ જોડાણ કર્યું.
  • 1784 – અમેરિકાએ બ્રિટન સાથે શાંતિ સંધિને બહાલી આપી.
  • 1761 – પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. પાણીપતનું ત્રીજું યુદ્ધ ભારતમાં મરાઠા શાસકો અને અહેમદ શાહ દુર્રાની વચ્ચે થયું હતું.
  • 1760 – ફ્રેન્ચ જનરલ લેલીએ પોંડિચેરી અંગ્રેજોને સોંપ્યું.
  • 1758 – ઈંગ્લેન્ડના રાજાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં લડાઈમાં જીતેલી મિલકત રાખવાનો અધિકાર આપ્યો. ઇંગ્લેન્ડના રાજાના ચાર્ટર હેઠળ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં કંપની અથવા રાજા સામેના કોઈપણ યુદ્ધમાં લૂંટાયેલા નાણાં અને સંપત્તિને રાખવાનો અધિકાર મળ્યો.
  • 1659 – એલવાસના યુદ્ધમાં પોર્ટુગલે સ્પેનને હરાવ્યું.
  • 1641 – યુનાઈટેડ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મલક્કા શહેર જીતી લીધું.

આ પણ વાંચો | 13 જાન્યુઆરીનો ઇતિહાસ: ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ છે?

મકરસંક્રાતિ પર્વ, ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી

ભારતમાં દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિનો તહેવાય ઉજવાય છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ જે દિવસ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. મકરસંક્રાતિના તહેવારનું ધાર્મિક અને સામાજીક રીતે વિશેષ મહત્વ છે. મકરસંક્રાતિની ભારતના વિવિધ પ્રદેશોમાં અલગ – અલગ રીતે ઉજવણી કરાય છે. ગુજરાતમાં મકરસંક્રાતિ ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં પતંગ ચગાવીને ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવે છે. ગુજરાતનો પતંગોત્સવ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તો પંજાબમાં લહોરી તરીકે આ તહેવાર ઉજવાય છે. ઉત્તર ભારતમાં મકરસંક્રાતિના દિવસે સ્નાન – દાન કરવાનું વિશેષ મહત્વ છે. દક્ષિણ ભારતમાં મકરસંક્રાતિનો તહેવાર પોંગલ તરીકે ઉજવાય છે.

આ પણ વાંચો | 12 જાન્યુઆરીનો ઇતિહાસ : રાષ્ઠ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવાય છે? જાણો

14 જાન્યુઆરીની જન્મજયંતિ

  • નારાયણ કાર્તિકેયન (1977) – ભારતના એકમાત્ર ફોર્મ્યુલા વન ડ્રાઈવર.
  • એમિલી વોટસન – (1967) અમેરિકન અભિનેત્રી.
  • ઓ. પનીરસેલ્વમ (1951) – ભારતીય રાજકારણી, તમિલનાડુના ભૂતપૂર્વ છઠ્ઠા મુખ્યમંત્રી.
  • રામભદ્રાચાર્ય (1950) – એક હિંદુ ધાર્મિક નેતા, શિક્ષક, સંસ્કૃત વિદ્વાન, બહુભાષી, લેખક, ફિલસૂફ અને નાટ્યકાર છે.
  • યોગેશ કુમાર સભરવાલ (1942) – ભારતના સુપ્રીમ કોર્ટના 36મા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ.
  • દશરથ માંઝી (1934) – એક ભારતીય વ્યક્તિ હતા જેમને ‘બિહારનો પર્વત માણસ’ કહેવામાં આવે છે.
  • મહાશ્વેતા દેવી (1926) – ભારતીય સામાજિક કાર્યકર અને લેખિકા.
  • બિંદેશ્વરી દુબે (1921) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી હતા.
  • સુધાતાઈ જોશી (1918) – પોર્ટુગીઝ સામ્રાજ્યવાદીઓથી ગોવાની મુક્તિ માટેના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતા હતા.
  • દુર્ગા ખોટે (1905) – હિન્દી અને મરાઠી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
  • બ્રિગેડિયર રાજેન્દ્ર સિંહ (1899) – મહાવીર ચક્રથી સમ્માનિત ભારતીય સેનાના લશ્કરી અધિકારી.
  • સી.ડી. દેશમુખ (1896) – બ્રિટિશ શાસન હેઠળ આઈસીએસ. અધિકારી અને આઝાદી પછી ભારતના ત્રીજા નાણામંત્રી.
  • મંગુરામ (1886) – એક સમાજ સુધારક હતા.
  • જોન પાર્ક (1804) – પ્રખ્યાત સંગીતકારનો.
  • અબુલ ફઝલ (1551) – મુઘલ કાળ દરમિયાન અકબરના નવરત્નો પૈકીના એક.

આ પણ વાંચો | 11 જાન્યુઆરીનો ઇતિહાસ: લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન ક્યા થયુ હતુ? રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે?

14 જાન્યુઆરીની પૃણ્યતિથિ

  • સુરજીત સિંહ બરનાલા (2017) – રાજકારણી અને પંજાબના રાજકીય પક્ષ શિરોમણી અકાલી દળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
  • એડમન્ડ હેલી (1742) – પ્રખ્યાત ખગોળશાસ્ત્રી.

આ પણ વાંચો | 10 જાન્યુઆરીનો ઇતિહાસ : વિશ્વ હિન્દી દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ