scorecardresearch

આજનો ઇતિહાસ : 11 જાન્યુઆરી ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ

Today history 11 January : આજે 11 જાન્યુઆરી, 2023 (11 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આઝાદ ભારતના બીજા વડાપ્રધાન (india prime minister) લાલ બહાદુર શાસ્ત્રીની (Lal Bahadur Shastri) પુણ્યતિથિ છે. વર્ષ 1966માં સોવિયેત સંઘમાં તાશ્કંદ ખાતે અવસાન થયુ હતુ. ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો (rahul dravid) આજે જન્મ દિવસ પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ : 11 જાન્યુઆરી ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ

Today history 11 January : આજે તારીખ 11 જાન્યુઆરી, 2023 (11 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે, તેમનું રશિયામાં આવેલા તાશ્કંદમાં વર્ષ 1966માં અવસાન થયુ હતુ. ઇતિહાસન ઘટનાઓ પર નજર કરીયે તો વર્ષ 1613માં આજના દિવસે જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સૂરતમાં ફેક્ટરી સ્થાપવા મંજૂરી આપી હતી. તો વર્ષ 1569માં આજના દિવસે જ બ્રિટનમાં સૌપ્રથમ વાર લોટરીની શરૂઆત થઇ હતી. આજે ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ તેમજ ભારતની સૌથી નાની વયની મહિલા જાસૂસ સરસ્વતી રાજામણિનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

11 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 2020 – ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ‘ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ અને ‘નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ’નું ઉદ્ઘાટન કર્યું.
 • 2010 – ભારતે ઓડિશાના બાલાસોરમાં હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ એસ્ટ્રાના બે સફળ પરીક્ષણો કર્યા. આ મિસાઈલ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી હતી.
 • ભારતે બાંગ્લાદેશ સાથે પાંચ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા, જેમાં વિકાસ પરિયોજનાઓ માટે 1 અબજ ડોલરની લોન આપવાની બાયંધરીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તેમા આતંકવાદ વિરોધી સહયોગ વધારવા માટે ત્રણ સુરક્ષા કરારોનો સમાવેશ થાય છે.
 • દિલ્હી હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેંચે ચુકાદો આપ્યો છે કે ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની કચેરીને પણ માહિતી અધિકારના કાયદા (RTI) હેઠળ માહિતી આપવી ફરજિયાત છે.
 • 2009 – સરકારે IT કંપની સત્યમને બચાવવા માટે ત્રણ નામાંકિત સભ્યોની નિમણૂક કરી. અચંતા શરત કમલે 70મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો.
 • 2008 – કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે બીજા રાજ્યોના પુનર્ગઠન આયોગના બંધારણની રૂપરેખા આપી હતી.
 • શ્રીલંકાની સરકારે એલટીટીઈની યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાની અપીલને નકારી કાઢી હતી.
 • 2006 – અમેરિકાના પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશે ઓક્લાહોમા રાજ્યના જંગલોમાં લાગેલી આગને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી.
 • 2005 – યુક્રેનમાં ફરી યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પશ્ચિમ તરફી વિરોધ પક્ષના ઉમેદવાર વિક્ટર યુશ્ચેન્કોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
 • રિલાયન્સે BSNLને 84 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા
 • 2004 – અમદાવાદમાં બળાત્કાર કેસના આરોપીની દિલ્હીના નર્સિંગ હોમમાંથી ધરપકડ.
 • 2001 – ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે પ્રથમ વખત સંરક્ષણ કરાર.
 • 1999 – શહેરી જમીન મર્યાદા કાયદો રદ કરવામાં આવ્યો.
 • 1998 – લુઇસ ફ્રેચેટ (કેનેડા)ની સંયુક્ત રાષ્ટ્રના ઉપમહાસચિવ તરીકે નિમણૂક થઇ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસની ઉજવણી, ભારતની ચા પહેલીવાર ઇંગ્લેન્ડ પહોંચી

 • 1995 – કોલંબિયાના કાર્ટાજેનામાં પ્લેન ક્રેશમાં 52 લોકોના મોત થયા છે. સોમાલિયામાં બે વર્ષથી ચાલી રહેલું સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન સમાપ્ત થયું.
 • 1993 – સુરક્ષા પરિષદે ખાડી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાની ચેતવણી આપી.
 • 1973 – પૂર્વ જર્મનીએ બાંગ્લાદેશને માન્યતા આપી.
 • 1970 – અલગ થયેલ બિયાફ્રા રાજ્ય નાઇજિરિયન સરકારના આક્રમણ સામે ટકી શક્યું નહીં અને આત્મસમર્પણ કર્યું.
 • 1962 – પેરુવિયન એન્ડીસ ગામમાં હિમપ્રપાતથી 3,000 લોકો માર્યા ગયા.
 • 1955 – ભારતમાં ન્યૂઝપ્રિન્ટ પેપરનું ઉત્પાદન શરૂ થયું.
 • 1945 – ગ્રીક ગૃહ યુદ્ધમાં યુદ્ધવિરામ થયો.
 • 1943 – બ્રિટન અને અમેરિકાએ ચીનના ક્ષેત્રમાં પોતાનો દાવો પાછો ખેંચ્યો.
 • 1942 – બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કુઆલાલંપુર પર કબજો કર્યો.
 • 1866 – ઓસ્ટ્રેલિયા જતી વખતે લંડન નામના જહાજને અકસ્માત નડતા 231 લોકો ડૂબી ગયા.
 • 1753 – સ્પેનના રાજા જોકિન મુરાતે નેપોલિયન બોનાપાર્ટને મુક્ત કર્યો.
 • 1681 – બ્રાન્ડેનબર્ગ અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ગઠબંધન.
 • 1613 – જહાંગીરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપી.
 • 1569 – ઈંગ્લેન્ડમાં પ્રથમ લોટરી શરૂ થઈ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ અને ભારતની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

 • અંકિતા રૈના (1993) – ભારતીય ટેનિસ ખેલાડી અને મહિલા સિંગલ્સમાં વર્તમાન ભારતીય નંબર વન.
 • રાહુલ દ્રવિડ (1973) – ભારતીય ક્રિકેટ ખેલાડી.
 • મદન કૌશિક (1965) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
 • બાબુલાલ મરાંડી (1958) – ભારતના ઝારખંડ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી છે.
 • અનલજીત સિંહ (1954) – ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે.
 • શિબુ સોરેન (1944) – ભારતીય રાજકારણી.
 • સરસ્વતી રાજામણિ (1927) – ભારતની સૌથી નાની વયની મહિલા જાસુસ હતી.
 • લુઈસ પ્રોટો બાર્બોસા (1927) – એક ભારતીય રાજકારણી હતા, જેઓ રાજકીય પક્ષ ‘પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ (ગોવા)’ સાથે સંકળાયેલા હતા.
 • શ્રીધર પાઠક (1860) – ભારતના પ્રખ્યાત કવિઓ પૈકીના એક.
 • વિલિયમ જેમ્સ (1842) – પ્રખ્યાત અમેરિકન ફિલસૂફ અને મનોવિજ્ઞાની.

આ પણ વાંચોઃ 8 જાન્યુઆરી મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરીને લૂંટફાટ મચાવી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • રેખા કામત (2022) – ભારતીય ફિલ્મોની અભિનેત્રી હતી.
 • દુધનાથ સિંહ (2018) – હિન્દી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર – લેખક.
 • સર એડમંડ હિલેરી (2008) – શેરપા તેનઝિંગની સાથે માઉન્ટ એવરેસ્ટના પ્રથમ આરોહક અને સમાજસેવક.
 • રામ ચતુર મલ્લિક (2008) – ધ્રુપદ-ધમાર શૈલીના ગાયક.
 • લાલ બહાદુર શાસ્ત્રી (1966) – સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન.
 • અજય ઘોષ (1962) – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા.

આ પણ વાંચો – 7 જાન્યુઆરીનો ઇતિહાસ – ગાધીજીના સમર્થક અને પદ્મ વિભૂષણથી સમ્માનિત જાનકી દેવી બજાજની જન્મજયંતિ

Web Title: Today history 11 january lal bahadur shastri death anniversary rahul dravid birthday know important events

Best of Express