Solar Eclipse 2023 – Vaishakh Amas : સૂર્ય ગ્રહણની સાથે આ વૈશાખ અમાસનો યોગ, સાંજે કરો આ કામ તો બનશે ધનલાભનો યોગ

surya grahan and vaishakh amas yog : આવતી કાલે 20 એપ્રિલ 2023, ગુરુવારના રોજ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગશે. આ સાથે જ વૈશાખ અમાસ છે.

Written by Ankit Patel
Updated : April 19, 2023 14:51 IST
Solar Eclipse 2023 – Vaishakh Amas : સૂર્ય ગ્રહણની સાથે આ વૈશાખ અમાસનો યોગ, સાંજે કરો આ કામ તો બનશે ધનલાભનો યોગ
સૂર્ય ગ્રહણની સાથે આ વૈશાખ અમાસનો યોગ

Solar Eclipse April 2023, vaishakh amas : આવતી કાલે 20 એપ્રિલ 2023, ગુરુવારના રોજ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગશે. આ સાથે જ વૈશાખ અમાસ છે. હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ છે. વૈશાખ માસની અમાસ તિથિ ખૂબ જ ખાસ હોય છે. આને વૈશાખી અમાવસ્યા અથવા દર્શ અમાવસ્યા પણ કહેવાય છે. માનવામાં આવે છેકે આ દિવસ સ્નાન-દાન કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના કષ્ટોમાંથી છૂટકારો મળે છે. આ સાથે જ સુખ-સમુદ્દિની પ્રાપ્તિ થાય ચે. સાથે જ વૈશાખ અમાસના દિવસે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ સુખ સમૃદ્ધિ, ધન-ધાન્યના વધારા સાથે સાથે અકાળ મૃ્યુના ભયથી પણ છૂટકારો મેળવી શકે છે. જાણો વૈશાખ અમાસના દિવસે કયા ઉપાયો કરવા શુભ મનાય છે.

વૈશાખ અમાસ પર દીપદાન કરો

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે ક વૈશાખ અમાસના દિવસે પ્રદોષ કાળના સમય એટલે કે સાંજના સમયે દીપદાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ય સમાપ્ત થઇ શકે છે. આ સાથે જ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે માતા લક્ષ્મી અને વિષ્ણુજી સામે દીપક પ્રગટાવવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે. આ સાથે જ દરેક પ્રકારની બાધાઓ, ગૃહ ક્લેશ, રોગ-દોષ વગેરેથી છૂટકારો મળે છે.

આ પણ વાંચોઃ- Solar Eclipse 2023 sutak kal: સૂતક અને પાતક કાળ શું છે? જાણો સૂર્ય ગ્રહણ સાથે શું છે સંબંધ અને માનવ જીવન પર તેનો પ્રભાવ

કેવી રીતે કરો દીપદાન?

  • શાસ્ત્રો અનુસાર દીપદાન અનેક પ્રકારે થાય છે. જેમાં દેવી-દેવતાઓની સમજ, વિદ્વાન બ્રાહ્મણોના ઘર, નદી પર અથવા નદીના કિનારા પર અથવા તો પિતૃઓના નામ પર દીપદાન કરી શકો છો. દીપદાન કરતા સમયે પોતાની મનોકામના ચોક્કસ કહેવી જોઈએ.
  • જો તમે દેવી-દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો તો માટુનો દિવો લઇને તેમાં સરસવનું તેલ અને દીવેટ રાખીને પ્રગટાવો.
  • પિતૃઓ માટે દિપક પ્રગટાવી રહ્યા હોવ તો દક્ષિણ દિશા તરફ દીપકનું મુખ રાખો. આમા સરસવનું તેલ અને બે લાંબી દિવેટ રાખીને પ્રગટાવો. દિવો પ્રગટાવતા સમેય પિતૃઓથી સુખ-સમૃદ્ધિની કામના કરો.

આ પણ વાંચોઃ- Solar Eclipse 2023: ગુરુવારે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, 12 રાશિઓ ઉપર કેવી થશે અસર? શુભ ફળ મેળવવા શું કરવું?

  • જો પાણીમાં દિપક પ્રવાહિત કરવા માંગતા હોવ તો લોટનો દિવડો બનાવો અને ઘી અથવા સરસનું તેલ નાખીને દિવો પ્રગટાવો. ત્યારબાદ આંબાના કે પીપળના પત્તામાં રાખીને પ્રવાહિત કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ